1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ 79,000 ને પાર અને નિફ્ટી 24,000 ને પાર

મુંબઈ : HDFC બેંક અને ICICI બેંક દ્વારા નફાની જાહેરાતો બાદ ખરીદી અને વિદેશી ભંડોળના સતત પ્રવાહ વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં મુખ્ય ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં 30 શેરોવાળા BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 599.66 પોઈન્ટ ઉછળીને 79,152.86 પોઈન્ટ પર પહોંચી ગયો. NSE નિફ્ટી ૧૫૨.૫૫ પોઈન્ટ વધીને ૨૪,૦૦૪.૨૦ પર પહોંચ્યો હતો. […]

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેંસ 4 દિવસની ભારતની મુલાકાતે

નવી દિલ્હીઃ અમેરિકાના ઉપપ્રમુખ જેમ્સ ડેવિડ (જેડી) વેંસ આજે સવારે ચાર -દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ઉપપ્રમુખ જેડી વેંસ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ તીવ્ર બનાવવાની ચર્ચા કરવામાં આવી શકે છે. અમેરિકાના ઉપપ્રમુખ તેમના પ્રતિનિધિ મંડળની સાથે દિલ્હીના અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે, સાથે જ […]

ઉત્તરાખંડઃ ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં યમુનોત્રી અને ગંગોત્રી ધામ 30 એપ્રિલના રોજ ખુલશે. જ્યારે શ્રી કેદારનાથ ધામના કપાટ 2 મેના રોજ અને શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખુલશે.વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, સરકાર સલામત અને સરળ યાત્રા […]

સ્વસ્થ રહેવા માટે એક કલાકનું સાયકલીંગ જરૂરી છે: કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા

રાજકોટઃ કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ભાયાવદરમાં આયોજિત ‘સન્ડે ઓન સાયકલ‘ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્બોધન કરતાં ડો માંડવિયાએ કહ્યું હતું કે, લોકોને સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજનું એક કલાકનું સાયકલીંગ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંકલ્પના મુજબ ફિટ ઈન્ડિયા માટે, મેદસ્વીપણાથી બચવા માટે તેમના જણાવ્યા મુજબ […]

“જ્ઞાન એ શક્તિ છે, અને વિદ્યાર્થીઓએ તેને પ્રાપ્ત કરવી જ જોઇએ”: સર્વાનંદ સોનોવાલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે વિદ્યાર્થીઓ માટે નવા વિચારો અને નવીન વિચારસરણીનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. સોનોવાલે કહ્યું હતું કે જ્ઞાનની શક્તિ સાથે યુવા શક્તિ કેવી રીતે વિકસિત ભારતની દ્રષ્ટિને સાકાર કરવા માટે ચાવીરૂપ છે. સોનોવાલ શ્રીરામ અકાદમી પાઠશાળાના 20માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓને  સંબોધન કરી રહ્યા હતા […]

સંયુક્ત પ્રયાસોથી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા મજબૂત થશેઃ શિવરાજસિંહ ચૌહાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમની બ્રાઝિલ યાત્રાથી પાછા ફરવાના છે. તેમની બ્રાઝિલની મુલાકાત ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ છે. 15મી બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ઉપરાંત કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત ભારત અને બ્રાઝિલ વચ્ચે કૃષિ વેપાર, ટેકનોલોજી અને નવીનતાને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું […]

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી 3 લોકોના મોત, વરસાદને પગલે જનજીવન ખોરવાયું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. રવિવારે સવારે રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વરસાદ પછી વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. પર્વત પરથી કાટમાળ ગામ તરફ આવ્યો, જે ઘણા લોકો અને ઘરોને અથડાયો. હાલમાં બચાવ કામગીરી ચાલુ […]

મહારાષ્ટ્ર : પલ્લી જંગલમાં ચાર નક્સલીઓની ધરપકડ કરાઈ

પૂણેઃ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના પલ્લી જંગલમાં પોલીસે C-60 કમાન્ડોની હત્યામાં સંડોવાયેલા અને તેમના માથા પર 40 લાખ રૂપિયાનું ઇનામ રાખનારા ચાર કટ્ટર નક્સલીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા નક્સલવાદીઓની ઓળખ સેલુ મુડેલા ઉર્ફે રઘુ (55), તેની પત્ની જૈની ખરતમ ઉર્ફે અખિલા (41) અને જાંસી તલંદી ઉર્ફે ગંગુ અને મનીલા ગાવડે ઉર્ફે સરિતા (21) તરીકે થઈ છે. […]

IPL: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રવિવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચમાં મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નાઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નાઈએ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની અડધી સદીના આધારે 20 ઓવરમાં 5 વિકેટ […]

એન્ડ્રોઇડમાં રહ્યું છે નવું ફીચર, આટલા દિવસો પછી ફોન આપમેળે રીસ્ટાર્ટ થશે

જો તમારો ફોન કોઈ દિવસ આપમેળે ફરી શરૂ થાય, તો ગભરાશો નહીં. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક નવી સુરક્ષા સુવિધા રજૂ કરી છે. આ નવી સુવિધા હેઠળ, જો તમારો એન્ડ્રોઇડ ફોન સતત ત્રણ દિવસ સુધી લોક રહે છે અને તેનો ઉપયોગ થતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code