1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદના SG હાઈવે પર દબાણ હટાવવા ગયેલી AMCની ટીમ અને લારીગલ્લાવાળા વચ્ચે ઘર્ષણ

SG હાઈવે પર સેટેલાઈટ મોલ સામે દબાણ હટાવાતા થઈ માથાકૂટ, લારી-ગલ્લાવાળાઓએ માલ-સામાન પરત આપવાનું કહીને બબાલ કરી, બે શ્રમિકાનો સામાન્ય ઈજા, ત્રણની ધરપકડ અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર સેટેલાઈટ મોલની સામે એએમસીના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લાવાળા તથા મ્યુનિની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક મજૂરને […]

સુરતમાં તાપી નદીમાં પાણીની સપાટી ન ઘટતા કાઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ

ઉકાઈ ડેમમાંથી સમયાંતરે છોડવામાં આવતું પાણી, ઉકાઈ ડેમ છલોછલ ભરાયા બાદ જેટલી આવક છે તેટલું પાણી છોડી દેવામાં આવે છે, સિંગણપોર અને રાંદેરને જોડતો કોઝ વે છેલ્લા ચાર મહિનાથી ઓવર ફ્લો થઈ રહ્યો છે, સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં વરસાદને લીધે સોમાસાની સીઝન દરમિયાન અને ત્યારબાદ તાપી નદી છલોછલ બેકાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમમાંથી સમયાંતરે […]

જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલાયા

વિશ્વનાં સૌથી મોટાં પ્રાણી બચાવ- પુનર્વસન કેન્દ્રમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો, વનતારામાં આફ્રિકન અને એશિયાટિક મળી 180થી વધુ સિંહ, 150થી વધુ વાઘનો વસવાટ, અનેક પ્રાણીઓને ભારત અને વિદેશમાંથી બચાવીને વનતારામાં લાવવામાં આવ્યા છે, જૂનાગઢઃ શહેરના સક્કરબાગથી 20 સિંહોને જામનગરના વનતારામાં મોકલવામાં આવ્યા છે. સરકારના વિવિધ સ્તરેથી મંજૂરી બાદ ખાસ વાહન મારફતે જૂનાગઢનાં સક્કરબાગ ઝૂમાંથી 20 […]

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

ઓક્ટોબર મહિનામાં ઓપીડીમાં થયો બમણો વધારો, ઝાડા-ઊલટીના 416 કેસ અને શરદી-ઉધરસના 3105 કેસ નોંધાયા, તંત્ર દ્વારા મુખ્ય રસ્તાઓ, સરકારી કચેરીઓ આસપાસના વિસ્તારમાં દવાનો છંટકાવ સુરેન્દ્રનગરઃ વરસાદી વાતાવરણને લીધે શહેર અને જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગત ઓક્ટોબર મહિનામાં 1,37,308 ઓપીડી કેસ નોંધાયા હતાય જેમાં ઝાડા- ઊલટીના 546, શરદી ઉધરસના 3602, ટાઇફોડના 2 કેસ […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મ્સથી વાહનચાલકો પરેશાન થયા

હાઈવે પર ધૂમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો અટવાયા, હાઈવે ઓથોરિટીએ વાહનો ધીમી ગતિએ ચલાવવા તાકીદ કરી, બે કલાક બાદ સૂર્ય નારાયણના દર્શન થતાં ધૂમ્મસ દૂર થયો અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયા બાદ હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળ્યુ હતુ.  વડોદરા-અમદાવાદ […]

જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂનાનકની 556મી જન્મ જ્યંતી હર્ષોલ્લાસથી ઊજવાઈ

ગુરૂદ્વારાથી વહેલી સવારે પ્રભાતફેરીમાં અનેક લોકો જોડાયા, ગુરૂદ્વારામાં શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહાપ્રસાદ)નું પણ આયોજન કરાયુ, ગુરુસિંઘ સભામાં સેહજ પાઠની સમાપ્તિ જામનગરઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે ગુરૂ નાનકની 556મી જન્મ જ્યંતિની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી.  પરોઢિયે પ્રારંભે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો […]

યાત્રાધામ અંબાજીમાં આજે દેવ દિવાળીએ ભાવિકો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારાયું, મંગળા આરતી માટે વહેલી પરોઢે 4 વાગ્યાથી ભાવિકોની લાઈનો લાગી, પૂનમના દિવસે અંબાજી માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે, અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે દેવ દિવાળીના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં જોડાવા માટે ભક્તો […]

જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવભારતી જંગલમાંથી મળ્યા

પોલીસ જવાનો, વન કર્મચારીઓ અને સેવકો સહિત 300 લોકો શોધખળમાં લાગ્યા હતા, 80 કલાક બાદ ઈટવા ઘોડી જંગલમાંથી મહાદેવભારતી મળી આવ્યા, મહંતને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા, જૂનાગઢઃ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મહાદેવભારતી […]

BLOની કામગીરીમાં શિક્ષકોને અપાયેલા વોરંટ રદ નહીં થાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે

શિક્ષકોની સામે વોરંટ ઇશ્યુ કરાતા શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો, પ્રાથમિક શિક્ષકોના બન્ને સંઘોએ વોરંટ પ્રથાને રદ કરવાની માગ કરી, BLOની કામગીરી શિક્ષકો સહિત અન્ય 12 કેડરોને સમાન ધોરણે સોંપવા માગણી અમદાવાદઃ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી […]

રાજકોટના માધાપર ચોકડી નજીક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા યુવાનનું મોત

ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ, હડાળા ગામનો યુવાન રિક્ષા લઈને રાજકોટ રહેતા દાદીને મળવા આવ્યો હતો, પોલીસે અજાણ્યા વહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી રાજકોટઃ શહેરના બેડી ચોક પાસે માધાપર ચોકડી તરફ જતા રોડ પર રાતે કોઈ અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. દરમિયાન મોડી રાત્રિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code