1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન ખાન-બુશરા બીબી દોષિત, કોર્ટે ઈમરાનને 14 વર્ષની જેલની સજા ફટકારી

પાકિસ્તાનની એક કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જ્યારે તેમની પત્ની બુશરા બીબીને પણ સજા ફરમાવી છે. ઇમરાન ખાનને 10 લાખ રૂપિયાનો, જ્યારે તેમની પત્નીને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો બંને […]

ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ, બીએસઈ-એનએસસીમાં કડાકો

મુંબઈઃ શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સ્થાનિક શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત થઈ હતી. સતત 3 દિવસ સુધી જોરદાર ટ્રેડિંગ કર્યા બાદ આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોની મુવમેન્ટમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 0.55 ટકા અને નિફ્ટી 0.45 ટકાની નબળાઈ સાથે કારોબાર કરી […]

દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું યથાવત, ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું યથાવત છે. શુક્રવાર સવારથી દિલ્હી-એનસીઆર, યુપી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ધુમ્મસ છે. IMDએ દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ અને ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં નજીવો ફેરફાર […]

વીમા દાવાના છેતરપિંડીના કેસમાં CBI કોર્ટે બે આરોપીઓએ પાંચ વર્ષની સજા ફરમાવી

અમદાવાદઃ CBI કેસોના વિશેષ ન્યાયાધીશે અમદાવાદની કોર્ટ નં. 7માં છેતરપિંડીવાળા વીમા દાવાના મામલે 2 વ્યક્તિઓને અર્થાત SRJ એસોસિએટ્સ મેસર્સ માર્ક્સ કેમિકલ અને મેસર્સ SRJ એસોસિએટ્સના ભાગીદારના પાર્ટનર હસન અબુ સોની અને અને સર્વેયર/લોસ મૂલ્યાનંકાર સંજય રમેશ ચિત્રેને કુલ રૂ. 17.2 લાખના દંડની સાથે પાંચ વર્ષની સખત કેદ (આરઆઈ)ની સજા ફટકારવામાં આવી છે. કેસની હકીકત અનુસાર, સીબીઆઈએ 30-01-2003ના રોજ ન્યુ […]

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 17 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 17 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જોકે, સત્તાવાળાઓ દ્વારા આની ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. આ એન્કાઉન્ટર દરમિયાન મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા, જેમાં SLR અને અન્ય ખતરનાક હથિયારો સામેલ હતા. આ એન્કાઉન્ટર પૂજારી કાંકેર, બીજાપુરના મારુરબાકા અને તેલંગાણા […]

ગુજરાતના વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટિપ્પણી કરી હતી કે ગુજરાતમાં વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ 2500 વર્ષથી વધુ જૂનો છે અને તેના સંરક્ષણ અને જાળવણી માટે અનોખા પ્રયાસો કરવામાં આવ્યા છે. X પરની એક પોસ્ટમાં, તેમણે કહ્યું હતું કે, “ગુજરાતના વડનગરનો 2500 વર્ષથી વધુ જૂનો ભવ્ય ઇતિહાસ છે. તેને જાળવવા અને સુરક્ષિત રાખવા માટે અહીં અનોખા પ્રયાસો […]

ઓસ્ટ્રેલિયન ઓપન : એન બાલાજી અને મિગુએલ રેયસ-વરેલા મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

ભારતના એન શ્રીરામ બાલાજી અને તેમના મેક્સીકન પાર્ટનર મિગુએલ એન્જલ રેયસ-વારેલાએ ગુરુવારે રોબિન હાસે અને એલેક્ઝાન્ડર નેડોવયેસોવને સીધા સેટમાં હરાવીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ઇવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. એન. શ્રીરામ બાલાજી અને મિગુએલ એન્જલ રેયસ-વારેલાની ઈન્ડો-મેક્સિકન જોડીએ તેમના શરૂઆતના પુરુષ ડબલ્સ મેચમાં એક કલાકથી ઓછા સમયમાં ડચ-કઝાક જોડીને 6-4, 6-3 થી હરાવી. બાલાજી અને […]

સિંગાપોરના રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે ગુરુવારે ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન રાજઘાટની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે તેમની પત્ની પણ હાજર હતા. આ મુલાકાત ભારત અને સિંગાપોર વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહી છે. આ પ્રસંગને મહત્વપૂર્ણ ગણાવતા, વિદેશ મંત્રાલય (MEA) એ કહ્યું, “સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન ષણમુગરત્નમે આજે […]

દક્ષિણ સુદાનમાં હિંસક અથડામણ, 16 લોકોના મોત

દક્ષિણ સુદાન પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ (SSPDF)અને Ngero કાઉન્ટીમાં સુદાન પીપલ્સ લિબરેશન આર્મી-ઈન-ઓપપોઝિશન (SPLA-IO) વચ્ચેની અથડામણમાં એક સૈનિક સહિત 16 લોકો માર્યા ગયા હતા. નાગેરો કાઉન્ટીના કમિશનર હેનરી બાંગડા અસાયાએ જણાવ્યું હતું કે હિંસાથી 79,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવાયું છે. SSPDFના પ્રવક્તા લુલ રુઇ કોઆંગે જણાવ્યું હતું કે […]

ઈઝરાયેલે તે જગ્યા પર હવાઈ હુમલો કર્યો જ્યાં બંધકોને રાખવામાં આવ્યા હતા: હમાસ

હમાસની લશ્કરી પાંખ, અલ-કાસમ બ્રિગેડસે દાવો કર્યો હતો કે ઇઝરાયેલી દળોએ ગાઝા પટ્ટીમાં એક સ્થળ પર બોમ્બમારો કર્યો હતો જ્યાં એક ઇઝરાયેલી અટકાયતી રાખવામાં આવ્યો હતો, જેને આગામી કેદીઓની વિનિમયના પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવનાર હતો. અલ-કાસમના પ્રવક્તા અબુ ઉબૈદાએ જણાવ્યું હતું કે સોદાની જાહેરાત થયા પછી તરત જ, ઇઝરાયલી દળોએ વિનિમય સોદાના પ્રારંભિક તબક્કામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code