1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર

દિવાળી અને છઠ્ઠના પર્વમાં બિહાર ગયેલા શ્રમિકો હજુ પરત ફર્યા નથી, શ્રમિકોને પરત બોલાવવા ટિકિટ ભાડા પણ મોકલાઈ રહ્યા છે, ટેક્સટાઈલમાં 30%થી વધુ કામદારોની અછત, સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને લીધે બિહારના અનેક શ્રમિકો પોતાના માદરે વતન […]

અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ, અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના […]

મહિલાને સ્વપ્ન આવ્યા બાદ ઊંઘમાંથી સફાળી જાગીને તેના બે બાળકની હત્યા કરી

નવસારીના બીલીમોરાના દેવરસ ગામે બન્યો બનાવ, રાત્રે મહિલાને સ્વપ્ન આવ્યા બાદ મહિલાઓ રૌદ્રરૂપ ધારણ કર્યુ, પોલીસે મકાનનો દરવાજો તોડીને આત્મહત્યા કરે તે પહેલા મહિલાને પકડી લીધી નવસારીઃ જિલ્લાના બીલીમોરામાં ભરઊંઘમાં એક મહિલાને સ્વપ્નમાં કોઈ આદેશ થતાં સફાળી જાગેલી મહિલાએ તેના જ બે માસુમ બાળકોની ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના સસરાને પણ મારવાનો પ્રયાસ […]

પ્રાકૃતિક ખેતી માનવ જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારી કૃષિ સંસ્કૃતિ સમાન છેઃ રાજ્યપાલ

રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ, પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા કૃષિ મંત્રીની હિમાયત, પ્રાકૃતિક કૃષિ અન્વયે કામગીરીની વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ   ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ […]

ગુજરાતઃ વિધાનસભા ખાતે પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની ૧૩૬મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને આજે વિધાનસભાના સચિવ સી.બી.પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તા. 14મી નવેમ્બર, 1889ના રોજ અલ્લાહાબાદ […]

બાબરી ધ્વંસ બાદ મુઝાયેલા હિન્દુ સમાજને સંઘનું માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું હતું: અતુલ લિમયે

બાળાસાહેબ દેવરસ અને રજ્જુભૈયાના સરસંઘચાલક તરીકેના કાર્યકાળમાં ભારત અનેક પ્રકારની ઘટનાઓમાંથી પસાર થઈ રહ્યું હતું સંઘ શતાબ્દિ નિમિત્તે યોજાઈ રહેલી વ્યાખ્યાનમળાના ત્રીજા દિવસે ગુરુવારે કવિ તુષાર શુક્લ, મંત્રી રિવાબા જાડેજા ઉપરાંત વિવિધ યુનિવર્સિટના વાઈસ ચાન્સેલરોની નોંધપાત્ર હાજરી અમદાવાદ, 14 નવેમ્બર, 2025: 100 Years of RSS ડિસેમ્બર 1992માં બાબરી ધ્વંસ થયો ત્યારબાદ હિન્દુ સમાજ મુઝવણમાં હતો […]

ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” તરીકે માન્યતા આપી

ગાંધીનગરઃ ભારત સરકારે અંબાજી વિસ્તારના માર્બલને “ભૌગોલિક સંકેત” (Geographical Indication – GI Tag) તરીકે માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે.GI ટેગ મળવાથી ‘અંબાજી માર્બલ’નું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે. આ નોંધણી Ambaji […]

અસરગ્રસ્ત ખેડૂતો કાલે 14મી નવેમ્બરથી 15 દિવસ સુધી સહાય માટે ઓનલાઈન અરજી કરી શકશે

251તાલુકાના 16500થી વધુ ગામોનો નુકસાની સર્વે કરાયો છે, ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપીંગ કરાશે, મળવાપાત્ર સહાયPFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે, https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે  ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત […]

અમદાવાદના નવરંગપુરામાં બંગલામાં 14 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, બેની ધરપકડ

પોલીસે ચોરને પકડવા માટે 300 સીસીટીવી કૂટેજ તપાસ્યા, બંગલામાં લગાવેલા સીસીટીવી કૂટેજમાં ચોર દેખાયા જ નહી, તસ્કરોને વસ્ત્રાપુરમાં પણ ચોરી કરી હતી અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં કમલા સોસાયટીના બંગલામાં થયેલી 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના આ ગુનામાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. […]

ગુજરાતમાં બે ઋતુ, સવારે ઠંડી અને બપોરે ગરમી, શરદી-ઉધરસ અને તાવના કેસમાં વધારો

આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા, બેઋતુને લીધે વાયરલના કેસમાં થયો વધારો, સવાર અને બપોરના તાપમાન વચ્ચે 17થી 18 ડિગ્રીનો તફાવત અમદાવાદઃ રાજ્યમાં હાલ લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. મોડી રાતથી સવાર સુધી ઠંડી અને બપોરે ગરમી એમ લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે. બે ઋતુને કારણે વાયરલ બિમારીમાં વધારો થઈ રહ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code