1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોને ખોરાક આપવા પ્રતિબંધના બેનરો લાગ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોને ખોરાક આપવા પ્રતિબંધના બેનરો લાગ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા શ્વાનોને ખોરાક આપવા પ્રતિબંધના બેનરો લાગ્યા

0
Social Share

રાજકોટ, 1 જુલાઈ 2026 : Ban on feeding stray dogs on campus સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરા (શ્વાન)ની સંખ્યા વધતી જાય છે. એક અંદાજ મુજબ 100 જેટલા રખડતા શ્વાન છે. યુનિ, દ્વારા  કેમ્પસમાં બોર્ડ મુકીને એવી સુચના આપવામાં આવી છે કે, કેમ્પસમાં રખડતા (નિરાશ્રિત) શ્વાનોને ખોરાક આપવો, ખાદ્ય પદાર્થો મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી અથવા તેમને કોઈપણ રીતે એકત્રિત થવા પ્રોત્સાહિત કરવા પ્રતિબંધિત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને અનુસરતા રખડતા શ્વાનોને કોઈપણ પ્રકારનો ખોરાક આપવાનું પ્રતિબંધિત કરવામાં આવે છે. યુનિ.કેમ્પસમાં લગાવેલા આવા બેનર્સ સામે જીવદયા પ્રેમીઓએ ભારે વિરોધ કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરા (શ્વાન)ની સંખ્યા વધતી જાય છે. એક અંદાજ મુજબ 100 જેટલા રખડતા શ્વાન છે. યુનિના સત્તાધિશોએ રખડતા શ્વાન માટે શેલ્ટર હોમ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખ્યો હતો. પરંતુ મ્યુનિ. દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. બીજીબાજુ યુનિ. દ્વારા કેમ્પસમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે. જેમાં એવી સુચના આપવામાં આવી છે કે, સર્વોચ્ચ અદાલત દ્વારા તા.22 ઓગસ્ટ 2025ના આપવામાં આવેલા ચુકાદા અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા (નિરાશ્રિત) શ્વાનોને ખોરાક આપવો, ખાદ્ય પદાર્થો મૂકવા, પાણીની વ્યવસ્થા કરવી અથવા તેમને કોઈપણ રીતે એકત્રિત થવા પ્રોત્સાહિત કરવું પ્રતિબંધિત કરવામાં આવે છે.

જોકે આ બેનરો લગતા જીવદયા પ્રેમીઓ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રાર સમક્ષ દોડી ગયા હતા અને બેનરો દૂર કરવા માટે માંગ કરી હતી. જોકે કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજાએ આ બેનરો લગાવવા પાછળ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની અમલવારી થઈ હોવાનું જણાવ્યું હતું તો અહીંથી પસાર થતા સિનિયર સિટીઝનો અને સ્ટાફ દ્વારા રખડતા શ્વાન પાછળ દોડતા હોવાની ફરિયાદો મળતા આ કાર્યવાહી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code