ભરૂચ, 21 ઓક્ટોબર 2026: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રવાસના દ્વિતીય દિવસે વેહલી સવારે બોરભાઠા ગામના નિવાસી રવિભાઈ વસાવાના ગૃહે આત્મીય મુલાકાત લીધી હતી. રાજ્યપાલે વસાવા પરિવારના આંગણે સ્નેહપૂર્વક અલ્પાહાર કરી પરિવારના સભ્યો સાથે હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો.
ગામીણ વિસ્તારના પ્રવાસ દરમિયાન યોજાયેલી આ ભાવસભર મુલાકાત વેળાએ રાજ્યપાલે રવિભાઈ વસાવા અને તેમના પરિવારજનોના ક્ષેમકુશળ પૂછી ઘરના સભ્યો સાથે સહજતાથી વાર્તાલાપ કર્યો હતો. માનનીય રાજ્યપાલના સરળ અને સાદગીપૂર્ણ વ્યવહારથી વસાવા પરિવારમાં અત્યંત આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.
આ આત્મીય ક્ષણ દરમિયાન માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રવિભાઈ વસાવા અને તેમના પરિવારને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધારવા માટે સ્નેહભર્યું અને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. વસાવા પરિવારે પણ રાજ્યપાલના આગમન અને નિમંત્રણ બદલ સદ્ભાવનાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


