Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ

ગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ

ગાંધીનગર, 2 જુલાઈ, 2026 : Chain snatched from woman’s neck  શહેરમાં  રાંધેજા રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા એક મહિલાને ટાર્ગેટ કરીને બાઇક સવાર બે ચેઇન સ્નેચરોએ અંદાજે દોઢ તોલાનો બે લાખ રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઈ જતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના પેથાપુર ગામમાં આવેલા રાંદેજા રોડ નજીક બંસી ગ્રીન સિટી-1 સોસાયટીમાં રહેતા રેખાબેન પંકજકુમાર પટેલ નિયમિત રીતે સવારે મોર્નિંગ વોક માટે બહાર નીકળતા હોય છે. ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે તેઓ ઘરેથી ચાલવા માટે નીકળ્યા હતા અને ટાટા ચોકડી તરફ જઈ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સવારના છ વાગ્યાના અરસામાં તેઓ રાંધેજા ચોકડી તરફ જતા રોડ પર પરંપરા પાર્લર નજીક પહોંચ્યા હતા.એ વખતે બાઇક સવાર બે શખ્સો પૈકી એક તેમની પાસે આવ્યો હતો. અને ચાલાકીથી રેખાબેનને વ્રજદાવન સોસાયટીનું સરનામું પૂછવાનું બહાનું કાઢ્યું હતું. રેખાબેને આ બાબતે અજાણતા વ્યક્ત કરીને તેમને ત્યાં એવી કોઈ સોસાયટી નથી તેમ જણાવી ચાલવાનું શરૂ કર્યું હતું. જેથી બાઇક સવાર શખ્સો પૈકીના એક જણે પીછો કરી તકનો લાભ ઉઠાવી રેખાબેનના ગળામાંથી સોનાનો ચેઈન તોડીને પલાયન થતાં રેખાબેને બૂમાબૂમ કરી મૂકી હતી, બાઇકસવાર બન્ને  સ્નેચરો રાંધેજા ચોકડી તરફ પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયા હતા. પોતાની સાથે બનેલી આ ઘટનાને પગલે ભયભીત થયેલા મહિલાએ ઘરે પહોંચીને પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવીની ચકાસણી માટે કવાયત હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular