1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની નરેન્દ્ર મોદી અધ્યક્ષતા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 અને 15 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં મુખ્ય સચિવોની ચોથી રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેની ભાગીદારીને વધુ વેગ આપવા તરફનું બીજું મહત્ત્વનું પગલું હશે. મુખ્ય સચિવોની પરિષદ પ્રધાનમંત્રીના સહકારી સંઘવાદને મજબૂત કરવા અને ઝડપી વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે યોગ્ય સંકલન […]

વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવ્યાં

નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, “માનનીય સભ્યો,  હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા 18 વર્ષીય […]

ભારતીય રિઝર્વ બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવેલ ઈમેલ

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને શુક્રવારે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં RBIની મુંબઈ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યો મેલ RBI ગવર્નર સંજય મલ્હોત્રાના સત્તાવાર ઈમેલ આઈડી પર આવ્યો હતો. ધમકી રશિયનમાં આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈમેલ વિશે માહિતી મળતાં, મુંબઈ પોલીસે મોકલનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો […]

દિલ્હી ઠુંઠવાયું, પુસા વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું

નવી દિલ્હીઃ હિમવર્ષાના કારણે દિવસે દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના પુસા વિસ્તારમાં સવારે લઘુત્તમ તાપમાન 3.2 ડિગ્રી નોંધાયું હતું. તો આયા નગરમાં 3.8 ડિગ્રી સેલ્સિયસ, લોધી રોડમાં 4.4, નરેલામાં 4.7, પાલમમાં 6 અને રિજમાં 6.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગૌતમ બુદ્ધ નગરમાં […]

અમદાવાદમાં આચાર્ય યુગભૂષણસૂરિજી દ્વારા ‘વસુધૈવ કુટુમ્બકમ કી ઔર’ વિદ્વત સંમેલન યોજાશે

અમદાવાદઃ શહેરના પાલડીના ગીતાર્થ ગંગામાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર”નું ત્રીજુ સંમેલન તા. 14 અને 15મી ડિસેમ્બરના રોજ યોજાશે. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીના નેતૃત્વમાં “વસુધૈવ કુટુમ્બકમ કી ઓર” નામથી 2 વખત મુંબઈ અને વડોદરામાં કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસુરિજી દ્વારા આજના અશાંત યુગની યુદ્ધ, ભૂ ભૌગોલિક-રાજકીય દુશ્મનાવટ અને પ્રભાવહીન બહુપક્ષીયવાદ જેવી વૈશ્વિક સમસ્યાઓના સમાધાન […]

જસ્ટિસ શેખર યાદવ સામે મહાભિયોગ માટે રાજ્યસભામાં નોટિસ, 55 સાંસદોના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ મહાભિયોગ ચલાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં નોટિસ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ માટે રાજ્યસભામાં આપવામાં આવેલી નોટિસ પર 55 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં કપિલ સિબ્બલ, વિવેક તંખા અને દિગ્વિજય સિંહ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ના જોન બ્રેટાસ, […]

રાજ્યસભામાં કોંગ્રેસે અધ્યક્ષ ધનખડ સામે કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. બીજેપી સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે આરોપ લગાવ્યો કે સ્પીકર જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ ગૃહમાં તેની ચર્ચા […]

પંચમહાલની વાવકુલ્લી-2 બની દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત”

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત “સુશાસન યુક્ત પંચાયત” શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં […]

ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ

ભારતે પોતાની આર્થિક સફરમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. એપ્રિલ 2000થી અત્યાર સુધીમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)નો કુલ પ્રવાહ 1 ટ્રિલિયન ડોલરની પ્રભાવશાળી સપાટીએ પહોંચ્યો છે. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળા દરમિયાન એફડીઆઈમાં લગભગ 26 ટકાનો વધારો થઈને 42.1 અબજ ડોલર થયો છે. આ પ્રકારની વૃદ્ધિ એક વૈશ્વિક રોકાણના સ્થળ […]

ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બદલવા માટે રૂ. 1,200 કરોડ PMMSY અને FIDF પ્રોજેક્ટ્સ શરૂ કરાયો

મત્સ્યપાલન ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે રાષ્ટ્રીય આવક, નિકાસ, ખાદ્ય અને પોષક સુરક્ષા તેમજ રોજગાર નિર્માણમાં ફાળો આપે છે. મત્સ્યપાલન ક્ષેત્રને ‘સનરાઇઝ સેક્ટર’ તરીકે માન્યતા આપવામાં આવી છે અને તે ભારતમાં આશરે 30 મિલિયન લોકોની આજીવિકાને ટકાવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ખાસ કરીને વંચિત અને વંચિત સમુદાયોની. છેલ્લાં 10 વર્ષ દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code