આઈપીએલના નામે સટ્ટાના નામે લોકો પાસેથી પૈસા પડાવીને છેતરપીંડી આચરતી ગેંગ ઝડપાઈ
લખનૌઃ IPLમાં ડ્રીમ ઈલેવન એપના નામે સટ્ટો લગાવીને સેંકડો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો મુઝફ્ફરપુર સાયબર પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે મુઝફ્ફરપુરના મજૌલિયા રસૂલપુર જિલાની વિસ્તારમાં દરોડો પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ સાયબર ગુનેગારોએ મજૌલિયા રોડ પર સ્થિત એક ઘરમાં પોતાની ઓફિસ બનાવી હતી. આ ગુનેગારો ગોપાલગંજ અને સિવાન જિલ્લાના છે. […]


