1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારથી UG સેમેસ્ટર-5 અને PG સેમેસ્ટર -3ની પરીક્ષા લેવાશે

115 કેન્દ્રો પરથી સ્નાતક સેમેસ્ટર-5ની પરીક્ષાઓ લેવાશે, અનુસ્નાતક સેમેસ્ટર-3ની પરીક્ષા 50 હજીરથી વધુ વિદ્યાર્થીઓ આપશે, પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા 89 ઓબ્ઝર્વર ફરજ બજાવશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 11મી નવેમ્બરને મંગળવારથી સ્નાતક કક્ષાના સેમેસ્ટર- 5 અને અનુસ્નાતકના સેમેસ્ટર- 3ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થશે. સ્નાતકના સેમેસ્ટર 5ની પરીક્ષા 115 કેન્દ્રો પરથી લેવાશે, જ્યારે અનુસ્નાતક સેમેસ્ટર-3ના 50,228 […]

જૂનાગઢના ગિરનારમાં રિલ બનાવવા 6 યુવાનોએ પગથિયા ચડવાને બદલે જોખમી ટ્રેકિંગ કર્યુ

ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડીને રિલ બનાવી, વન વિભાગે યુવાનોને 10 હજારનો દંડ ફટકાર્યો, થોડા દિવસ પહેલા જ એક યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો, જૂનાગઢઃ યુવાનોમાં સોશિયલ મીડિયામાં રિલ મુકવાનો ક્રેઝ વધતો જાય છે. અને યુવાનો ક્યારેક રિલ મુકવાના મોહમાં જોખમી હરકતો કરી દેતા હોય છે. ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ […]

વડોદરા એમ એસ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સામારોહ યોજાયો

M S યુનિમા 74માં પદવીદાન સમારોહમાં 354 વિદ્યાર્થીઓને સૂવર્ણપદકો અપાયા, જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે, રાજ્યપાલ શિક્ષણનો વ્યાપ વધે જેથી વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકાય છે: શિક્ષણ મંત્રી  વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના […]

ગુજરાત ATSએ પકડેલા 3 આતંકવાદીઓને કેમિકલથી હુમલો કરવાનો પ્લાન હતો

આતંકીઓએ હુમલા માટે રાઈઝિન નામનું ઝેર બનાવ્યુ હતું, રાજસ્થાનથી હથિયારો મેળવીને કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, ત્રણેય આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 40 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું  અમદાવાદઃ ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણ આતંકીવાદીઓને  ઝડપી પાડ્યા છે. આતંકીઓ કોઈ હુમલો કરે તે પહેલા એટીએસએ દબોચી […]

ભરૂચના આમોદ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બેના મોત

વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક આવેલા માતર ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વેની રોડ સાઈડની રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરની ટક્કર વાગવાથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. દુર્ઘટનાના […]

ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે. વિદ્યાર્થીઓ GUJCETની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ […]

દેશમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, ગુજરાત ATS એ ISIS ના 3 આતંકવાદીઓની ધરપકડ કરી

ગાંઘીનગર: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પોલીસે ગાંધીનગરના અડાલજથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્રણેય શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISIS સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.’ ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ને અડાલજમાં આતંકવાદી કાવતરું હોવાની માહિતી મળી હતી. ગુપ્ત માહિતીના આધારે, ATS […]

ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં ચાલી રહેલા SIRની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં […]

ગુજરાતમાં ઠંડીનું આગમન: અમદાવાદમાં સીઝનમાં પહેલીવાર 17 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદે વિદાય લીધી છે અને હવે શિયાળાની ઋતુ સત્તાવાર રીતે શરુ થઇ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં ઠંડકનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. […]

એસજી હાઇવે પર ટ્રક સાથે કાર અથડાતાં એક યુવાનનું મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક રોડ પર ઊભેલી ટ્રક સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code