1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

દ્વારકાનગરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો

અમદાવાદઃ દ્વારિકાનગરીના આકાશમાં ચંદ્ર હજુ ઉદય પામી રહ્યો હતો, ત્યારે અહીંના સમુદ્રતટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના હૈયામાં જાણે આનંદની ભરતી આવી હતી. પ્રસંગ હતો દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજકુમારી શ્રી રૂક્ષ્મણી દેવીના “વિવાહ સત્કાર સમારોહનો”, જેમાં ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યો અને ગુજરાતના મળીને 200થી વધુ કલાકારોએ વિવિધ લોકનૃત્યો સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને, […]

લોકસભા ચૂંટણીઃ સુરત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 માન્ય ઉમેદવારો પૈકી આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હોવાનું જાણવા મળે છે. આમ લોકસભા ચૂંટણીના મતદાન પૂર્વે જ ગુજરાતમાં ભાજપની એક બેઠક ઉપર જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ભાજપના ઉમેદવારની બિનહરીફ […]

લોકસભાની સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ભાજપ સામે કરાયો આક્ષેપ

સુરતઃ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. લોકસભા સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે કુંભાણીએ […]

લોકસભાની ચૂંટણીને લીધે રાજકોટ રેન્જમાંથી 228 આરોપીઓને પાસામાં ધકેલાયાઃ 449 તડીપાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થાય ત્યારે ચૂંટણી પંચ દ્વારા પોલીસ તંત્રને અસામાજીક તત્વો સામે કડક પગલા લેવા ખાસ સૂચના આપવામાં આવી હતી. રાજકોટ રેન્જના  આઈજી અશોક યાદવની સૂચનાથી 5 જિલ્લામાં પોલીસે અસામાજીક તત્વો પર એક્શન લીધું છે. જે અંતર્ગત 228 શખ્સોને પાસા હેઠળ ધકેલી દીધા અને 449 શખ્સોને તડીપાર કરી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત […]

વિદ્યાર્થીઓ માટે ખૂશખબર, CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની પરીક્ષા હવે વર્ષમાં ત્રણવાર લેવાશે,

અમદાવાદ:  ચાર્ટડ એકાઉન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે હવે વર્ષમાં ત્રણ વાર સીએ ફાઉન્ડેશન અને ઈન્ટર મીડિયેટની પરીક્ષા ત્રણવાર લેવામાં આવશે. અત્યાર સુધી સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિએટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાતી હતી. જે હવે ત્રણ વાર પરીક્ષા લેવાશે. આ નિર્ણયનો અમલ આગામી મે માસ કરાશે. સીએ ફાઉન્ડેશનના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. વિદ્યાર્થીઓએ ચાર્ટડ એકાઉન્ટ […]

લોકસભાની ચૂંટણીમાં પિન્કબુથ પર મહિલા કર્મચારીઓનો રાત્રી રોકાણ સામે વિરોધ

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મહિલા મતદારો માટે અલગ પિન્ક બુથ કાર્યરત કરવામાં આવતા હોય છે. આવા બુથ પર માત્ર મહિલાઓ જ મતદાન કરી શકે છે. આવા પિન્કબુથ પર તમામ કર્મચારીઓ મહિલાઓ જ હોય છે. જે મહિલા કર્મચારીઓને આવા મતકેન્દ્રો એટલે કે પિન્કબુથ પર ફરજ સોંપવામાં આવી હોય તેવા મહિલા કર્મચારીઓને રાત્રિ રોકાણ મતકેન્દ્રમાં કરવું […]

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ  ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિક સતત વધતો જાય છે. જેમાં ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ-1 પર તો ફ્લાઈટ્સના લેન્ડિગ વધુ હોવાને લીધે પ્રવાસીઓના એકસાથેના ધસારાને પહોંચી વળવા માટે કેટલીક ડોમેસ્ટિક ફ્લાઈટસને ઈન્ટરનેશન એરપોર્ટ ટર્મિનલ-2 પર ઓપરેટ કરવામાં આવી રહી છે. તેથી પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બનાવાશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના […]

અમરનાથ યાત્રા માટે 16 જેટલા તબીબી ટેસ્ટ જરૂરી, હ્રદયરોગના દર્દીઓને યાત્રાએ ન જવા સલાહ

અમદાવાદઃ અમરનાથ યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી અને વિદેશથી પણ યાત્રીઓ બાબા બર્ફાનીના દર્શનાર્થે અમરનાથ જતા હોય છે. અમરનાથ યાત્રા કઠિન પણ છે. કારણ કે બર્ફિલા પવનમાં પદયાત્રા કરીને અમરનાથ ધામ પહોંચાતું હોય છે. એટલે યાત્રા માટે શારીરિક ક્ષમતા હોવી પણ જરૂરી છે. એટલે યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટી ફરજિયાત છે. […]

યાત્રાધામ બહુચરાજીમાં આજથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ, ત્રિ-દિવસીય મેળામાં લોકો ઉમટી પડશે

મહેસાણા: યાત્રાધામ બહુચરાજીમાં આજે તા. 21મીને રવિવારથી ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ થશે. અને ત્રિદિવસીય આ મેળામાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકા ઉમટી પડશે. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકા માટે એસટીની 550 બસ દોડાવવામાં આવશે. બહુચરાજીમાં  ત્રણ જગ્યાએ હંગામી એસટી બસ સ્ટેન્ડ ઊભાં કરવામાં આવ્યા […]

અમદાવાદના કોટ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યા દુર કરવા એએમસી 333 કરોડનો ખર્ચ કરશે

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં દુષિત પાણીની ફરિયાદો ઊઠી છે. વર્ષો જુની પાણીની લાઈનો સડી ગઈ છે. ગટર અને પીવાનું પાણી એક થતું હોવાનું પણ તંત્રના ધ્યાનમાં આવ્યું છે. આથી કોટ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનો બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે 333 કરોડના ટેન્ડરો જારી કરવામાં આવશે પરંતુ હાલ લોકસભાની ચૂંટણીને લીધે આચારસંહિતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code