1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાજકોટ શહેર ભાજપનું નવુ માળખું જાહેર, જુના જોગીઓ સહિત નવા ચહેરાનો સમાવેશ

રાજકોટઃ  શહેર ભાજપમાં નવા પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિયુકિત બાદ શહેર સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં જુના જોગીઓ સાથે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર કમલમથી રાજકોટ શહેર પ્રમુખ સહિત 22 સભ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. અને હવે આગામી દિવસોમાં વિવિધ મોરચાથી છેક વોર્ડ કક્ષા સુધીની નવરચના પણ થશે તેવા સંકેત […]

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે આરૂઢ બાદ હવે ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ બદલાશે

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે પદભાર સંભળ્યા બાદ પ્રદેશ સંગઠનમાં નવી ઊર્જા આવી હોય તેમ નેતાઓ અને કાર્યકરો સક્રિય બની રહ્યા છે. કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોમાં ગયેલા નેતાઓ અને કાર્યકરોને સ્વમાનભેર પક્ષમાં લાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ  નવા પ્રમુખપદે શકિતસિંહ ગોહિલની નિયુકિત બાદ હવે પ્રભારીથી માંડીને શહેર-જિલ્લા સ્તરે […]

ગુજરાતીઓમાં શેર બજારનો વધતો ક્રેઝ, એક દાયકામાં રોકાણકારોની સંખ્યામાં ત્રણગણો વધારો

અમદાવાદઃ ગુજરાતના લોકોનું શેર બજારમાં રોકાણ વધતું જાય છે. અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતીઓનું શેર બજારમાં રોકાણ વધુ હોય છે. આમે ય ગુજરાતીઓ સાહસિક ગણાય છે. અને પોતાની કોઠા સુઝથી શેર ખરીદીને વધુ નફો મેળવી લેતા હોય છે.શેરબજારમાં તગડા નફા તથા બચતની અનિવાર્યતા પ્રત્યે વધેલી જાગૃતિને પગલે ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં મોટો વધારો થવા લાગ્યો છે. છેલ્લા […]

ગુજરાતમાં ટેકનિકલ અને ઈજનેરી કોલેજોની ફીમાં પાંચ ટકાના વધારાને FRCની લીલીઝંડી

અમદાવાદ:  ગુજરાતમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવા સત્રના આરંભથી શાળા-કોલેજોમાં ફી વધારાનો ડોઝ આવી રહ્યો છે. જેમાં રાજ્યની ટેકનિકલ અને ઈજનેરીની 640માંથી 500 કોલેજોમાં ફીમાં 5 ટકા વધારાને એફઆરસીએ મંજુરીની મહોર મારી દીધી છે. આગામી ત્રણ વર્ષ માટે આ ફી માન્ય રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ફી નિયમન સમિતિ-ટેક્નિકલના દાયરામાં આવતી 500 સંસ્થાઓને […]

અમદાવાદના એરપોર્ટ પર બ્રાઝિલના નાગરિક પાસેથી 32 કરોડની કિંમતનું બ્લેક કોકેઈન પકડાયુ

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ બુધવારે 3.22 કિલો એક ડિઝાઇનર ડ્રગ બ્લેક કોકેઈનને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રથમવાર જ બ્લેક કોકોઈન પકડાયું છે. બ્લેક કોકોઈનના જથ્થા સાથે બ્રાઝિલના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બ્રાઝિલ નાગરિક ટૂરિસ્ટ વિઝા પર અમદાવાદ આવ્યો હતો.અને તેણે ટ્રાવેલ બેગમાં […]

યાત્રાધામ અંબાજીમાં મંદિરની આસપાસનો વિસ્તાર વાહનો માટે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરાયો

અંબાજીઃ  રાજ્યના સુપસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી માતાજીના દર્શન માટે રોજબરોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. મોટાભાગના શ્રદ્ધાલુઓ ખાનગી વાહનોમાં આવતા હોવાથી મંદિરની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હોય છે. આથી તંત્ર દ્વારા મંદિરની આસપાસનો વિસ્તાર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.  ટ્રાફીક નિયમન હેતુસર અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેના ખોડી વડલી સર્કલથી જુના નાકા […]

ડીસામાં મોડી રાત્રે બનાસપુલ પર બે ટ્રકો સામસામે અથડાતા પંજાબની ટ્રકના ચાલકનું મોત

ડીસાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતો વધતા જાય છે. જેમાં ડીસામાં બનાસપુલ પર ફરી એકવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. સામસામે બે ટ્રકો ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં પંજાબના રહેવાસી એક ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ડીસામાં બનાસપુલ પર મોડી રાતે […]

ગાંધીનગર જિલ્લામાં વિશ્વયોગ દિન નિમિત્તે 1432 સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાયા

ગાંધીનગરઃ વિશ્વયોગ દિન નિમિત્તે રાજ્યભરમાં યોદના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગાંધીનગર જિલ્લામાં નવમાં વિશ્વ યોગ દિવસની આઠ આઇકોનિક સ્થળ સહિત 1432 સ્થળોએ ઉજવણી કરાઈ હતી. જેમાં બે લાખથી વધુ નાગરિકો યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારે માણસા કોલેજ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાનાં યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ યોગ કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા સંકુલમાં પ્રથમવાર […]

સરકારી ઈજનેરી કોલેજોમાં છેલ્લા 12 વર્ષથી પ્રાધ્યાપકોને બઢતીનો લાભ ન મળતા અસંતોષ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના પ્રાધ્યપકોને બઢતી, અને પગાર ધોરણના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી કરવા બાબતે ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સરકારમા વિવિધ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ આ બાબત અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની […]

રાજકોટમાં વિશ્વયોગ દિન નિમિત્તે 200થી વધુ મહિલાઓએ સ્વિમિંગ પુલમાં યોગ કર્યા

રાજકોટઃ શહેરમાં વિશ્વ યોગ નિમિત્તે યોગના અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેરમાં ત્રણ સ્વિમિંગ પુલમાં 200 જેટલી મહિલાઓએ યોગ કર્યા હતા.કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવુ એ રાજકોટ શહેરની તાસીર રહી છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મ્યુનિ.દ્વારા સતત પાંચમા વર્ષે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code