1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સ્માર્ટફોનના લાંબા આયુષ્ય માટે આટલું કરો, ખોટા ખર્ચ ઘટશે

આજકાલ મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ફોનની કાળજી કેવી રીતે રાખવી. સ્માર્ટફોન ઝડપથી લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ જ કારણ છે કે કોઈપણ કામ કરવા માટે ફોનની જરૂર પડે છે. જેથી મોબાઈલ ફોનના ઉપયોગ સાથે કેટલીક ભૂલો પણ ટાળવી જોઈએ. સ્માર્ટફોનમાં એપ વગર કોઈપણ […]

વાહન હંકારતા શું બ્રેક સાથે ક્લચ દબાવવું જોઈએ? જાણો..

દેશભરમાં ચોમાસુ ચાલી રહ્યું છે. ઘણા લોકો આ સિઝનમાં બાઇક પર મુસાફરી કરવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદમાં બાઇક ચલાવતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડે છે. જો તમે ભૂલથી બાઇકની બ્રેક ખોટા સમયે દબાવો છો, તો બાઇક સ્લિપ થઈ શકે છે. વરસાદની મોસમમાં રસ્તાઓ ભીના હોય છે, તેથી […]

કાચી બ્રોકલી આરોગવી આરોગ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો કેવી રીતે…

બ્રોકલી સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય છે, અને તેને ખાવાના ઘણા ફાયદા છે. લોકો કહે છે કે બ્રોકોલી ખાવાથી હૃદયની તંદુરસ્તી સુધરે છે, બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને કેન્સર જેવી બીમારીઓથી બચી શકાય છે. પણ શું આ બધી વાતો સાચી છે? શું બ્રોકલી ખરેખર ફાયદાકારક છે, અથવા તેના વિશે કેટલીક વસ્તુઓ અતિશયોક્તિ છે? ચાલો જાણીએ […]

એસિડિટીથી છુટકારો મેળવવા માટે દવાઓના બદલે તમે આ ખાસ પાણી પી શકો છો

એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. આવી સ્થિતિમાં તમે દવાઓ લેવાને બદલે આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો. એસિડિટીથી રાહત મેળવવા માટે તમે અજમો અને કાળા મીઠાનું પાણી પી શકો છો. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે. અજમો અને મીઠાનું પાણી બનાવવા માટે એક વાસણમાં પાણી લો અને તેમાં અડધી […]

ડેન્ગ્યુથી બચવું હોય તો ઘરની અંદર કે બહાર આ બાબતોનું ધ્યાન રાખો

ચોમાસા દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ ઝડપથી વધે છે. કર્ણાટક, કેરળ અને મહારાષ્ટ્રના શહેરોમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે. પરંતુ જો આપણે સજાગ રહીએ તો આ રોગને કાબુમાં લઈ શકીશું. ડેન્ગ્યુમાં અચાનક તાવ, ગંભીર માથાનો દુખાવો, આંખો પાછળ દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, ઉબકા, ઉલટી, ગ્રંથીઓમાં સોજો અને ફોલ્લીઓ જોવા મળે છે. આ સામાન્ય રીતે મચ્છર કરડવાના […]

મહારાષ્ટ્ર: દૂધનું ટેન્કર 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા પાંચના મોત, ચાર ઘાયલ

ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો પોલીસે મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી ટેન્કરની ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે તપાસ આરંભી મુંબઈઃ મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સર્જાઈ છે. કસારા ઘાટ નજીક પૂરઝડપે પસાર થતું દૂધ ભરેલા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર 200 ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ […]

ઓછા સમયમાં ઘરે તૈયાર કરો પલક મઠરી, બધાને સ્વાદીષ્ટ લાગશે

જો તમે પણ તમારા પરિવારના સભ્યો માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માંગો છો, તો તમે ઘરે જ પાલક મઠરી બનાવી શકો છો. પાલક મઠરી બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં અજમો, મીઠું, કાળા મરી પાવડર અને ઘી ઉમેરો. હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરો, થોડું પાણી ઉમેરો અને લોટને સારી રીતે વણી લો. […]

ગાંધીનગરમાં મેટ્રો રેલની કામગીરીને લીધે ચ-2થી ચ-3 માર્ગ બંધ કરાયો

ચ-2થી ચ-3 માર્ગ એક મહિનો બંધ રહેશે, વાહનચાલકોને વેકલ્પિત માર્ગનો ઉપયોગ કરવા અપીલ, ડાયવર્ઝન સ્થળે ટ્રાફિક જવાનોને તૈનાત કરાયા ગાંધીનગર : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ગાંધીનગરમાં  હાલ મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના ચ-3 જંકશન ઉપર મેટ્રો રેલના બની રહેલા વળાંકને કારણે ચ-2થી ચ-3 તરફનો રોડ એક […]

પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી શાળાઓ પ્રવાસ યોજી શકશે નહીં

કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરી આદેશ કરાયો શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે નવી ગાઈડલાઈન્સ બાદ જ સ્કૂલોને મળશે પ્રવાસની મંજૂરી અમદાવાદઃ જાહેર રજાઓમાં શાળાઓ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શાળાઓએ પ્રવાસના કાર્યક્રમો યોજવા નહીં […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દાદાને રાખડીનો શણગાર કરાયો

રક્ષાબંધનની જાહેર રજા હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા, સંતોએ હરિભક્તોને રાખડીઓ બાંધી આશીર્વાદ આપ્યા, બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code