1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહેસાણામાં ધો.7ની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત
મહેસાણામાં  ધો.7ની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત

મહેસાણામાં ધો.7ની વિદ્યાર્થિનીનો છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત

0
Social Share

મહેસાણા, 2 જુલાઈ, 2026 : Class 7 student commits suicide by jumping from the sixth floor શહેરના આજે વહેલી સવારે  સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી 7મા ધોરણમાં ભણતી ચાર્મી પરમાર નામની વિદ્યાર્થિનીએ ઝંપલાવીને આપઘાત કરતા ગમગીની વ્યાપી ગઈ હતી. દીન દયાલ આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતુ. મૃતક વિદ્યાર્થિની ઘરેથી ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.

આ બનાવની વિગત એવી છે કે, આજે સવારે 7 વાગ્યાની આસપાસ શહેરના સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાના બિલ્ડિંગના છઠ્ઠા માળેથી 7મા ધોરણમાં ભણતી ચાર્મી પરમાર નામની વિદ્યાર્થિનીએ ઝંપલાવીને આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કિશોરીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

પંડિત દીનદયાલ નગરના સ્થાનિક રહિશોએ જણાવ્યું કે સવારે 7:30ની આજુબાજુ એક દુઃખદ ઘટના બની છે. શિવકૃપા સોસાયટીમાં રહેતી ધોરણ-7માં ભણતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અહીંયા આવીને સુસાઇડનું પગલું ભર્યું છે. જે અમને જાણ થતા સૌએ પોલીસને જાણ કરી. ત્યારબાદ માતા-પિતાને પણ વાયા-વાયા જાણ થઈ અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે પોલીસ અને 108ની ટીમ દ્વારા જે પ્રોસેસ કરવાની થતી હતી એ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code