1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે […]

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

ઉત્તરપ્રદેશમાં રેલી ભરેલી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડી પર પલટી, 4 બાળકો સહિત 8ના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં હરદોઈ જિલ્લાના મલ્લવાન કોતવાલી વિસ્તારમાં ઉન્નાવ રોડ પર એક રેતી ભરેલી ટ્રક નિયંત્રણ બહાર નીકળી ગઈ અને રસ્તાની બાજુની ઝૂંપડી પર પલટી ગઈ હતી. આ ઘટનામાં ઝૂંપડામાં સૂઈ રહેલા ચાર માસૂમ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. મૃતકોમાં દંપતી, તેમના ચાર બાળકો અને એક જમાઈનો સમાવેશ થાય છે. એક બાળકી પણ ઘાયલ […]

અમદાવાદઃ રથયાત્રાના રુટ પર સુરક્ષા વ્યવસ્થા મુદ્દે પોલીસનું રિહર્સલ

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈના રોજ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળશે. જેના માટે મંદિર ટ્રસ્ટ તરફથી તૈયારીઓની સાથે સાથે વહીવટી વિભાગ અને પોલીસ અધિકારીઓએ પણ સુરક્ષા વ્યવસ્થા અંગે ખાસ તૈયારીઓ શરુ કરી છે. જેના ભાગરુપે પોલીસ કાફલાએ રથયાત્રાના રુટ પર સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે ખાસ ચેકીંગ અને કોમ્બિંગ કર્યુ હતુ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પરંપરાગત […]

પાણીની સમસ્યા મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર સામે નારાજગી વ્યક્ત કરી, અણિયારા સવાલો કર્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં આકરી ગરમી વચ્ચે પાણીનું સંકટ વધી રહ્યું છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને દિલ્હી સરકારને પૂછ્યું કે તેણે ટેન્કર માફિયાઓને રોકવા માટે શું પગલાં લીધાં છે. પાણીનો બગાડ અટકાવવા તમે શું કામ કર્યું? દિલ્હીમાં પાણીની અછતના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે આ કોઈ નવો મામલો નથી. છેલ્લા […]

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24મી જૂને મળશે, રાજ્યસભાની કાર્યવાહી 27મી જૂનથી શરૂ થશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. આ સિવાય 264મી રાજ્યસભાનું સત્ર 27 જૂનથી શરૂ થશે. આ દરમિયાન નવા ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ, લોકસભાના અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા થશે. બંને ગૃહોના સત્ર 3 જુલાઈ સુધી ચાલશે. એમ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાને જણાવ્યું […]

રિયાસી અને કઠુઆ બાદ હવે ડોડામાં આતંકવાદી હુમલો, સેના બેસ ઉપર ગોળીબાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો. હુમલા બાદ ડોડાના છત્રકલામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ […]

ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું આયોજન, 46 દેશના ખેલાડીઓ લીધો ભાગ

અમદાવાદઃ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશીપમાં ભારત સહિત 46 દેશના 230 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ટુર્નામેન્ટની મુલાકાત લઈ ખેલાડીઓનું મનોબળ વધાર્યુ હતુ. ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપ-2024 યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભારત સહિત 46 દેશના 230 ખેલાડીઓ […]

લેફટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ પદે નિમણુક

નવી દિલ્હીઃ લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની આગામી આર્મી ચીફ તરીકે નિમણુક કરવામાં આવી છે. વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે 30 જૂને નિવૃત્ત થયા બાદ ઉપેન્દ્ર દ્વિવેદી ચાર્જ સંભાળશે. સંરક્ષણ અને મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમ.ફીલ ની ડીગ્રી ધરાવનાર લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી 1984માં ભારતીય સેનાની ઈન્ફેન્ટ્રીમાં જમ્મુ-કાશ્મીર રાઈફલ્સમાં જોડાયા. તેમની આશરે 40 વર્શની લાંબી અને વિશિષ્ટ […]

અમિતાભ બચ્ચન અને પ્રભાસ એક્શન મોડમાં જોવા મળ્યા, ‘કલ્કી 2898 એડ’નું અદભૂત ટ્રેલર બહાર આવ્યું

સાઉથના સુપરસ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન આ દિવસોમાં તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 એડ માટે ચર્ચામાં છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર ગઈકાલે એટલે કે સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. સ્ટાર કાસ્ટના પાત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code