1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ત્રિપુરાઃ ગેરકાયદે ઘુસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયાં

પોલીસે બાંગ્લાદેશીઓને મદદ કરનાર પાંચ શખ્સોને ઝડપી લીધા બાંગ્લાદેશ સંકટને પગલે સરહદ ઉપર સુરક્ષામાં કરાયો વધારો નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ દરમિયાન ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હવે ત્રિપુરામાં પોલીસે 18 બાંગ્લાદેશી નાગરિકો અને તેમને મદદ કરવાના આરોપસર પાંચ ભારતીય નાગરિકોની […]

UPSCના અધ્યક્ષને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનો પત્ર, સીધી ભરતી સંબંધિત જાહેરાત રદ કરવા કહ્યું

નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારી મંત્રી જિતેન્દ્ર સિંહે UPSCના અધ્યક્ષને પત્ર લખ્યો છે. મંત્રીએ UPSCને સીધી ભરતી (લેટરલ એન્ટ્રી) સંબંધિત જાહેરાત રદ કરવા જણાવ્યું છે. જિતેન્દ્ર સિંહે પત્રમાં જણાવ્યા અનુસાર હતું કે, સૈદ્ધાંતિક રીતે સીધી ભરતીના ખ્યાલને 2005માં રચાયેલા વહીવટી સુધારણા પંચ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ વીરપ્પા મોઈલીએ કર્યું હતું. જો કે, લેટરલ […]

દેશ બળાત્કારની બીજી ઘટનાની રાહ ન જોઈ શકે, કોલકાતા કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર

પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુઓમોટો ચીફ  જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સુનાવણી નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે તેણે કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરના બળાત્કાર અને હત્યાના કેસની સ્વતઃ સંજ્ઞાન લીધી છે કારણ કે તે સમગ્ર ભારતમાં ડોકટરોની સલામતી અંગે પ્રણાલીગત મુદ્દાઓ ઉભા કરે છે. ચીફ જસ્ટિસ […]

મધ્યપ્રદેશઃ બાગેશ્વર ધામ જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, સાતના મોત

શ્રદ્ધાળુઓ ઓટો રિક્ષામાં જઈ રહ્યાં હતા ત્યારે સર્જયો અકસ્માત ઉત્તરપ્રદેશથી શ્રદ્ધાળુઓ બાગેશ્વર ધામ જઈ રહ્યાં હતા રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી રિક્ષા અકસ્માત બાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી છતરપુર: ઉત્તર પ્રદેશથી બાગેશ્વર ધામના દર્શન કરવા આવેલા સાત લોકો આજે વહેલી સવારે મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી પોલેન્ડ અને યુક્રેનની મુલાકાતે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સપ્તાહે બે દેશો પોલેન્ડ અને યુક્રેનની સત્તાવાર મુલાકાતે જશે. 45 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પોલેન્ડની મુલાકાત છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની પણ ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તા સંભાળ્યા બાદ તેમની […]

બાંગ્લાદેશ: શેખ હસીના અને અન્ય 26 વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલમાં ફરિયાદ દાખલ

નવી દિલ્હીઃ તાજેતરના ભેદભાવ વિરોધી વિદ્યાર્થીઓની ચળવળ દરમિયાન માર્યા ગયેલા શહરયાર હસન અલ્વીના પિતાએ શેખ હસીના અને તેના સહયોગીઓ સહિત 27 લોકો અને 500 અનામી અન્ય લોકો વિરુદ્ધ ICTમાં ફરિયાદ નોંધાવી કથિત નરસંહાર અને માનવતા વિરુદ્ધ અપરાધો કરવા બદલ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીના, ભૂતપૂર્વ પ્રધાનો ઓબેદુલ કાદર, રાશેદ ખાન મેનન અને હસનુલ હક ઈનુ […]

MPOXનો ખતરો: આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સતર્ક રહેવા કેન્દ્ર સરકારની તાકીદ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તમામ એરપોર્ટ તેમજ બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સરહદ પરના લેન્ડ પોર્ટના અધિકારીઓને MPOXના લક્ષણોની જણાતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વિશે સતર્ક રહેવા જણાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ.પી.કે. મિશ્રાએ રવિવારે ઝડપી વધતા Mpoxની તપાસ માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પીએમઓ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી […]

જાપાનના વિદેશ અને સંરક્ષણ મંત્રીઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ મહામહિમ સુશ્રી યોકો કામિકાવા, જાપાનના વિદેશ મંત્રી અને જાપાનના સંરક્ષણ મંત્રી મહામહિમ મિનોરુ કિહારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વિદેશ મંત્રી કામિકાવા અને સંરક્ષણ મંત્રી કિહારા ભારત-જાપાન 2+2 વિદેશ અને સંરક્ષણ મંત્રી સ્તરીય બેઠકના ત્રીજા રાઉન્ડ માટે ભારતની મુલાકાતે છે. પ્રધાનમંત્રીએ જાપાનના મંત્રીઓનું સ્વાગત કર્યું અને વધુને વધુ જટિલ પ્રાદેશિક અને વૈશ્વિક વ્યવસ્થાના […]

કેન્દ્રીય નાણામંત્રીએ જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીની સમીક્ષા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી) ની સમીક્ષા બેઠક યોજી હતી. નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, પીએસબી ના વડાઓ સાથે નાણાં મંત્રાલયના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. નાણા મંત્રાલયે એક્સ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જાહેર ક્ષેત્રના […]

ઈઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ માટે સહમત: અમેરિકી વિદેશ મંત્રી

નવી દિલ્હીઃ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું નિવેદન ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે અઢી કલાક ચાલેલી બેઠક બાદ આવ્યું હતું. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક દિવસ પહેલા ઈઝરાયેલ પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે, ઈઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના મુદ્દે મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code