1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગર સીટ પરથી અમિત શાહે વિજય મુહૂર્તમાં ભર્યુ નામાંકન પત્ર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રહ્યા હાજર

ભવ્ય રોડ શો યોજ્યા બાદ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. 12 વાગ્યેને 39 મિનિટના વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં તેમણે નામાંકન પત્ર ભર્યું છે. ગઈકાલે ગાંધીનગર અને અમદાવાદમાં કાર્યકરો સાથે શક્તિ-પ્રદર્શન કર્યા બાદ જાહેરસભા યોજી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા […]

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]

ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધ થશે તો ગુજરાતનો હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે

ભાવનગરઃ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં છેલ્લા ગણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ ઈઝરાયલ સહિતના દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય […]

મોરબી જિલ્લામાં અકસ્માતના 2 બનાવ, કાર પલટી જતાં બેના મોત, બાઈક અકસ્માતે એકનો ભોગ લીધો

મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ પડધરી રોડ પર બન્યો હતો પૂરફાટ ઝડપે કારે પલટી મારતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતોને બીજો બનાવ વાંકાનેરના માટેલધામ મંદિરે દર્શન કરી પરત ફરતી વેળા ડબલ સવારી બાઈકને ઢુવા નજીક ડમ્પર સાથે અકસ્માત સર્જાયો […]

વાઘોડિયા બેઠકની પેટાચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવએ ઉમેદવારી નોંધાવતા હવે ત્રિપાંખિયો જંગ

વડોદરાઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાય રહી છે. જેમાં વાઘોડિયા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ ઉપરાંત દબંગ ગણાતા પૂર્વ ધરાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા હવે ત્રિપાખિંયો જંગ ખેલાશે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગ ખેલાશે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી […]

પાટણ પાલિકા વીજળી બિલ પણ ભરી શકતી નથી, 3.50 કરોડના બાકી બિલની ચુકવણી માટે લોન લેશે

પાટણઃ નગરપાલિકાનું કરોડો રૂપિયાની વીજબિલ બાકી છે. અને ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા અવાર-નવાર રિમાન્ડર મોકલવામાં આવે છે. નગરપાલિકાના સત્તધીશો દ્વારા બાકી વેરાની વસુલાત માટે ઝૂંબેશ ચલાવીને વીજબિલની બાકી રકમ ભરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વીજબિલની ચડત રકમ રૂપિયા 3.50 કરોડની છે, જો કે 58 લાખ ભરી દેવામાં આવ્યા છે. દર મહિને સરેરાશ વીજબિલ […]

બનાસકાંઠાના થરાદ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળાથી ખેડુતો બન્યા ચિંતિત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સહિત તાલુકાઓમાં એરંડાના પાકમાં રોગચાળો જોવા મળતા ખેડુતો ચિંતિત બન્યા છે. એરંડાના પાકમાં કાતરા ઈયળોના ઉપદ્રવને લીધે ઊભોને ઊભો પાકનો નાશ થઈ રહ્યો છે. દરમિયાન જિલ્લાના કૃષિ વિભાગે ખેડુતોને અપિલ કરી છે. કે, ખેડુતોએ એરંડાના પાકને કાતરા ઈયળોથી બચાવવા માટે ગ્રામસેવક કે ખેતીવાડી વિભાગની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ. […]

ભાવનગરના પીરમબેટનો પર્યટક તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે, પણ સરકારને રસ નથી

ભાવનગરઃ ગુજરાતમાં અન્ય જિલ્લાઓની તુલનાએ ભાવનગર જિલ્લો વિકાસમાં સૌથી પાછળ છે. જિલ્લામાં મોટા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે જિલ્લામાં કેટલાક સ્થળો એવા છે. કે, પર્યટન ક્ષેત્રે વિકાસ કરીને રોજગારીનું નિર્માણ કરી શકાય તેમ છે. ભાવનગરથી નજીક સમુદ્રમાં આવેલા પીરમબેટનો હજુ સુધી વિકાસ થઈ શક્યો નથી. ઘોઘાથી હોડીમાં બેસીને પીરમબેટ સુધી પહોંચી […]

ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો, જહાંજોની સંખ્યામાં ઘટાડો

ભાવનગરઃ જિલ્લાનો અલંગ શીપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે. ડોલર સામે રૂપિયો ગગડતા, તેમજ ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના ભણકારા, યુક્રેન-રશિયા યુધ્ધના છમકલા, પેલેસ્ટાઇન-ઇઝરાયેલ વચ્ચેની તંગ પરિસ્થિતિ, રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓ દ્વારા માલવાહક જહાજો પર કરવામાં આવી રહેલા હુમલા, અપહરણ, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થતાં શીપ બ્રેકિંગ ઉદ્યોગ પર તેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code