1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગર જિલ્લામાં 310 પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત આ વર્ષથી જ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોય એવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેની લીધે રાજ્યની ઘણીબધી શાળાઓમાં ધોરણ-1માં એકપણ બાળકનો પ્રવેશ થયો નથી. ગાંધીનગર જિલ્લાની 592 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 310માં એકપણ વિદ્યાર્થીએ ધોરણ-1માં પ્રવેશ લીધો નથી. આથી જિલ્લાની 310 શાળાઓમાં આગામી […]

પાલિતાણામાં ટ્રાફિકજામની વારંવાર સર્જાતી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

પાલીતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણા શહેરની ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. જેમાં ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે દ્વિમાર્ગીય કરતા આ રોડ ઉપર ચક્કાજામ અકસ્માતના બનાવો વારંવાર બની રહ્યા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવી રહ્યા છે. આ રોડ ઉપર મુખ્ય શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, […]

રાજકોટમાં 200 કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે RMCની ઝૂંબેશ, 53 મિલક્તોને સીલ મરાયાં

રાજકોટઃ શહેરમાં અનેક પ્રોપર્ટીધારકો મિલકતોનો મ્યુનિનો વેરો ભરતા નથી. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી રહેલા રૂ. 200 કરોડના વેરાની વસુલાત માટે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન છેલ્લા સપ્તાહમાં જ વધુ 53 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ 4890 મિલકત ધારકોને નોટિસ અને બીલની બજવણી કરવાની સાથે સ્થળ પર રૂ. 2.21 કરોડનાં બાકી […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓને પ્રવાસી શિક્ષકો ફાળવાશે, 36 વિદ્યાર્થીઓનો વર્ગ ફરજિયાત

અમદાવાદઃ  ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. હાલ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, શિક્ષકો, અને કર્મચારીઓ વણઉકલ્યા પ્રશ્નો માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આમ શૈક્ષણિક સત્ર શરૂ થયાને 50 દિવસ બાદ સરકારે નિર્ણય લીધો છે. જે કે, ધોરણ 9 અને 11માં 36 કરતા ઓછા […]

MPના વેપારીની 47 લાખ રોકડ સાથે બેગની ચોરી કેસમાં બસના ડ્રાઈવર-કંડકટર સહિત 3 પકડાયા

અમદાવાદઃ એમપીનો એક વેપારી ખાનગી લકઝરી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે લકઝરી બસ હાઈવે પરની એક હોટલ પર ઊભી રાખીને બસના ડ્રાઈવર – કંડકટરે અન્ય એક વ્યક્તિની મદદ લઈને વેપારીની 47 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ કરાતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રાઈવર-કંડકટર સહિત ત્રણ શખસોને પકડી પાડીને રૂપિયા 47 લાખની ચોરાયેલી […]

અમદાવાદમાં જાહેર રોડ પર કરાતાં પાર્કિંગ સામે AMCની ઝૂંબેશ, રોડ પરના દબાણો પણ હટાવાશે

અમદાવાદઃ શહેરમાં વસતિ વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખૂબ વધારો થયો છે. જેના લીધે પાર્કિંગની સમસ્યા વિકટ બનતી જાય છે. શહેરમાં કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગની વ્યવસ્થા હોય તો જ બીયુ પરમિશન અપાતી હોય છે. પણ ઘણાબધા કોમર્શિયલ બિલ્ડિંગોમાં પાર્કિંગ એરિયા જ વેચી દેવામાં આવ્યો છે. બીજીબાજુ ખરીદી કરવા આવતા લોકોને પોતાના વાહનો રોડ પર પાર્ક કરવાની […]

દેશમાં ખેડૂતો અપનાવી રહ્યાં છે પ્રાકૃતિક ખેતી, 59 લાખ હેકટરમાં પ્રાકૃતિક ખેતી

નવી દિલ્હીઃ દેશમાં ખેતીને અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે. ખેડૂતોની આવકમાં વધારો થવાની સાથે ખેતીમાં વધારો થાય તે દિશામાં મોદી સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે એટલું જ નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી […]

આંતરરાષ્ટ્રીય સમુદાય જટિલ વૈશ્વિક પડકારોના ઉકેલ માટે ભારત તરફ જોઈ રહ્યો છેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ સેવા (2022 બેચ)ના પ્રોબેશનરોએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતીય રાજદ્વારી બનવા માટે આનાથી વધુ સારો સમય હોઈ શકે નહીં. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ભૂમિકા અને પ્રભાવ – વૈશ્વિક વૃદ્ધિના ડ્રાઇવર તરીકે અને વૈશ્વિક શાસનમાં મજબૂત અવાજ તરીકે ઝડપથી […]

ગુજરાતઃ ઓખા-બેટ દ્વારકા ‘સિગ્નેચર બ્રીજ’ની 92 ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદઃ રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે, ઓખાથી બેટદ્વારકાને જોડતો ‘સિગ્નેચર બ્રીજ’, જે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે ₹ 978 […]

ફેશન બાબતે વેઈટ વધુ ઘરાવતી યુવતીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તમારો લૂક પણ દેખાશે આકર્ષક

હાલ થોડા દિવસોમાં તહેવારોની સિઝન શરુ થવા જઈ રહી છે દરેક લોકો પોતાની શોપિંગ એટલે કે કપડા ખરિદવાને લઈને દરેક લોકો ઉત્સુક હોય છે જો કે ખાસ કરીને ગર્લ્સ અને વૂમેન્સે કપડાની ખરીદી ઉતાવળે કરવી ન જોઈએ કારણ કે ઘણી વખત આપણે લીધા કપડા જ્યારે આપણે પહેરીએ છીએ ત્યારે જ ગમતા નથી હોતા આવી સ્થિતિમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code