1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પર્યાવરણને નુકશાન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ

• એક સર્વેમાં 80 ટકા ભારતીયોએ પોતાનો મત વ્યક્ત કર્યો • 90 ટકા લોકો પ્રકૃતિની વર્તમાન સ્થિતિથી ચિંતિત નવી દિલ્હીઃ પર્યાવરણને થતા નુકશાનની અસર હવે ક્લાઈમેન્ટ ચેન્જના રૂપમાં દેખાઈ રહી છે. આ જ કારણ છે કે હવે લોકો ચિંતિત બની રહ્યા છે. દરમિયાન તાજેતરના એક સર્વેમાં બહાર આવ્યું છે કે 80 ટકા ભારતીયો માને છે […]

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપીના ડીએનએ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ-મર્ડર કેસને લઈને હોબાળો મચી ગયો છે. ગયા મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સીબીઆઈની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ઘટનાના મુખ્ય આરોપીને […]

ભારતઃ ઈન્ટરપોલે એક વર્ષમાં ભાગેડુઓ સામે 100 રેડ કોર્નર નોટિસ જારી કરી

10મી ઈન્ટરપોલ લાયઝન ઓફિસર કોન્ફરન્સ યોજાઈ 2024માં 19 વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવાયાં નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદે જણાવ્યું હતું કે ઇન્ટરપોલે 2023માં ભારતની વિનંતી પર 100 રેડ નોટિસ જારી કરી હતી, જે એક વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. ઉપરાંત, વિશ્વભરના પોલીસ દળોને તેમના અધિકારક્ષેત્રમાં ભાગેડુઓને અટકાયતમાં લેવા માટે કહેવામાં […]

‘સ્વચ્છ ભારત અભિયાન’ને પગલે બાળકોના અકાળ મૃત્યુમાં ઘટાડો

દર વર્ષે 60 હજાર જેટલા બાળકોને અકાળ મૃત્યુથી બચાવાયાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદર પરના ડેટાનો અભ્યાસ નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ દેશમાં 2011થી 2020 સુધીમાં દર વર્ષે લગભગ 60 હજારથી 70 હજાર બાળકોને અકાળ મૃત્યુથી બચાવ્યા છે. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિક ‘નેચર’માં આ માહિતી આપવામાં આવી છે. […]

શેખ હસીનાએ ભારતમાં રહીને ચૂપ રહેવું જોઈએ, મોહમ્મદ યુનુસની ધમકી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શેખ હસીના અને ભારતને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાને સલાહ આપતાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને ભારતમાં જ રહેવું જોઈએ અને નિવેદનો કરવાથી બચવું જોઈએ. તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ. યુનુસે એમ પણ કહ્યું કે, તે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે, પણ હસીનાએ […]

આર્ટીકલ 370 ભૂતકાળ, હવે ક્યારેય પરત નહી ફરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શાહ બે દિવસના જમ્મુ પ્રવાસે પહોંચ્યાં હતા. અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરનો આ ભૂભાગ ખુબ મહત્વપૂર્ણ કર્યો છે, તેમજ અમે આ ભૂભાગને હંમેશા ભારત સાથે જોડી રાખવાનો […]

ગુજરાતમાં ભાજપના બે કરોડ સભ્ય બનાવવા આકરો ટાર્ગેટ અપાતા નેતાઓ નારાજ

સાંસદોને 10,000, ધારાસભ્યોને 5000ને વ્યક્તિગત ટાર્ગેટ અપાયો, લોકસભા વિસ્તારમાં 7 લાખનો ટાર્ગેટ, સામાન્ય કાર્યકરોને પણ અપાયો ટાર્ગેટ અમદાવાદઃ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જૂના નેતાઓએ પોતાની મેમ્બરશિપ રિન્યુ કરાવી રહ્યા છે. ભાજપના દરેક નેતાઓને સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરેક સાંસદને 10 હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં 7 લાખ નવા […]

કરજણના સંતોષનગરમાં ઘરમાં ઘૂંસી ગયેલા મગરનું રેસ્ક્યું કરાયું

મગરને જોઈને પરિવાર ગભરાઈ ગયો, વાઈલ્ડ લાઈફ અને ફોરેસ્ટના કર્મદારીઓ દોડી ગયા, વડોદરામાં કાલાઘોડાના બ્રિજ પર મગરને જોતા લોકોએ નાસભાગ કરી વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી તેમજ જિલ્લાના તળાવોમાં મગરોની વસતી વધી રહી છે. ભારે વરસાદ અને પૂરને લીધે મગરો રોડ-રસ્તાઓ પર આવી જતાં હોય છે. વડોદરા શહેર અને જિલ્લામાં ગતરાત્રે બે મગરના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. […]

મહેસાણાના કનોડા પાસે રૂપેણ નદીના કોઝવેમાં કાર તણાઈ, ત્રણ લોકોનો બચાવ

કોઝવેમાં પાણી ભરાયેલુ હોવા છતાંયે કારચાલકે કાર નાંખી, કારમાં સવાર ત્રણ લોકો વૃક્ષની ડાળીએ લટકી રહ્યા, સ્થાનિક લોકોએ ત્રણેયને બચાવ્યા મહેસાણાઃ  જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર પાણી વહી રહ્યા હતા ત્યારે એક કારચાલકે કોઝવે […]

કચ્છના સફેદ રણમાં નજર નાંખો ત્યાં સુધી પાણી ભરાયેલા છે, રણોત્સવ આયોજન પર પ્રશ્નાર્થ

કચ્છમાં ભારે વરસાદને લીધે સફેદ રણમાં ઘૂંટણસમા પાણી ભરાયા, બે-ત્રણ મહિનામાં પાણી ઉતરે તેવી શક્યતા નથી, ભૂજઃ કચ્છમાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યો છે, જિલ્લામાં 183 ટકા જેટલો સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ બે-ત્રણ મહિના રણ વિસ્તારમાં ભરાયેલા પાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code