1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગરમાં કેટલીક ખાનગી શાળાઓ વેકેશનમાં ચાલુ રહેતા કોંગ્રેસે કર્યો વિરોધ

કોંગ્રેસ અને એનઓસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત, વેકેશનમાં શિક્ષણ કાર્ય ચાલુ રાખનારી શાળાઓ સામે પગલાં ભરવાની માગ કરી, ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે ભાવનગરઃ દિવાળીના વેકેશનમાં પણ શહેરમાં કેટલીક ખાનગી શાળાઓએ શિક્ષણ કાર્ય ચાલુ રાખતા કોંગ્રેસ અને એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કરીને ખાનગી શાળાઓ સામે પગલાં લેવાની માગ સાથે જિલ્લા […]

ભાવનગરના ઘોઘા નજીક મહાકાય અજગરે પશુનું મારણ કર્યા બાદ ઝાડ પર ચડી ગયો

ઘોઘાના ખરખડી ગામે એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો, ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી આવ્યા, ભારે જહેમત બાદ ઝાડ પર ચડેલા અજગરનું રેસ્ક્યુ કરાયું ભાવનગરઃ જિલ્લાના ઘોઘા તાલુકાના ખરખડી ગામે બપોરના સમયે અચાનક એક મહાકાય અજગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામના જારખડું વિસ્તારમાં માલધારી પોતાના પશુને ચરાવી રહ્યા હતા, […]

રાજકોટમાં બે ગેન્ગ વચ્ચે ફાયરિંગ બાદ પોલીસે મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોને દબોચી લીધા

પેંડા ગેન્ગના 7 સાગરિતોની પણ અગાઉ ધરપકડ કરી હતી, મુર્ઘા ગેન્ગના ત્રણ સાગરિતોનું રિકન્સ્ટ્રક્શન કરાયુ, ત્રણેય આરોપીઓ લંગડાતા બે હાથ જોડી લોકોની માફી માંગી રાજકોટઃ  શહેરના મંગળા રોડ પર ગઈ તા. 29મી ઓક્ટોબરના રોજ વહેલી પરોઢે બે ગેન્ગ વચ્ચે માથાકૂટ થતાં અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. પોલીસે આ કેસમાં ત્વરિત કામગીરી કરીને પેંડા ગેંગના સાત સભ્યોની […]

વડોદરાના કરજણ પાસે હાઈવે પર 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરા નજીક જૂદા જૂદા 3 અકસ્માતના બનાવોમાં બેના મોત, ટ્રકે બાઈકને અડફેટે લીધા બાદ પાછળ આવતા વાહનો એકબીજા સાથે અથડાયા, અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, વડોદરાઃ  જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર એક સાથે 5 વાહનોનો એકબીજા સાથે અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈકને અડફેટે લેતા ટ્રકની પાછળ ચાર વાહનો એક પછી […]

સુરતના અડાજણમાં તબીબના ઘરમાં ચોર પ્રવેશ્યા, CCTV એલાર્મ વાગતા પોલીસ દોડી આવી

દિવાળીના તહેવારોમાં રાજસ્થાન ગયેલા તબીબના મોબાઈલ પર એલાર્મ લાગ્યુ, CCTV જોતા બે શખસો જોવા મળ્યા, અને પોલીસ કન્ટ્રોલને જાણ કરી, પોલીસે ત્વરિત દોડી ગઈ અંતે સિક્સમેન ગેન્ગના ત્રણ શખસોને ઝડપી લેવાયા, સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં બહારગામ ગયેલા એક તબીબીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તબીબે ઘરમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવેલા હતા. અને પોતાના મોબાઈલ પર એલર્ટ […]

અમદાવાદના સરખેજથી ધોળકા જતા રોડ પર ભૂવામાં 6 વાહનો ખાબક્યા

સરખેજ ફતેવાડીમાં આવેલા ધોળકા જવાનો એક બાજુનો રોડ સાવ બેસી ગયો, રોડ પર ઠેર ઠેર ખાડા અને ખાડા કાદવ કીચડના કારણે વાહનચાલકો પરેશાન, રોડનુ સમારકામ વહેલી તકે કરવા લોકોમાં માગ ઊઠી અમદાવાદઃ શહેરના સરખેજના ફતેવાડીથી ધોળકા જતા રોડ પર ભૂવો પડતા 6 વાહનો ભૂવામાં ખાબક્યા હતા. વાહનચાલકોએ મહામહેનતે રોઢ પર પડેલા ઊંડા ખાડામાંથી વાહનો બહાર […]

અમદાવાદમાં મોજશોખ માટે જૂદા જૂદા વિસ્તારોમાં બાઈકની ચોરી કરતા બે શખસો પકડાયા

શાહપુરના બે શખસો માજશોખ માટે પૈસાની જરૂર પડે ત્યારે વાહનોની ચોરી કરતા હતા, આરોપીએ બાઈકની નંબર પ્લેટ કાઢીને બાઈકને ગીરવે મુક્યુ હતુ, બાઈક ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો અમદાવાદઃ શહેરના શાહપુરના બે યુવાનો મોજશોખ માટે વાહનોની ચોરી કરીને વેચી દેતા હતા. શહેરમાં વાહનચોરીના બનાવો વધતા પોલીસને વાહનચોરોને પકડવા માટે સુચના આપવામાં આવી હતી. .ઝોન 7 […]

અમદાવાદના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસની અડફેટે રાહદારીનું મોત

રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ બસે અડફેટે લીધો, મૃતક યુવાન રોજગારી માટે ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવ્યો હતો, ટ્રાફિક પોલીસે બસચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ પૂરફટ ઝડપે દોડાવાતી હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસનાચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા […]

ગિરનારની લીલી પરિક્રમાની સાધૂ-સંતોએ પૂજનવિધી કર્યા પ્રતિકાત્મક યાત્રા કરી

વરસાદને લીધે પરિક્રમાનો માર્ગ ધોવાઈ જતા પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી, પ્રતિકાત્મક પરિક્રમા વખતે જય ગિરનારીના નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું, સાધુ-સંતોએ ગુરુ દત્તાત્રેયનું પૂજન કરી દિપ પ્રાગટ્ય બાદ પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કર્યો જૂનાગઢઃ દર વર્ષે કારતક મહિનાની દેવઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમા યોજાતી હોય છે. આ વર્ષે લીલી પરિક્રમાના 36 કીમીનો માર્ગ વરસાદને લીધે ધોવાઈ […]

વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃદાંવન ગૌચર પાર્ક બનશે

ગાંધીનગર: મહેસાણાના વડનગરમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક બનશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ પાર્કમાં વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ હશે. જે એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે. રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક વૃંદાવન ગૌચર પાર્ક બનાવાશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા, જિલ્લા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code