1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં ચાલી રહેલા SIRની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં […]

ગુજરાતમાં ઠંડીનું આગમન: અમદાવાદમાં સીઝનમાં પહેલીવાર 17 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદે વિદાય લીધી છે અને હવે શિયાળાની ઋતુ સત્તાવાર રીતે શરુ થઇ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં ઠંડકનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. […]

એસજી હાઇવે પર ટ્રક સાથે કાર અથડાતાં એક યુવાનનું મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત

અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક રોડ પર ઊભેલી ટ્રક સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક […]

ગુજરાતમાં માવઠાને લીધે કૃષિપાકને થયેલા નુકસાન માટે 10 હજાર કરોડના વળતરની જાહેરાત

CM ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી આપી માહિતી, માવઠાને લીધે મગફળી, કપાસ સહિતના પાકને સારૂએવુ નુકસાન થયુ હતુ, ખેડૂતોને ત્વરિત સહાય મળે તે માટે વ્યવસ્થા ગોઠવાશે ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ હતું. આથી ખેડૂતોમાં વળતરની માગ ઊઠતા રાજ્ય સરકારે એક સપ્તાહમાં સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. સરકારને […]

પાકિસ્તાન મરીને આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ઓખાની બોટ સહિત 8 માછીમારોનું અપહરણ કર્યુ

પોરબંદર નજીક દરિયામાં માછીમારી કરી રહેલા 8 માછીમારોનુ અપહરણ, 8 માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની, પોરબંદરઃ દરિયામાં ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલા 8 ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન એજન્સી અપહરણ કરી ગઈ છે. ઓખા પોર્ટની એક ફિશિંગ બોટનું તેના 8 ક્રૂ મેમ્બર્સ સાથે અપહરણ કરી લેવામાં […]

વેરાવળના બીચ પર પ્રિ-વેડિંગ ફોટોશુટ દરમિયાન 5 લોકો દરિયામાં તણાયા, યુવતી લાપત્તા

વેરાવળના આદરી બીચ પર દૂર્ઘટના બની, સમુદ્રમાં ઊંચી લહેરો યુવતી સહિત પાંચેય યુવાનોને ખેંચી ગઈ, ચાર યુવાનોને બચાવી લેવાયા વેરાવળઃ અરબી સમુદ્રમાં ડિપ્રેશન શમી ગયા બાદ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર આજે બપોરે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે આવેલા યુવતી સહિત પાંચ યુવાનો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા. […]

ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સરનો ખતરો વધ્યો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ રાજ્યપાલએ 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને ગુજરાતમાં કેન્સરના વધતા આંકડાઓ રજૂ કર્યા.ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે માહિતી આપી કે ગુજરાતમાં દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે.2020માં 70,000 કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે.પીએમ જન આયુષ્માન […]

ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો ધ્વનિ છેઃ CM રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રેરણા ગીત છે, સૌના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે, 140 કરોડ ભારતવાસીઓમાં આ ઊજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે. ગાંધીનગરઃ વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ ખરીફ પાકનું ખેડૂતોએ 147 કરોડનું વેચાણ કર્યુ

યાર્ડમાં લાભપાંચમ પછી માવઠાંની સ્થિતિમાં પણ આવક ચાલુ રહી, યાર્ડમાં અનાજ, તેલિબિયા, કઠોળ સહિત જણસીનું રૂ. 99 કરોડના ભાવથી વેચાણ થયું, યાર્ડમાં 25 કરોડની મગફળી, 24 કરોડનો કપાસ અને 80 કરોડના મગ, અડદના સોદા થયા રાજકોટઃ સૌરાષ્ટ્રના આગવી હરોળના ગણાતા રાજકોટના બેડી યાર્ડમાં ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. લાભપાંચમના શુભ મૂહૂર્ત બાદ યાર્ડમાં […]

બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે અંબાજીથી જનજાતિય ગૌરવ યાત્રાનો CMએ કરાવ્યો શુભારંભ

ગૌરવ યાત્રા સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, અંબાજી ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ પર આ ભવ્ય કાર્યક્રમ યોજાયો, CMને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં આદિવાસી આગેવાનોની અટકાયત અંબાજીઃ  ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી અને ‘જનજાતિય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેથી મહત્ત્વપૂર્ણ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code