1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

થાપણો અને પેન્શનની રકમ પરત મેળવવા ગુજરાતના 6 જિલ્લામાં શિબિરોનું આયોજન

14 નવેમ્બરને શુક્રવારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં કાર્યક્રમ યોજાશે ગાંધીનગર, 12 નવેમ્બર, 2025: recovery of deposits and pension amount રાજ્યમાં વિવિધ બેંકોમાં જમા હોય એવી અને દાવો ન કરાયેલી થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પરત મેળવવા માટે ચોથા તબક્કામાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા મહિના પહેલા આ અંગેના રાષ્ટ્રવ્યાપી […]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શતાબ્દીની ગૌરવશાળી સફર એટલે રાષ્ટ્રસેવાનો મહાયજ્ઞઃ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

સંઘ એટલે માર્ગદર્શન, સંઘ એટલે સમાજનું સંગઠનઃ ડૉ. કૃષ્ણગોપાલજી RSS ની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે ચાર દિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન અમદાવાદ, 12 નવેમ્બર, 2025: RSS 100 years celebration દેશ જ્યારે સદીઓથી ગુલામીની ઝંઝીરોમાં કેદ હતો, દેશવાસીઓ લઘુતાની ભાવનાના શિકાર બની રહ્યા હતા, ત્યારે ડૉ. હેડગેવારજીએ 1925 માં દેશની […]

દિલ્હી બ્લાસ્ટના પગલે સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં સુરક્ષા વધારાઈ, પોલીસનું સઘન ચેકીંગ

વડોદરાઃ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં સુરક્ષાની દૃષ્ટિએ મંદિર પરિસરમાં ખાસ તપાસ કરવામાં આવી હતી. આ સઘન સુરક્ષા તપાસ DYSP વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે […]

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેન્ગના નેટવર્કનો પડદાફાશ, નાઈજિરિયન સહિત 6 શખસોની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર માફિયાઓને દબોચી લીધા, હોમિયોપેથિક દવાના વેપારના બહાને રૂ.32 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી, યુપી, બિહાર અને નોપાળમાં ફેક લોકોના નામે બેન્કમાં ખાતા ખોલવામાં આવ્યા હતા અમદાવાદઃ ગુજરાતમાં અવનવી તરકીબો અપનાવીને સાયબર ફ્રોડના ગુનાઓ વધતા જાય છે. ત્યારે શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પડદાફાશ કરીને એક નાઈજિરિયન નાગરિક […]

કપડવંજ નજીક પીકઅપ વાન પલટી ખાતા 2 શ્રમિકોના મોત, 15ને ઈજા

કપડવંજના આલમપુરા નજીક સર્જાયો અકસ્માત, શ્રમિકોને લઈ જતી પીકઅપ વાનના ચાલકે બ્રેક મારતા વાને પલટી ખાધી, તમામ ઈજાગ્રસ્તોને કપડવંજ હોસ્પિટલ ખસેડાયા નડિયાદઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કપડવંજ નજીક આલમપુર પાસે હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. મજૂરોને લઈ જતી એક પીકઅપ વાનના ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં વાહન પરથી કાબૂ […]

બીલીમારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે ફાયરિંગ, ચારને દબોચી લેવાયા

હોટલમાં રેડ દરમિયાન SMC અને બિશ્નોઈ ગેન્ગ વચ્ચે થયુ ઘર્ષણ, પોલીસે સ્વબચાવમાં એક આરોપીને પગમાં ગોળી મારી, આરોપીઓએ સામે ફાયરિંગ કર્યું નવસારીઃ જિલ્લાના બીલીમોરાની એક હોટલમાં હથિયારોની આપ-લે કરવા માટે બિશ્નોઈ ગેન્ગના સાગરિતો રોકાયા હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ને બાતમી મળતા SMCની ટીમ હોટલ પર પહોંચી હતી. જ્યાં હોટલમાં રોકાયેલા બે આરોપીઓને ઝડપીને પુછપરછ કરતા અન્ય […]

ગુજરાતમાં 50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે કાર્યરત

ગુજરાતમાં 17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ અને 3.90 કરોડ ફોર્મનું વિતરણ કરાયુ, મતદારોના મેપિંગમાં રાજ્યભરનાBLOની પ્રશંસનીય કામગીરી, નવા મતદારોને નામ ઉમેરવા માટે કરવી પડતી પ્રક્રિયાથી માહિતગાર કરાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 : જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભનો ગુરુવારથી પ્રારંભ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025’ યોજાશે અમદાવાદ, 11 નવેમ્બર 2025: Ahmedabad International Book Festival 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન […]

ગુજરાતમાં મગફળીનો મબલખ પાક છતાંયે સિંગતેલના ભાવમાં થયો વધારો

મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ, તેલમિલરો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી મગફળી ન મળવાના બહાને ભાવમાં કર્યો વધારો, સિંગતેલના 15 કિલોના ડબાનો ભાવ વધીને 2460થી 2510 રૂપિયા સુધી પહોંચી ગયો રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન પાક થવાનો અંદાજ છે અને મગફળીની નવી સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ, […]

બાબરા અને લીલીયા નજીક અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત 2ના મોત

બાબરા નજીક બોલેરો પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનું મોત, લીલીયા નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત, પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી અમરેલીઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં એક મહિલા સહિત બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code