1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ધ્રાંગધ્રા -અમદાવાદ હાઈવે પર બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાતા 17ને ઈજા

એસટી બસની બ્રેક ન લાગતા ટ્રક પાછળ ટક્કર, બસના પ્રવાસીઓએ બુમાબુમ કરી મુકી, પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી ધ્રાંગધ્રાઃ રાજ્યમાં ધોરી માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર મોડી રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ટ્રક રોડ સાઈડ પર ઊભી હતી, ત્યારે એસટી બસ ટ્રકની પાછળ અથડાતા 17 […]

વઢવાણના ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે ખનીજ વિભાગના દરોડા

ભોગાવો નગીમાં અલગ અલગ સ્થોએ ચેકિંગ કરાયું, 4 કરોડથી વધુની ખનીજ ચોરી પકડાઈ, નાના કેરાળા નજીક રેતી ભરેલા ત્રણ ટ્રકો જપ્ત કરાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક થતી ખનીજચોરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ભોગાવો નદીમાંથી રેતીની ચોરી સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. વઢવાણ પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા અલગ-અલગ હાઈવે તેમજ ભોગાવો […]

શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ પણ કેટલાક વિષયોના પાઠ્ય-પુસ્તકો વિના શિક્ષણ કાર્ય શરૂ

નવા પાઠ્ય પુસ્તકો માટે હજુ મહિનો રાહ જોવી પડશે, વિક્રેતાઓ પુરતો ઓર્ડર આપે છે, છતાં 30 ટકા જ પુસ્તકો મોકલવામાં આવે છે, શાળા પ્રવેશોત્સવ સુધીમાં પુસ્તકો મળવાની શક્યતા નહીંવત અમદાવાદઃ ગુજરાતમાં 9મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કેટલાક વિષયોના પાઠ્ય પુસ્તકો મળતા નથી, ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને આ […]

રાજકોટના લોકમેળામાં સરકારે જાહેર કરેલી SOP સામે રાઈડ એસોનો વિરોધ

રાજકોટના રેસકોર્સના મેદાનમાં 14મી ઓગસ્ટથી 5 દિવસનો મેળો યોજાશે, ફોર્મ ઓછા ભરાતા હવે ફોર્મની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા, યાંત્રિક રાઈડ માટે 32 ફોર્મ ભરાયા રાજકોટઃ રંગીલા રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો ભવ્ય લોકમેળો યોજાય છે. આ મેળાને મહાલવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. લોકમેળામાં કોઈ દૂર્ઘટના ન ઘટે તે […]

પ્લેન ક્રેશનો ભોગ બનેલા પ્રવાસીના DNA મેચ થતા જ મૃતદેહ સ્વજનોને સોંપાય રહ્યા છે

DNA મેચ થતાં 5 મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા, 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા, હોસ્પિટલની બહાર 25થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઇ જવા તહેનાત કરાઈ અમદાવાદઃ શહેરમાં ગઈકાલે ગુરૂવારે લંડન જવા માટે ઉડાન ભરેલું વિમાન તૂટી પડતા વિમાનમાં પ્રવાસ કરી રહેલા 230 પ્રવાસીઓ તેમજ 12 સ્કૂ મેમ્બરના મોત નિપજ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક પ્રવાસીનો ચમત્કારિક બચાવ […]

અમદાવાદ વિમાન દુર્ઘટનાને કારણે કુબેરની પ્રી-રિલીઝ ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી

સાઉથ સ્ટાર ધનુષ અને દિગ્દર્શક શેખર કમ્મુલાની બહુપ્રતિક્ષિત ફિલ્મ કુબેરની રિલીઝ પહેલા એક કાર્યક્રમ યોજાવાનો હતો જેમાં ફિલ્મના સ્ટાર કાસ્ટ, ક્રૂ અને ટોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ હાજર રહેવાના હતા. પરંતુ, હવે સમાચાર છે કે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. વિમાન દુર્ઘટનાને કારણે કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો અહેવાલ મુજબ, નિર્માતાઓએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 241 […]

‘એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો છે… ચારે બાજુ ધુમાડો હતો’; પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે નંબર 23 પર એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે જેમાં બે પાઈલટ અને 10 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા, લંડન જવા માટે તૈયાર હતું. ખુલ્લા આકાશ અને સૂર્યપ્રકાશ વચ્ચે બપોરે 1:39 વાગ્યે વિમાન રનવે પર દોડવાનું શરૂ કર્યું. વિમાન જમીન છોડીને હવામાં ઉડાન ભરતાની સાથે જ […]

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ફ્લાઇટ્સ પ્રભાવિત; દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જારી કરી

ઇઝરાયલે ઇરાનના પરમાણુ અને લશ્કરી સ્થાપનો પર હુમલો કર્યો છે. ઇઝરાયલી હુમલા બાદ, ઇરાને તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. આના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. ભારત તરફ જતી ઘણી ફ્લાઇટ્સ પાછી બોલાવવામાં આવી હતી. આ દરમિયાન, દિલ્હી એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરી છે. દિલ્હી એરપોર્ટે જણાવ્યું હતું કે હાલમાં દિલ્હી એરપોર્ટના સંચાલન […]

મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પરત ફર્યા બાદ ત્રણ કલાક સુધી હવામાં રહી

મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ પછી ત્રણ કલાક હવામાં રહ્યા બાદ મુંબઈ પાછી ફરી હતી. Flightradar24 ના ડેટા અનુસાર, મુંબઈથી લંડન જતી ફ્લાઈટ સવારે 5:39 વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને ત્રણ કલાક હવામાં રહ્યા બાદ પાછી ફરી હતી. એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે ઈરાનમાં હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ઈરાનનું […]

થાઈલેન્ડઃ બોમ્બની ધમકીને પગલે એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હીઃ થાઇલેન્ડના ફુકેટથી ભારતની રાજધાની નવી દિલ્હી આવી રહેલા એર ઇન્ડિયાના વિમાન AI-379 ને શુક્રવારે બોમ્બ ધમકી મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. વિદેશી મીડિયા અહેવાલો અનુસાર, બોમ્બ ધમકી મળ્યા બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. થાઇલેન્ડ એરપોર્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code