1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રશિયાએ સરકાર વિરોધી સામગ્રી બદલ ટેલિગ્રામને 80 હજાર ડોલરનો દંડ ફટકાર્યો

મોસ્કોની એક કોર્ટે ટેલિગ્રામ મેસેન્જરને 7 મિલિયન રુબેલ્સ (લગભગ $80,000)નો દંડ ફટકાર્યો છે. ટેલિગ્રામે સરકાર વિરોધી અને ઉગ્રવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી સામગ્રીને દૂર કરવાનો ઇનકાર કર્યો હોવાના અહેવાલો બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રશિયન સમાચાર એજન્સી TASS દ્વારા કોર્ટના દસ્તાવેજોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. TASS ના અહેવાલ મુજબ, કોર્ટે કહ્યું કે “ટેલિગ્રામ […]

આપણુ આચરણ શુદ્ધ રહે, ધર્માનુસાર ચાલે કારણ કે ધર્માનુસાર ચાલવામાં જ સૌનું કલ્યાણ છે: મોહનજી ભાગવત

સુરતઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ.પૂ. સરસંઘચાલક શ્રી મોહનજી ભાગવત આજરોજ શ્રી સદગુરધામ, ધરમપુર, વલસાડ ખાતે આયોજિત ભગવાન ભાવભાવેશ્વર રાજતોત્સવ સમાપન કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નિમિત્તે આયોજીત યજ્ઞમાં પવિત્ર આહુતિ અર્પી ભગવાન ભાવભાવેશ્વરને રજત નાગ (25 કિલો) અર્પણ કર્યો હતો. આ પ્રસંગે પુર્ણાહુતી સમારોહમાં પ્રાસંગિક પ્રવચનમાં પ.પૂ. પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદયાનન્દજી […]

ભારત વિકાસ પરિષદની બેઠકમાં કારોબારીની જાહેરાત કરાઈ

અમદાવાદઃ ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સમાજિક, સેવાભાવી બિનરાજકીય સંગઠન છે. તેના ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્યપ્રાંતની વાર્ષિક અસાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઈ હતી. આગામી વર્ષ માટે ગુજરાત મધ્યપ્રાંતના પ્રમુખ, મહાસચિવ, ખજાનચી, ઉપપ્રમુખ, સંગઠન મહામંત્રી તથા સમગ્ર કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે પ્રકાશભાઈ કસવાળા, મહા સચિવ તરીકે ભરતભાઈ મોદી, […]

ભારતમાં UPI સેવા ખોરવાઈ, લાખો વપરાશકારો મુશ્કેલીમાં મુકાયાં

નવી દિલ્હીઃ દેશભરમાં UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) વપરાશકર્તાઓને આજે શનિવારે ફરી એકવાર ડિજિટલ પેમેન્ટમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ટેકનિકલ ખામીને કારણે, UPI સેવા અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી, જેના કારણે લાખો વપરાશકર્તાઓના વ્યવહારો નિષ્ફળ ગયા હતા. છેલ્લા બે અઠવાડિયામાં આ સતત ત્રીજી વખત છે જ્યારે UPI માં આટલી મોટી ટેકનિકલ સમસ્યા આવી છે. […]

મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાનો એનઆઈએ વોઈસ ટેસ્ટ કરાવશે

નવી દિલ્હીઃ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાની એનઆઈએ સતત પૂછપરછ કરી રહી છે. તેમજ એજન્સી રાણાના અવાજના નમૂના અને હસ્તાક્ષરના નમૂના લેવાની તૈયારી કરી રહી છે જેથી સાબિત થાય કે ફોન પર વાત કરનાર વ્યક્તિ તે જ હતો. જો જરૂર પડે તો, રાણા પર વૈજ્ઞાનિક પરીક્ષણો પણ કરી શકાય છે. આ […]

પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો, 5.8ની તીવ્રતા નોંધાઈ

લાહોરઃ મ્યાનમારમાં તાજેતરમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. જેમાં 3500થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જે બાદ મ્યાનમારમાં ભૂકંપના હળવા આંચકા પણ નોંધાયા હતા. દરમિયાન હવે ભારતના પડોશીદેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ઓફિસ કે ઘરની બહાર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં […]

અમેરિકી વિશેષ દૂત અને પુતિન વચ્ચે મુલાકાત, યુદ્ધવિરામ પર રશિયા આગળ વધે તેવી શકયતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે સેન્ટ પીટર્સબર્ગમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફને મળ્યા. આ વર્ષે બંને વચ્ચે આ ત્રીજો સંવાદ હતો.  બેઠકમાં “યુક્રેનિયન કરારના પાસાઓ” પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વિટકોફ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના વડા અને વિદેશી દેશો સાથે આર્થિક સહયોગ માટે રશિયન રાષ્ટ્રપતિના ખાસ દૂત છે. પુતિન […]

ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર વધીને 676.3 બિલિયન ડોલર પર પહોંચ્યો

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI)ના તાજેતરના આંકડા અનુસાર, 4 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 10.8 બિલિયન ડોલરથી વધીને 676.3 બિલિયન ડોલર થયો છે. આ સતત પાંચમા સપ્તાહ છે જ્યારે દેશના ફોરેક્સ રિઝર્વમાં વધારો થયો છે. આ વધારાનું સૌથી મોટું કારણ વિદેશી ચલણ સંપત્તિમાં 9 બિલિયન ડોલરનો વધારો હતો, જે હવે વધીને […]

શિવાજી મહારાજે હિન્દુસ્તાનની પ્રજાને સ્વરાજનું સ્વપ્ન આપીને તેને સફળ કર્યું હતું: અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને છત્રપતિ શિવાજી મહારાજને તેમની 345મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત શિવાજી મહારાજની સમાધિના નવીનીકરણની 100મી વર્ષગાંઠ નિમિત્તે થઈ હતી. અમિત શાહ સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ ઉપસ્થિત હતા. આ પ્રસંગે ભાજપના નેતા ઉદયનરાજે ભોંસલેએ […]

બંગાળને મમતા બેનર્જી બાંગ્લાદેશ બનાવવા માંગે છેઃ ભાજપાનો આરોપ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ થયેલી હિંસા અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) એ મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે તેઓ બંગાળને “બીજું બાંગ્લાદેશ” બનાવવા માંગે છે. મુર્શિદાબાદમાં થયેલી હિંસા અંગે ભાજપ આઈટી સેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code