1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મની લોન્ડરિંગ કેસમાં EDએ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ મોકલી

હૈદરાબાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત રિયલ એસ્ટેટ છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં તેલુગુ અભિનેતા મહેશ બાબુને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મહેશ બાબુ (ઉ.વ 49) ને 28 એપ્રિલે ફેડરલ તપાસ એજન્સીના કાર્યાલયમાં હાજર રહેવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધાવવા માટે કહેવામાં […]

ઉત્તરપ્રદેશમાં 22 આઈએએસ અધિકારીઓની સગમટે બદલી, કૌશલ રાજ શર્મા બન્યાં મુખ્યમંત્રીના સચિવ

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે 11 જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત 33 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી કરી હોવાનું જણાવ્યું હતું. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, વારાણસી, આઝમગઢ, ઝાંસી, મહોબા, આંબેડકરનગર, ગાઝીપુર, કુશીનગર, બરેલી, હાપુડ, સંત કબીર નગરના જિલ્લા મેજિસ્ટ્રેટની બદલી કરવામાં આવી છે જ્યારે વારાણસીના ડિવિઝનલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે. પરિવહન, સમાજ કલ્યાણ અને […]

પંજાબ: હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ, એકની ધરપકડ

અમૃતસરઃ પંજાબ પોલીસે કાઉન્ટર ઇન્ટેલિજન્સ અમૃતસે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સુધી ફેલાયેલા ગેરકાયદેસર શસ્ત્રોની દાણચોરીના મોડ્યુલનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે અને હથિયારો સાથે એક દાણચોરની ધરપકડ કરી છે. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે પોલીસે ગુરવિંદર સિંહ ઉર્ફે ગુરીની લુધિયાણાથી ધરપકડ કરી છે અને તેના કબજામાંથી પાંચ પિસ્તોલ જપ્ત કરી છે. તે ગુરલાલ સિંહ […]

IPL : લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ […]

વેન્સ પરિવારે માણી રાજસ્થાનની લોકસંસ્કૃતિ, આમેર કિલ્લો અને હવા મહેલની મુલાકાત લીધી

જયપુરઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ સોમવારે રાત્રે જયપુર પહોંચ્યા હતા અને રામબાગ પેલેસમાં રોકાયા હતા. મંગળવારે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો જોવા ગયા હતા. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપપ્રમુખની […]

છત્તીસગઢ નવા ફોજદારી કાયદાઓ ટૂંક સમયમાં લાગુ કરીને એક આદર્શ રાજ્ય બનવું જોઈએઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈ સાથે રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. આ ચર્ચામાં પોલીસ, જેલો, અદાલતો, કાર્યવાહી અને ફોરેન્સિક સેવાઓ સાથે સંબંધિત મુખ્ય જોગવાઈઓની પ્રગતિ અને વર્તમાન સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. […]

ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જેણે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ઊંડાણ અને ગતિ મેળવી છે. સાથે મળીને, અમે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા […]

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પરિવાર સાથે અક્ષરધામ મંદિરની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સોમવારે તેમના પરિવાર સાથે ભારતની મુલાકાતે દિલ્હી પહોંચ્યા. મુલાકાતના પહેલા દિવસે તેમણે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી. તેમની સાથે તેમની પત્ની અને ત્રણ બાળકો – ઇવાન, વિવેક અને મીરાબેલ પણ હતા. વાન્સ પરિવારે મંદિરની ભવ્યતા, કલા અને સુંદર સ્થાપત્યની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મંદિરમાં તેમને ભારતની ઊંડી […]

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે […]

રામબન ભૂસ્ખલન: જમ્મુ-શ્રીનગર હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે

નવી દિલ્હીઃ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે મંગળવારે બંધ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયરોનું કહેવું છે કે, હાઇવેને 22 જગ્યાએ નુકસાન થયું છે અને સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. લગભગ 4 થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code