1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કડીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોતના કેસમાં ત્રણની ધરપકડ

કડીના જાસલપુર ખાતે ભેખડ ધસી પડવાનો શનિવારે બનાવ બન્યો હતો, પોલીસે કોન્ટ્રાકટર, એન્જિનિયર સહિત 3ની ધરપકડ કરી, મૃતકના પરિવારોને ગુજરાત સરકાર 4 લાખ અને કેન્દ્ર બે લાખની સહાય કરશે ગાંધીનગરઃ  કડીના જાસલપુર ખાતે શનિવારે માટીની ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી નવ મજૂરોના દટાઈ જવાથી મોત નીપજ્યાં હતા. આ દરમિયાન એક મજૂરને જીવિત […]

નિજ્જર કેસ મામલે કેનેડાના PM ટ્રુડો ઉપર ભારતના વિદેશ મંત્રાલયે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રાલયે સોમવારે કેનેડાની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે, તેને રવિવારે એક રાજદ્વારી સંદેશ મળ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કેનેડામાં ભારતના હાઈ કમિશનર અને કેટલાક રાજદ્વારીઓ કેસની તપાસમાં ‘હિત ધરાવતા વ્યક્તિઓ’ છે. સામાન્ય રીતે રસ ધરાવતા વ્યક્તિઓ એવા હોય છે જેઓ ફોજદારી કેસમાં શંકાસ્પદ હોય છે. જો […]

વડોદરામાં વિશ્વામિત્રીના બ્રિજ પાસે મગરે કર્યો મહિલાનો શિકાર

બ્રિજ પાસે મહાકાય મગરે મહિલાને મોઢામાં લેતા જોતા જ લોકોના ટોળાં જામ્યા, બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો ફાયરબ્રિગેડે મગરોને ભગાડીને મૃતદેહ કબજે કર્યો વડોદરાઃ શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો મોટાપાયે વસવાટ છે. તાજેતરમાં શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી કેટલાક વિસ્તારોમાં ફરી વળતા પાણી સાથે મગરો પણ તણાઈને આવ્યા હતા. નદીકાંઠા વિસ્તારમાં […]

ગાંધીનગર નજીક કોટેશ્વરમાં વૃક્ષછેદનના મુદ્દે પર્યાવરણ વિભાગને NGTની નોટિસ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં વિકાસના નામે થતું વૃક્ષછેદન, શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુઓમોટો દાખલ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે મોટા પ્રમાણમાં વૃક્ષછેદન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષછેદન સામે કડક કાયદો તો છે, પણ સરકાર પોતે જ લીલીછમ વૃક્ષોનું છેદન કરીને કાયદાનો ભંગ કરી રહી છે. દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં […]

દિવાળીમાં ઘરાકીનો લાભ લઈને ફેક ચલણી નોટો વટાવવાનું કૌભાંડ

નકલી નોટો વટાવતા બે શખસોને બાપુનગર પોલીસે દબોચી લીધા, 500ના દરની 7 નોટો અને 100ના દરની 529 નકલી નોટો મળી, રાજસ્થાનથી નકલી નોટો મોકલવામાં આવતી હતી. અમદાવાદ: દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી હાલ બજારોમાં ખરીદદારોની ભીડ જોવા મળી રહી છે ત્યારે ભીડનો લાભ લઈને કેટલાક શખસો ચલણી ફેક નોટો વટાવી દેતા હોય છે. કારણ કે ઘરાકી […]

દિલ્હીથી પકડાયેલા 770 કિલો ડ્રગ્સનું ગુજરાત કનેક્શન ખૂલ્યું

અંકલેશ્વર GIDCમાં દિલ્હી અને ભરૂચ પોલીસે દરોડો પાડ્યો હતો. દિલ્હીમાં પકડાયેલુ ડ્રગ્સ અંકલેશ્વરની ફેકટરીમાં બનાવવામાં આવ્યું હતુ. પોલીસે કંપનીના ડિરેક્ટર સહિત 5 સામે ગુનો નોંધ્યો અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધતો જાય છે. દિલ્હીમાં તાજેતરમાં પકડાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. દિલ્હીમાં ડ્રગ્સના સુત્રધારોની પૂછતાછમાં ગુજરાતના અંકલેશ્વરની એક ફેકટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની […]

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા, વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં, ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં […]

ગુજરાતમાં કૂલ 206 ડેમોમાંથી સીપુ ડેમમાં સૌથી ઓછો 11.52 ટકા જળસંગ્રહ

ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 74.14 ટકા જળસંગ્રહ, ધરોઇ ડેમ 42 ફૂટની સપાટીએ 89.93% જળસંગ્રહ થયો, દ્વારકાનો સાની ડેમ સંપૂર્ણપણે ખાલી ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત વિદાય લઈ લીધી છે. આ વખતે ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતમાં સરેરાશ 115.47 ટકા વરસાદ પડ્યો છે.  તેમ છતાં 15 પૈકી 8 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ છે. સંપૂર્ણ રીતે ભરાયેલા […]

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ધમકીભર્યો ઈ-મેઈલ મળતા LCB, SOG સહિત પોલીસે હાથ ધરી તપાસ, મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ, હોસ્ટેલ ખાલી કરાવીને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડાયા ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલથી કોઈએ આપતા યુનિવર્સિટીના સત્તાધિશોએ પોલીસને જાણ કરી હતી. આથી  ઈન્ફોસિટી, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમો, ડોગ સ્કવોર્ડ […]

શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ વધારાનું પાણી નદીને બદલે કેનાલમાં છોડવા માગ

શેત્રૂંજી ડેમ ઓવરફ્લો થયા બાદ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે, કેનાલમાં પાણી છોડવામાં આવે તો બોરૃકૂવા રિચાર્જ કરી શકાય, સરકારની મંજુરી મળશે તો કેનાલમાં પાણી છોડાશે ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો ભાવનગરનો શેત્રૂંજી નદી પરનો શેત્રૂજી ડેમ છલાછલ ભરાઈ ગયો છે. નદીમાંથી ડેમમાં પાણીની જેટલી આવક થઈ રહી છે. એટલી જ જાવક કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code