1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કોલકાતાઃ મહિલા તબીબની હત્યા-બળાત્કાર કેસમાં આરોપી સંજ્ય રોયને કોર્ટે ગુનેગાર ઠરાવ્યો

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પર તૈનાત મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદાહ કોર્ટે આરોપી સંજય રોયને ગુનેગાર ઠેરવ્યો છે. આ દરમિયાન પીડિતાના માતા-પિતા પણ કોર્ટ પરિસરમાં હાજર હતા. સંજય રોયને સોમવારે સજા સંભળાવવામાં આવશે. 9 ઓગસ્ટ 2024 ના રોજ સવારે, ઉત્તર કોલકાતાના સરકારી મેડિકલ કોલેજ આરજી કારમાં […]

રાષ્ટ્રીય સુરક્ષાના કેસમાં વોન્ટેડ ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએઃ અમિત શાહ

ભોપાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષાના કેસોમાં ભાગેડુઓ સામે ગેરહાજરીમાં કેસ ચલાવવાની હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર રહેલા ભાગેડુઓ પર ગેરહાજરીમાં કેસ ચલાવવો જોઈએ. મધ્યપ્રદેશ દ્વારા 3 નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં અમિત શાહે આ વાત કહી હતી. અમિત શાહે મધ્યપ્રદેશ […]

બરેલીઃ નકલી દસ્તાવેજના આધારે 9 વર્ષથી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાનો પર્દાફાશ

લખનૌઃ બરેલીમાં બોગસ દસ્તાવેજના આધારે પાકિસ્તાની મહિલા શિક્ષિકા તરીકે નોકરી કરતી હોવાનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. મહિલા શિક્ષિકાએ બોગસ દસ્તાવેજના આધારે શિક્ષિકા તરીકે નોકરી હાંસલ કરી હતી. વર્ષ 2015થી શિક્ષિકા તરીકે નોકરી કરતી પાકિસ્તાની મહિલાના સ્થાનિક દસ્તાવેજ બોગસ હોવાનું ખૂલતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. નવ વર્ષથી પાકિસ્તાની મહિલા બોગસ દસ્તાવેજના […]

રાજસ્થાનઃ સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, છ શખ્સો ઝડપાયાં

જયપુરઃ રાજસ્થાનમાં સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. જેથી સાયબર ઠગ્સ પોલીસથી બચવા અને ઠગાઈ કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન ભરતપુરમાં એક જંગલોમાં બેઠા-બેઠા લોકોને નિશાન બનાવી રહ્યાં હતા. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે છાપો મારીને છ ઠગોને ઝડપી લીધા હતા. જયારે છ ગુનેગારો ફરાર થઈ ગયા હતા. […]

કર્ણાટકઃ સહકારી બેંકમાં લૂંટારૂઓ ત્રાટક્યાં, 12 કરોડની મતાની લૂંટ

બેંગ્લોરઃ કર્ણાટકના મેંગલુરુમાં એક સહકારી બેંકમાંથી સશસ્ત્ર માસ્ક પહેરેલા લૂંટારુઓએ આશરે 10 થી 12 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ લૂંટ્યાં હતા. આ ઘટના મેંગલુરુમાં કોટેકર સર્વિસ કોઓપરેટિવ બેંકમાં બની હતી. પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને લૂંટારુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 5 થી 6 માસ્ક પહેરેલા માણસો પિસ્તોલ, તલવારો […]

દિલ્હીમાં ભાડૂઆતોને પણ મફત વીજળી મળશે, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. તેમજ મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા વિવિધ યોજનાની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી […]

31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આગામી બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટને લઈને બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આગામી બટેજ સત્ર તા. 31મી જાન્યુઆરીના રોજ શરૂ થશે અને 1લી ફ્રેબુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતરમણ બજેટ રજુ કરશે. આ બજેટ સત્ર પણ તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી: PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ આજે ​​જણાવ્યું કે ગ્રામીણ જમીન ડિજિટાઇઝેશન ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવી રહ્યું છે. MyGovIndia દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું કે, “ટેકનોલોજી અને સુશાસનની શક્તિનો ઉપયોગ કરીને ગ્રામીણ સશક્તિકરણને આગળ ધપાવો…”

સંપૂર્ણ સ્ટીલ ઉદ્યોગમાં આરઆઈએનએલનું સ્થાન વિશેષ છેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ આરઆઈએનએલ માટે કુલ રૂ. 11,440 કરોડનાં પુનર્ગઠનની યોજનાને મંજૂરી આપી છે. આરઆઈએનએલ એક શિડ્યુલ – ભારત સરકારની 100 ટકા માલિકી સાથે સ્ટીલ મંત્રાલયનાં વહીવટી નિયંત્રણ હેઠળનું સીપીએસઈ છે. આરઆઈએનએલ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (વીએસપી)નું સંચાલન કરે છે, જે આંધ્રપ્રદેશ રાજ્યમાં સરકારી ક્ષેત્ર હેઠળનો એકમાત્ર […]

નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામડાઓ સુધી પહોંચશે

નર્મદા નદીનું પાણી નર્મદા શાખા કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના અંતરાળના ગામડાના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે ₹2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે. કચ્છ જિલ્લો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code