1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જન્માષ્ટમીની રજાઓમાં પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઊભરાશે, બુકિંગ માટે ધસારો

ગોવા સહિતના બીચ તેમજ હિલ સ્ટેશન જવાનો પ્રવાસીઓમાં ક્રેઝ, ટ્રાવેલ્સ એજન્સીઓએ ટૂર પેકેજ જાહેર કર્યા, ગુજરાતીઓ સૌથી વધુ ફરવાના શોખીન અમદાવાદઃ વાર-તહેવાર અને જાહેર રજાઓમાં ગુજરાતીઓ ફરવા માટેનો અગાઉથી પ્લાન બનાવી દેતા હોય છે. દેશમાં અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના લોકો હરવા-ફરવાના સૌથી વધુ શોખીન ગણાય છે. જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે 5 […]

વડોદરામાં કિશનવાડી ચાર રસ્તા પર વાહનોનાં આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકની સમસ્યા

ચાર રસ્તા પર શાક માર્કેટ હોવાથી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે, ટ્રાફિક સિગ્નલ મુકાયા છતાં સ્થિતિ ઠેરના ઠેર, વડોદરાઃ શહેરના કિશનવાડી ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિંગ્નલ મુકવા છતાંયે ટ્રાફિક જામની સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. કિશનવાડી ચાર રસ્તા નજીક શાક માર્કેટ […]

વડોદરામાં લૂંટ કરવા માટે આવેલી યુપીની ગેન્ગનો સાગરિત તમંચા સાથે પકડાયો

લૂંટારૂ ગેન્ગના સાગરિત પાસેથી તમંચો, માઉઝર, કારતૂસો મળ્યા, યુપીથી કાર લઈને 7 શખસો લૂંટ કરવા આવ્યા હતા, કોને ત્યાં ધાડ પાડવાના હતા તેની માહિતી પોલીસ મેળવશે વડોદરાઃ દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત એક સમૃદ્ધ રાજ્યની ગણતરી થતી હોય છે. અને તેના લીધે પરપ્રાંતની લૂંટારૂ ટોળકીઓની નજર ગુજરાતના મહાનગરો પર રહેતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશની […]

અમદાવાદમાં જાહેર માર્ગો પર ભીખ માગતા વધુ 10 બાળકોનું રેસ્ક્યુ કરાયા

બાળકો પાસે ભીખ મંગાવતા તેના માત-પિતા સામે ગુનો નોંધાયો, ભીખ મંગાવવાના રેકેટનો પડદાફાશ, બાળકોને મેડિકલ ચેકપ માટે મોકલાયા અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ રસ્તાઓ પર ભીખ માગતા બાળકો જોવા મળી રહ્યા છે. બાળકોને રમવાની કે સ્કૂલ જવાની ઉંમરે બાળકો પાસેથી ભીંખ મંગાવવાનું કામ લેવામાં આવતું હતું. આથી શહેર ક્રાઈમ બ્રાન્ચે ભીખ માંગતા 10 જેટલાં બાળકોનું રેસ્ક્યુ […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારના ત્રણ બગીચાઓ પીપીપી ધોરણે વિકસાવાશે

U N મહેતા ફાઉન્ડેશનના સહયોગથી બગીચાઓ ડેવલપ કરાશે, બગીચાઓનું નિયંત્રણ AMC પાસે રહેશે, અમદાવાદઃ શહેરની વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત 280 જેટલા બગીચાઓ છે. તમામ બગીચાઓમાં મ્યુનિ દ્વારા બાળકો માટે રમત-ગમતના સાધનો મુકવામાં આવ્યા છે. વૃક્ષોથી આચ્છાદિત એવા બગીચાઓમાં શહેરના નાગરિકો શાંતિની પળો વિતાવવા માટે જતાં હોય છે. હાલ તમામ બગીચાના સાર સંભાળ અને મેન્ટેનન્સની જવાબદારી […]

ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ પદ્મનાભનનું 83 વર્ષની વયે અવસાન

ચેન્નાઈમાં તેમણે લીધા અંતિમ શ્વાસ 5 ડિસેમ્બર, 1940 ના રોજ ત્રિવેન્દ્રમ, કેરળમાં જન્મ થયો હતો  ચેન્નાઈ: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ સુંદરરાજન પદ્મનાભનનું સોમવારે ચેન્નાઈમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષના હતા. તેમણે 30 સપ્ટેમ્બર, 2000ના રોજ ભારતીય સેનાના 20મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કમાન્ડ સંભાળ્યું અને 31 ડિસેમ્બર, 2002ના રોજ તેમની નિવૃત્તિ સુધી આ […]

અમદાવાદમાં કચરાના ન્યુસન્સ સ્પોટ પર 270 CCTV પૈકી માત્ર 50 જ કાર્યરત

અમદાવાદ: શહેરમાં જાહેરમાં વિવિધ સ્થળે ગંદકી કરવામાં આવે છે. જ્યાં લોકો કચરો નાખીને જતા રહે છે. જેને કારણે શહેરમાં જ્યાં ત્યાં ન્યુસન્સ સ્પોટ બની ગયા છે. જે બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા સર્વે કરતા કુલ ૨૮૩ જેટલા ન્યુસન્સ સ્પોટ આઈડેન્ટીફાઈ કરવામાં આવ્યા છે. તેને દૂર કરવા બાબતે ૨૯.૨.૨૦૨૪ ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.૨.૩૮ કરોડના […]

દુનિયામાં હાહાકાર મચાવનાર MPoxની સ્થિતિ પર પીએમ મોદીની સતત નજર

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલી પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્નને ધ્યાનમાં રાખીને MPoxની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ MPoxની સજ્જતાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી, ત્વરિત તપાસ માટે વિસ્તૃત દેખરેખ રાખવાની સલાહ આપી, ટેસ્ટિંગ લેબ્સ તત્પરતાની સ્થિતિમાં હશે, આ […]

ભારતમાં આજે સાંજે દેખાશે વર્ષનો પહેલો ‘સુપરમૂન’

સવારથી બુધવારે સવાર સુધી ચંદ્ર સંપૂર્ણ દેખાશે શિખર નેપાળથી પૂર્વ તરફ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં મંગળવારે સવારે દેખાશે આ ખગોળીય ઘટના આ વર્ષે સતત ચાર સુપરમૂનમાંથી એક છે નવી દિલ્હીઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, તારાઓને જોવામાં રસ ધરાવતા લોકોને સોમવારે ભારતમાં ‘સુપરમૂન’નો જબરદસ્ત ખગોળીય નજારો જોવા મળશે. નાસાએ જણાવ્યું હતું કે, રવિવારની સવારથી બુધવારે સવાર સુધી […]

અમરનાથ યાત્રાઃ આશરે પાંચ લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

છેલ્લા 52 દિવસથી ચાલી રહી છે અમરનાથ યાત્રા સોમવારે સવારે પંચતર્ણીથી પવિત્ર ગુફા સુધીની યાત્રાનો અંતિમ ચરણ શરૂ કર્યો નવી દિલ્હીઃ છેલ્લા 52 દિવસથી ચાલી રહેલી અમરનાથ યાત્રાનું આજે સમાપન થશે. અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરી ચુક્યા છે. મહંત સ્વામી દીપેન્દ્ર ગિરી દ્વારા હાથ ધરવામાં આવેલી છડી મુબારક (ભગવાન શિવની ચાંદીની ગદા)એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code