1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ 15 કિ.મી લાંબા ટ્રાફિકમાં ફસાયા, અનેક હોટલો પણ ફુલ

હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો કહેર ફરવા આવેલા પ્રવાસીઓને મજાની બદલે મળી સજા શિમલાઃ-  દેશભરમાં ચોમાસાનું આગમન થી ચીક્યું છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તાર ઉત્તરાખંડ ,હિમાચલ પ્રેદશમાં મેધરાજાએ એન્ટ્રીની સાથે જ તબાહી ફેલાવી છે હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો અહી ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જેના કારણે કેટલાક માર્ગો અવરોઘિત બન્યા છે.અને રસ્તાઓ […]

પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ ન હતીઃ શરદ પવાર

પુણેઃ ગયા અઠવાડિયે પટનામાં વિપક્ષી દળોની બેઠકમાં ‘વડાપ્રધાન પદ’ પર કોઈ ચર્ચા થઈ નથી. મીટિંગમાં કેટલીક જગ્યાએ મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ એનસીપીના સિનિયર નેતા શરદ પવારે જણાવીને ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પાસે રાજકીય પરિપક્વતાનો અભાવ છે. પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા […]

વિપક્ષ એકતા: મમતા બેનરજી, માયાવતી અને અરવિંદ કેજરિવાલના અલગ સૂરથી વિપક્ષી પાર્ટીઓમાં ચિંતા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપાને પરાસ્ત કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષીપક્ષો દ્વારા વિપક્ષ એકતાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 23 જૂને બિહારની રાજધાની પટનામાં બિન-ભાજપ પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલથી લઈને કેજરીવાલ અને મમતાથી લઈને અખિલેશ સુધી લગભગ 15 વિપક્ષી પાર્ટીઓના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામ પક્ષો માત્ર એક જ ઉદ્દેશ્ય […]

વિદેશથી પરત આવતા જ મણિપુર મુદ્દે સક્રિય થયા પીએમ મોદી,ગૃહમંત્રી પાસેથી લીધી સ્થિતિની માહિતી

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુએસ અને ઇજિપ્તની રાજકીય મુલાકાતથી પાછા ફર્યા પછી તરત જ કેબિનેટના વરિષ્ઠ સાથીદારો અને અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી હાજર રહ્યા હતા. પીકે મિશ્રા, વડાપ્રધાનના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ આ […]

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઉમરગામમાં 6 ઈંચ મેધમહેર, રાજ્યમાં 12 ટકાથી વધારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે. દરમિયાન આજે સવારે ચાર કલાકના સમયગાળામાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન ઉમરગામમાં છ કલાકમાં 6 ઈંચ જોટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર […]

અભિનેતા રણદીપ હુડાની અપકમિંગ ફિલ્મ ‘સર્જેન્ટ’નું  ઘમાકેદાર ટ્રેલર રિલીઝ

મુંબઈઃ- અભિનેતા રણદીપ હુડા પોતાના અભિનયને લઈને ખૂબ જાણીતા છે અપકમિંગ ફિલ્મ ‘સર્જેન્ટ’નું  ઘમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું, રણદીપ હુડ્ડા દરેક પાત્રમાં પ્રાણ પૂરે છે, પરંતુ આ દિવસોમાં એક પાત્ર જેની ચર્ચા થઈ રહી છે તે છે વીર સાવરકરનું જે ઘણા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ છે. અભિનેતાએ આગામી ફિલ્મ ‘વીર સાવરકર’ માં મુખ્ય ભૂમિકા ભજવવા […]

અમદાવાદ-ગાંધીનગર ધીમીધારે વરસાદ, માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં

સવારથી જ આકાશમાં છવાયાં હતા વાદળ શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે, તેમજ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તેમજ ધીમી-ધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત […]

પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસનું અંતિમ ટ્રાયલ સફળ,પીએમ મોદી આપશે લીલીઝંડી,ટ્રેનનું સંપૂર્ણ શેડ્યુલ અને ભાડું જાહેર

પટના : બિહારને વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પટના-રાંચી વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસની રાહ પૂરી થઈ ગઈ છે. રેલવે મંત્રાલય 27 જૂનથી 8 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કરશે. તેની ત્રીજી અને અંતિમ ટ્રાયલ રન રવિવારે સફળ રહી હતી. અગાઉ 12 અને 18 જૂને આ ટ્રેનની પ્રથમ […]

ટેરર ફંડિગ મામલે જમ્મુ કાશ્મીરમાં NIAની મોટી કાર્યવાહી – અનેક સ્થળોએ પાડ્યા દરોડા

જમ્મુ કાશ્મીરમાં ટેરર ફંડિગ મામલે સુરક્ષા એજન્સી બની સખ્ત અનેક સ્થળોએ NIAએ દરોડા પાડ્યા દિલ્હીઃ- જમ્મુ કાશ્મીરમાં સતત સુરક્ષા એજન્સીઓ સખ્ત નજરરાખીને આતંકવાદને પ્રોત્સાહન આપતા લોકો સામે કાર્વાહી કરતી હોય છે ત્યારે એજરોજ સોમવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્રારા ટેટર ફંડિગ મામલે અનેક સ્થળોએ દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી છે . પ્રાપ્ત વિગત પ્રમાણે એનઆઈએ એ […]

દેશના અનેક રાજ્યમાં ધોધમાર વરસાદ, 25 રાજ્યમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસુ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસુ સક્રિય બન્યું હોવાથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને મુંબઈ સહિત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આગામી બે દિવસમાં મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code