1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

PMના દૂરોગામી વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું, ઇન્ટરનેશનલ એક્સચેન્જના નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને સરળતા થશે, ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ પણ સંચાલન  ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. ગિફ્ટસિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ […]

મહારાષ્ટ્રઃ ગોધરાકાંડ કેસનો આરોપી ચોરીના ગુનામાં ઝડપાયો

મુંબઈઃ ગોધરા ટ્રેન હત્યાકાંડના દોષિત સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા (ઉ.વ. 44)ની મહારાષ્ટ્રના પુણેમાં ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધરા ઘટનામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર બહાર આવ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીએ ગ્રામીણ પુણેના જુન્નારથી […]

મહાકુંભમાં ‘ગેરવહીવટ’ના મુદ્દા પર હોબાળો થયા બાદ વિપક્ષી દળોનું રાજ્યસભામાંથી વોકઆઉટ

નવી દિલ્હીઃ સોમવારે રાજ્યસભામાં વિપક્ષી પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં કથિત ‘ગેરવહીવટ’ના મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સવારે ગૃહની કાર્યવાહી શરૂ થયા પછી, અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહને માહિતી આપી કે તેમને નિયમ 267 હેઠળ ચર્ચા માટે કુલ નવ નોટિસ મળી છે. કોંગ્રેસના […]

લોકસભામાં વિપક્ષના હંગામા મુદ્દે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સભ્યોને કહ્યું કે, જો જનતાએ તેમને સૂત્રોચ્ચાર કરવા મોકલ્યા છે, તો આ જ કામ કરો નહીં તો કાર્યવાહી ચાલુ રહેવા દેવી જોઈએ. બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના પર સરકાર પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર […]

પનામા તાત્કાલિક ‘નહેર’ પર ચીનના પ્રભાવ-નિયંત્રણમાં ફેરફાર કરે: અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ દરમિયાન પનામા નહેર પર ચીનના વધતા પ્રભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલને ચેતવણી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ માંગ કરી છે કે પનામા તાત્કાલિક ‘નહેર’ પર ચીનના પ્રભાવ અને નિયંત્રણમાં ફેરફાર કરે. અમેરિકાના ટોચના રાજદ્વારીએ કહ્યું […]

યુક્રેન પર રશિયાનો ડ્રોન અને મિસાઇલોથી હુમલો, 11 લોકોના મોત

મોસ્કોના દળો પૂર્વી યુક્રેનમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આ દરમિયાન રશિયાએ ફરીથી યુક્રેન પર હુમલો કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો 165 મિસાઇલો અને ડ્રોનથી કરવામાં આવ્યો હતો. તેમાં 11 લોકો માર્યા ગયા અને દેશભરમાં ડઝનબંધ રહેણાંક ઇમારતો તેમજ ઉર્જા માળખાને નુકસાન થયું છે. 18 ઇમારતો, એક કિન્ડરગાર્ટન અને […]

અમેરિકન સેનાએ સોમાલિયામાં ISIS ના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા

અમેરિકન સેનાએ સોમાલિયામાં ISIS ના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા છે. આ માહિતી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી હતી. સોમાલિયામાં એક વરિષ્ઠ ISIS આતંકવાદી અને તેણે ભરતી કરેલા આતંકવાદીઓ સામે લશ્કરી હુમલાનો આદેશ આપ્યો હતો. આ આતંકવાદીઓ ગુફાઓમાં છુપાયેલા હતા, પરંતુ અમેરિકન સેનાએ તેમના પર […]

દિલ્હીમાં હવાની ગુણવત્તા દિવસે અને દિવસે વધી

નવી દિલ્હીઃ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, શહેરનો હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સવારે 341 પર પહોંચી ગયો હતો, વહેલી સવારે ગાઢ ધુમ્મસ માટે યર્લો ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ચિંતાનો વિષય છે. કારણ કે… ઘણા વિસ્તારોમાં AQI સ્તર ખૂબ ઊંચું છે. આનંદ […]

દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની નવી યાદી જાહેર, ટોપ 10માં ભારતને ના મળ્યું સ્થાન

ફોર્બ્સે દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરી છે, ભારત આ યાદીમાંથી બહાર છે. ફોર્બ્સ 2025ની આ નવી યાદીમાં અમેરિકા ટોપ 10માં પ્રથમ ક્રમે છે, જ્યારે ચીન બીજા ક્રમે છે. ઇઝરાયલે ટોચના 10માં દસમું સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની ટોચની 10 યાદીમાંથી ભારતને બહાર રાખવા અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, પરંતુ ફોર્બ્સે […]

સુદાનના ઓમદુરમનમાં રેપિડ સપોર્ટ ફોર્સ પર હુમલો, 54 લોકોના મોત

સુદાનમાં દેશની સેના સામે લડતા કુખ્યાત અર્ધલશ્કરી જૂથ, રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) એ ઓમદુરમન શહેરના ખુલ્લા બજારમાં નાગરિકો પર હુમલો કર્યો, જેમાં 54 લોકો માર્યા ગયા છે. સબરીન માર્કેટમાં થયેલા આ હુમલામાં 150 થી વધુ લોકો ઘાયલ થયા હતા. સુદાનના આરોગ્ય મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે. સુદાનમાં 1 ફેબ્રુઆરી જ્યારે બજારમાં મોટી સંખ્યામાં લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code