અમદાવાદમાં જય જગન્નાથજીના નાદ સાથે રથયાત્રામાં ભાવિકો ઉમટ્યાં, ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ
અમદાવાદઃ શહેરમાં આજે 147મી રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા ભક્તિરસનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળ્યા છે. રથયાત્રા નીજ મંદિરેથી નિકળીને જમાલપુર દરવાજા પાસે સવારે 10.5 કલાકે પહોંચી હતી. રથયાત્રામાં જય જગન્નાથજીના નાદ સાથે લોકો ભગવાનના […]