1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિશાલા હાઈવે પર પીરાણા નજીક ટ્યુશને જતા કિશોરનું ડમ્પરની અડફેટે મોત
વિશાલા હાઈવે પર પીરાણા નજીક ટ્યુશને જતા કિશોરનું ડમ્પરની અડફેટે મોત

વિશાલા હાઈવે પર પીરાણા નજીક ટ્યુશને જતા કિશોરનું ડમ્પરની અડફેટે મોત

0
Social Share

અમદાવાદ, 1 જુલાઈ 2026 : Teenager dies after being hit by dumper શહેરના નારોલ-વિશાલા હાઈવે પર પીરાણ ડમ્પયાર્ડ ચાર રસ્તા નજીક વહેલી સવારે પૂરપાટ ઝડપે આવેલા મ્યુનિના ડમ્પરે ઈલેક્ટ્રિક મોપેડ પર ટ્યુશન માટે જઈ રહેલા કિશોરને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું. ડમ્પરચાલક આ અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી ડમ્પરચાલકની ધરપકડ કરવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વિશાલાથી નારોલ જતા હાઈવે પર પીરાણા ડમ્પયાર્ડ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવેલા મ્યુનિના ડમ્પરે ઈલે.મોપેડને અડફેટે લીધુ હતું. અને મોપેડચાલક 16 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ડમ્પરચાલક આ અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

 આ અકસ્માતના બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ  આજે વહેલી સવારે પીપળજમાં રહેતો 16 વર્ષીય કિશોર તેના ઈલેક્ટ્રિક ટુવ્હીલર પર ટ્યુશન જવા નીકળ્યો હતો. ત્યારે પીરાણા પાસે આવેલી દેવ હોટેલ નજીક ફુલ સ્પીડમાં આવતા એક ડમ્પરચાલકે તેને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સ્થાનિકોએ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો આ અકસ્માત સર્જીને ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા આ ઘટના અંગે જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ફરાર ડમ્પરચાલકની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code