1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં સાંસદ ગનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ
પાલનપુરમાં સાંસદ ગનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

પાલનપુરમાં સાંસદ ગનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ

0
Social Share

પાલનપુર, 1 જુલાઈ 2026 : A meeting of the Disha Committee was held બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સંલગ્ન વિભાગો દ્વારા થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

દિશા કમિટીની બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો અને તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. જિલ્લાના અધિકારીઓએ સાંસદ સમક્ષ તેમની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી.  સમીક્ષા કરાયેલી મુખ્ય યોજનાઓમાં સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાનો સમાવેશ થાય છે.

 આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાલનપુર હેઠળની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ICDS, માર્ગ અને મકાન (રાજ્ય), ઈ-ગ્રામ યોજના, સર્વ શિક્ષા અભિયાન અને ખેતીવાડી વિભાગ સહિતના અન્ય વિભાગોએ પણ તેમની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. સાંસદે આ તકે જરૂરી સૂચનો કર્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code