1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, કોઈ તકલીફ હોય તો મને જાણ કરોઃ CR પાટિલની ટકોર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લીધે મંગળવારે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક મળી હતી.  સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી  બેઠક બે કલાક  ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એવી ટકોર કરી હતી કે, ચૂંટણીમાં કોઈ એકને ટિકિટ આપી શકાતી હોય છે. જે ઉમેદવારોને ટિકિટ આપીને […]

સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલતાં ફરી અસંતોષની આગ, કાર્યકર્તાઓની રાજીનામાંની ચીમકી

હિંમતનગરઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપએ સાબરકાંઠાની બેઠક માટે ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરાયા બાદ વિરોધ થતાં તેમને બદલીને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષિકા પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા ફરીવાર વિરોધ ઊભો થયો છે. અને ભીખાજીને ફરી ટિકિટ આપવામાં નહીં આવે તો રાજીનામાંની ચીમકી તેમના સમર્થકોએ આપતા તેમજ સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ ઊભો થતાં […]

ડીસામાં બગીચા સર્કલ પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

ડીસાઃ શહેરમાં બગીચા સર્કલ પાસે વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. હાલ ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે […]

અંબોડ અને ભાટ ટોલનાકા પાસે સાબરમતી નદીમાં ડૂબી જવાના બે બનાવોમાં 4નાં મોત

અમદાવાદઃ ગાંધીનગરના માણસા તાલુકાના અંબોડ મીની પાવાગઢ મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે જણાનું ડૂબી જવાથી મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં ભાટ ટોલટેક્સ નાકા પાસે નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત નિપજ્યા હતા.  આ બંને બનાવો અંગે સ્થાનિક પોલીસ  અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. […]

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ […]

નકલી માર્કશીટ કૌભાંડ, સુરત પોલીસે વધુ એક આરોપીને દિલ્હીથી ઝડપી લીધો

સુરતઃ દેશની વિવિધ યુનિવર્સિટીઓના ડુપ્લીકેટ માર્કશીટ અને ફેક ડિગ્રીઓનું આંતરરાજ્ય કૌભાંડ સુરત પોલીસે પકડી પાડ્યુ છે. અગાઉ એજન્ટ સહિત અડધો ડઝન શખસોને દબોચી લેવાયા બાદ દિલ્હીના હરિયાણાથી વધુ એક આરોપીને 60 જેટલા બોગસ સર્ટીફિકેટ અને ફેક ડિગ્રીઓ સાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ સુરત પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી […]

અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિત કેસોમાં વધારો, કોરોનાના પણ બે કેસ નોંધાયા

અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. સાથે જ પ્રદૂષિત પાણી અને ગરમીને લીધે પાણીજન્ય રોગોચાળો વકરી રહ્યો છે. વાયરલ બિમારી ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઈફોઈડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ, અમરાઇવાડી, જશોદાનગર અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસ નોંધાયા છે.  ઉપરાંત સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન […]

ગુજરાતમાં 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું, હવે 4 દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યા છે. મંગળવારે રાજ્યના રાજકોટ અને ભૂજ સહિત 5 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું હતું. જો કે હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં હીટવેવની અસર જોવા મળી હતી. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતઃ 3ના મોત

અમદાવાદઃ ચોટીલાથી દર્દીને લઈને રાજકોટ જઈ રહેલી એમ્બ્યુલન્સને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. આ દૂર્ઘટનામાં એમ્બ્યુલના ચાલક અને દર્દીના બે સંબંધીના મૃત્યુ થયાં હતા. ચોટીલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલાની હોસ્પિટલમાં સારવારહ લેતા દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો. જેથી દર્દીના સ્વજનો તેને એમ્બ્યુલન્સમાં લઈને […]

ભાવનગર: તળાજાના મણાર ગામે ચેકડેમમાં ગરકાવ થઈ જતા ત્રણ યુવકોના મોત

અમદાવાદઃ ભાવનગરના મણોર ગામમાં ચેકડેમમાં નહાવા પડેલી 3 યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે માતમ છવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા તાલુકાના મણાર ગામના ત્રણ યુવકો રંગોથી રમ્યા બાદ ગામની નજીક આવેલા ચેકડેમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code