1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાને ભારતના અનેક શહેરોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલથી હુમલાનો કર્યો પ્રયાસ

નવી દિલ્હીઃ પાકિસ્તાને મોડી રાતે ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ UAS ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. […]

પાકિસ્તાન ઉપર ભારતની એરસ્ટ્રાઈકલની PSLને અસર, વિદેશી ખેલાડીઓએ પરત જવાની કરી માંગણી

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. એક પછી એક 9 હવાઈ હુમલાઓથી પાકિસ્તાન એટલું ડરી ગયું છે કે હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન સુપર લીગ બંધ થવા જઈ રહી છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ બુધવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ છતાં, પાકિસ્તાન સુપર […]

ઓપરેશન સિંદૂર: પાકિસ્તાને ચાઇનીઝ મિસાઇલ છોડી, પંજાબમાંથી મળ્યો કાટમાળ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે, પાડોશી દેશે વધુ એક દુસાહસ કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે ભારતીય સરહદમાં ચીની બનાવટની મિસાઇલ છોડી હતી. આ મિસાઇલનો કાટમાળ પંજાબ પ્રાંતના હોશિયારપુર જિલ્લાના દસુહા ગામમાં મળી આવ્યો હતો. આ મિસાઇલનો કાટમાળ એક ઘરના આંગણામાં પડ્યો હતો. આ ઘટના બાદ ગ્રામજનોમાં થોડા સમય માટે ગભરાટ […]

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં શ્રેણીબદ્ધ બોમ્મ બ્લાસ્ટ, લોકોમાં ભય

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, લાહોરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયાનું જાણવા મળે છે. લાહોરમાં એક પછી એક અનેક વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટ કોણે કર્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. આ આતંકવાદી પ્રવૃત્તિ પણ હોઈ શકે છે. જોકે, આ વાત તપાસ બાદ જ સ્પષ્ટ થશે. લાહોરના વોલ્ટન એરપોર્ટ વિસ્તારમાં એક […]

પહેલગામ હુમલાની તપાસને લઈને NIAએ પ્રવાસીઓને અને જનતા કરી ખાસ અપીલ

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને એનઆઈએની ટીમ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. એનઆઈએની તપાસમાં સમગ્ર પ્રકરણમાં પાકિસ્તાનનું કનેકશન પણ સામે આવ્યું છે. દરમિયાન એનઆઈએએ આ હુમલાની તપાસને લઈને જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસ અર્થે ગયેલા પ્રવાસીઓ અને દેશની જનતાને અપીલ કરીને જો તેમની પાસે આતંકવાદી હુમલા સંબંધિત ફોટોગ્રાફ, વીડિયો અને કોઈ પણ માહિલી હોય […]

સર્વપક્ષીય બેઠક પૂર્ણ: સરકારે શાસક અને વિપક્ષી પક્ષોના નેતાઓને ‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ મોદી સરકારે સર્વપક્ષીય બેઠકમાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે તમામ પક્ષોના નેતાઓને માહિતી આપી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે છેલ્લા પખવાડિયામાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને વિપક્ષી નેતાઓની આ બીજી બેઠક છે. બેઠકમાં સરકારનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, […]

ભારત-પાકિસ્તાન તણાવ: સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, એસ જયશંકર સાથે ચર્ચા કરી

નવી દિલ્હી: સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલજુબેર ભારતની અણધારી મુલાકાતે આવ્યાં છે અને ગુરુવારે તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઘટાડવા પર ચર્ચા કરી હતી. અલજુબેરની નવી દિલ્હી મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી […]

ઓપરેશન સિંદૂરનો બદલો લેવા પાકિસ્તાનના આતંકવાદી સંગઠને આપી ધમકી

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂર પછી, અલ-કાયદાની ભારતીય ઉપખંડ શાખા (AQIS) એ એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “6 મે, 2025ની રાત્રે, ભારતની ‘ભગવા સરકારે’ પાકિસ્તાનમાં છ સ્થળોએ હુમલો કર્યો હતો. મસ્જિદો અને વસાહતોને ખાસ નિશાન બનાવવામાં આવી હતી. […]

સરહદ ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની ચોકીઓ નષ્ટ કરી

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે, તેમજ પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં ભારતે ઓપરેશન સિંદુર હાથ ધરીને નવ સ્થળો ઉપર આતંકવાદી અડ્ડા ઉપર હુમલો કરીને નાશ કર્યા બાદ પાકિસ્તાને સરહદ ઉપર મોટા હથિયારો વડે હુમલા શરૂ કર્યાં […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 83.08 ટકા, બનાસકાંઠા જિલ્લો મોખરે

ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું વધુ પરિણામ ખેડા જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન લેવાયેલી ધોરણ 10નું પરિણામ રકોર્ડબ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષની તુલનાએ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56% જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code