1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પૂંછમાં પાકિસ્તાની ગોળીબારથી થયેલા મિલકતના નુકસાનનું મૂલ્યાંકન કરવા સરકારે નિર્દેશ આપ્યો

જમ્મુ: જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે 7 થી 10 મે દરમિયાન પૂંછ જિલ્લામાં પાકિસ્તાની ગોળીબારથી થયેલા સંપત્તિના નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લામાં સરહદ પારથી થયેલા ગોળીબારમાં સુરક્ષા કર્મચારીઓ સહિત વીસ લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા હતા. આ સમયગાળા દરમિયાન, ઘણા ઘરો, ધાર્મિક સ્થળો, વાણિજ્યિક સંસ્થાઓ અને ડઝનબંધ ખાનગી વાહનોને […]

8 રાજ્યોમાં 42 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ ડિજિટલ ધરપકડ સામે ચાલી રહેલા ઓપરેશન ચક્ર-પાંચ હેઠળસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન- CBI એ 8 રાજ્યોમાં 42 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી હેઠળ, એજન્સીએપાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. CBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યવાહી […]

 ‘હું તુર્કીમાં પુતિનની રાહ જોઈશ’… યુક્રેનના રાષ્ટ્રપતિને રશિયા પાસેથી યુદ્ધવિરામની આશા

કિવ: યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, તેઓ રશિયા સાથે સંપૂર્ણ અને અસ્થાયી યુદ્ધવિરામની આશા રાખે છે અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે “વ્યક્તિગત રીતે” વાતચીત માટે તુર્કી જશે. તેમનું આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 15 મેના રોજ તુર્કીમાં સીધી વાતચીત કરવાની રશિયાની તાજેતરની ઓફર સ્વીકારવા માટે યુક્રેન પર દબાણ કર્યા બાદ આવ્યું […]

તિબેટમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા નોંધાઈ

તિબેટમાં મધ્યરાત્રિના સમય પછી ભારતીય સમય અનુસાર 2:41 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટ ક્ષેત્રમાં નોંધાયું હતું. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી આપતાં, NCSએ કહ્યું હતું કે તેઓ આ […]

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ચેસ પર પ્રતિબંધ !

તાલિબાન સત્તાવાળાઓએ અફઘાનિસ્તાનમાં ચેસ જુગારનો સ્ત્રોત હોવાની ચિંતાને કારણે આગામી સૂચના સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. રમતગમત અધિકારીએ રવિવારે કહ્યું હતું કે, આ સરકારના નૈતિકતા કાયદા હેઠળ ગેરકાયદે છે. 2021માં સત્તા કબજે કર્યા પછી તાલિબાન સરકારે સતત એવા કાયદા અને નિયમો લાદ્યા છે જે ઇસ્લામિક કાયદાના તેના કઠોર દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. રમતગમત નિર્દેશાલયના […]

ઉત્તરપ્રદેશઃ નેપાળ બોર્ડર પાસેના જિલ્લાઓમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરાયાં, 350 સ્થળો સામે કાર્યવાહી કરાઈ

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે નેપાળની સરહદે આવેલા જિલ્લાઓમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકારી અને ખાનગી જમીન પર બનેલા સેંકડો મદરેસા, મસ્જિદો, દરગાહો અને ઈદગાહો ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમને સીલ કરવામાં આવ્યા છે અથવા બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની સૂચનાથી ચલાવવામાં આવી રહેલી આ ઝુંબેશમાં અત્યાર […]

27 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેનારા ક્રિકેટર બોબ કાઉપરનું નિધન

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બોબ કાઉપરનું રવિવારે ૮૪ વર્ષની વયે બીમારી સામે લડ્યા બાદ નિધન થયું. તેમના પરિવારમાં તેમની પત્ની ડેલ અને પુત્રીઓ ઓલિવિયા અને સારાહ છે. કાઉપર અત્યંત પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન હતો. તેઓ તેમની આકર્ષક બેટિંગ, ધીરજ અને લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતા માટે જાણીતા હતા. તેમની કારકિર્દીની સૌથી […]

સુદાનમાં જેલ પર ડ્રોનથી હુમલો, 19 કેદીઓના મોત

પશ્ચિમ સુદાનના ઉત્તર કોર્ડોફાન રાજ્યના અલ ઓબેદ શહેરની સેન્ટ્રલ જેલ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. ઓછામાં ઓછા 19 કેદીઓ માર્યા ગયા અને 45 થી વધુ ઘાયલ થયા. આ માહિતી તબીબી સ્ત્રોત અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આપવામાં આવી હતી. અલ ઓબેદ હોસ્પિટલના એક તબીબી સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે,19 મૃતદેહો અને 45 ઘાયલોને […]

શેરબજારમાં યુદ્ધવિરામની અસર જોવા મળી: સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી

મુંબઈઃ ભારત અને પાકિસ્તાને જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાની સમજૂતીની જાહેરાત કર્યા પછી સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો આવ્યો હતો. સકારાત્મક નોંધ પર ટ્રેડિંગ શરૂ કર્યા પછી, શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 1,793.73 પોઈન્ટ વધીને 81,248.20 પર પહોંચ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી 553.25 પોઈન્ટના વધારા સાથે […]

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 13ના મૃત્યુ

રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, અહીં રાયપુર-બાલોદ બજાર રોડ પર સારાગાંવ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં નવ મહિલાઓ અને ચાર બાળકોઓએ જીવ ગુમાવ્યા છે. રાયપુરના SP લાલ ઉમ્મેદસિંહે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code