1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતના કાપડ ઉદ્યોગને મળશે નવો વેગ,નવસારીમાં નિર્માણ પામશે પીએમ મિત્ર પાર્ક,લાખો લોકોને મળશે રોજગારી

સુરત: ભારતીય કાપડ ઉદ્યોગ એ ઉત્પાદન ક્ષમતા તેમજ રો-મટિરિયલ બેઝ્ડ વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ટેક્નોલોજીના અપગ્રેડેશન, કૌશલ્યવર્ધન કરી કાપડ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનું લક્ષ્ય સેવ્યું છે. આ લક્ષ્યને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં વધુ બે ઉમેદવારના નામ ભાજપાએ જાહેર કર્યાં

અમદાવાદઃ રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિ કરતા ત્રણ સભ્યોની પણ મુદત પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન કેન્દ્રીય વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરએ બે દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. દરમિયાન લંબાણપૂર્વકની […]

પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં TMCનું વર્ચસ્વ યથાવત, 34 હજારથી પણ વધુ બેઠકો પર વિજય મેળવ્યો

કોલકાતાઃ- તાજેતરમાં પશ્વિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી યોજાઈ જેના પરિણામ ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા છે જેમાં તૃણમુલ કોંગ્રેસનો વિજય થયેલો જોવા મળ્યો છે એટલે કે ફરી એક વખત ટીએમસીનું વર્ચસ્વ કાયમ બન્યું છે.પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે.  જાણકારી પ્રમાણે  વર્ષ પહેલા ટીએમસીએ સતત […]

અમેરિકી રાજદૂત ગાર્સેટીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી,આતંકવાદ સહિત આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

દિલ્હી : ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ મંગળવારે અહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન તેઓએ આતંકવાદનો સામનો કરવા, ડ્રગની હેરાફેરી રોકવા અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવાની રીતો પર ચર્ચા કરી હતી. ગાર્સેટી ભારતમાં અમેરિકાના 26મા રાજદૂત છે. તેઓ એપ્રિલમાં ભારત આવ્યા હતા અને 11 મેના રોજ રાષ્ટ્રપતિને […]

અમેરિકાની તુલનામાં ભારતમાં અલ્પસંખ્યક વધુ સુરક્ષિતઃ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ

દિલ્હીઃ-  તાજેતરમાં અમેરિકા દ્રારાનેશનલ કાઉન્સિલ ઓફ એશિયન ઈન્ડિયન એસોસિએશને ગ્રેટર વોશિંગ્ટન ડીસીમાં વેંકૈયા નાયડુના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે એમ કહ્યું કે ભારતમાં લઘુમતિઓ અમેરિકાની સરખામણીમાં વધુ સુરક્ષિત જોવા મળે છે. જાણાકીર પ્રમાણે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ અમેરિકાના વોશિંગ્ટનમાં લઘુમતીઓને મોટો પ્રોત્સાહન આપ્યું છે.  લઘુમતિઓની સુરક્ષાને લઈને  કહ્યું કે […]

વરસાદ બન્યો આફત ! આરોગ્ય વિભાગે જારી કરી એડવાઈઝરી,આ બાબતોનું રાખો ધ્યાન

ચંડીગઢ : રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવર્તતી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પંજાબના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે લોકોને પાણીજન્ય અથવા વેક્ટર-જન્ય રોગોથી બચાવવા માટે આરોગ્ય સલાહ જારી કરી છે. પાણી જમા થવાને કારણે આવી બિમારીઓ ફેલાવાની શક્યતા વધી જાય છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ નિયામક ડૉ. આદર્શપાલ કૌરે જણાવ્યું કે પીવા માટે માત્ર સુરક્ષિત પાણીનો […]

ઉત્તરાખંડમાં સતત વરસાદનો કહેર – કેદારનાથ યાત્રા પણ રોકવામાં આવી

  દહેરાદૂનઃ- દેશના પહાડી રાજ્યોમાં મેધ તાંડવ જોવા મળી રહ્યો છે જેના કારણે પહાડો ઘસી આવવાની ઘટનાથી હાઈવે બ્લોક થવાની ઘટના અને નાના મોટા રસ્તાઓ બાધિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે દેવભૂમિ ઉત્તરાખંડમાં પણ વરસાદનો કહેર સતત જોવા મળી રહ્યો છએ છેલ્લા કેટલાક દિવસથી અહી વરસાદ અવિરત પણ વરસતા હાલાકિ ભોગવવાનો વારો આવ્યો […]

દિલ્હી: ડેન્ગ્યુના 136 કેસ આવ્યા સામે,સ્વાસ્થ્ય મંત્રીએ અધિકારીઓ સાથે કરી બેઠક

દિલ્હી : રાજધાની દિલ્હીમાં આ વર્ષે વરસાદે કેટલાક દાયકાના રેકોર્ડ તોડી નાખ્યા છે. સમગ્ર સિઝનમાં પડેલા વરસાદના ચોથા ભાગનો વરસાદ એક જ દિવસમાં થયો છે. ચારે તરફ જળબંબાકાર છે અને યમુનામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.આ દરમિયાન દિલ્હીના લોકો પણ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયા ઝડપથી ફેલાઈ રહ્યો છે. પાણીજન્ય મચ્છરોથી […]

હવે વિશ્વના 18 દેશો બાદ બાંગલાદેશ પણ ભારત સાથે રુપિયામાં કરશે વ્યવહાર

દિલ્હીઃ- પ્પરધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી વિદેશ સાથેના સંબંધોને વધુને વધુ મજબૂત બનતા જઈ રહ્યા છએ એટલું જ નહી પીએમ મોદીના અથાગ પ્રયત્નો અને મહેનત થકી વિશ્વભરના કેટલાક દેશો વેપારમાં હવે રુપિયાથી વ્યવાહર પણ કરતા થયા છે ત્યારે હવે આ લીસ્ટમાં બાંગલાદેશ પણ સામેલ થવા જઈ રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ દક્ષિણ […]

મોદીની મુલાકાતથી ફ્રાન્સ સાથે વ્યૂહાત્મક મિત્રતા મજબૂત થશે,આર્થિક સહયોગ પર ભાર મૂકવામાં આવશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી ફ્રાંસ મુલાકાત બંને દેશો વચ્ચે 25 વર્ષ જૂની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદીની ફ્રાંસ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે. ઉપરાંત, તે ભારત-યુરોપિયન યુનિયન સંબંધોને નવા આયામો આપશે તેવી અપેક્ષા છે. પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાતને તેમની તાજેતરની અમેરિકાની મુલાકાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code