1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

8 કલાકની ઊંઘ પછી પણ શરીર થાકેલું રહે છે, આ છે કારણ

આજના વ્યસ્ત જીવનમાં, લોકોએ સ્વસ્થ આહાર અને કસરતને ઘણી હદ સુધી પોતાની આદતોમાં સામેલ કરી લીધી છે, પરંતુ એક વાત એવી છે જેને ઘણા લોકો હજુ પણ અવગણે છે અને તે છે સારી ઊંઘ. સારી ઊંઘનો અર્થ એ છે કે પૂરતી ઊંઘ લેવી જે શરીર અને મન બંનેને તાજગી આપે. નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ […]

જો આ ખરાબ આદતો તાત્કાલિક બદલો નહીં તો તમારી યાદશક્તિ ગુમાવી દેશો

આજના સમયમાં, જીવનની ગતિ એટલી ઝડપી બની ગઈ છે કે લોકો પોતાના માટે પણ સમય કાઢી શકતા નથી. કામનો બોજ, સંબંધોનું દબાણ અને ભવિષ્યની ચિંતાઓ એટલી હદે વધી ગઈ છે કે લોકો ધીમે ધીમે તણાવથી ઘેરાયેલા થઈ રહ્યા છે. આ તણાવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે, જેના કારણે અનિદ્રા, ભૂખ ન લાગવી અને બેચેની […]

વાળની તંદુરસ્તી માટે અપનાવો સરળ “વીકએન્ડ હેર કેર રૂટીન”, ફક્ત બે કલાકમાં મેળવો કુદરતી ચમક અને મજબૂતી

સ્વસ્થ અને ચમકદાર વાળ ફક્ત દેખાવ માટે જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ માટે પણ જરૂરી છે. આજકાલના સમયમાં ખરાબ ખોરાક, પ્રદૂષણ, ધૂળ, ધુપ અને કેમિકલ પ્રોડક્ટ્સનો વધતો ઉપયોગ વાળના તૂટવા, ઝડવા અને બેજાન થવાના મુખ્ય કારણો બની રહ્યા છે. સતત હીટ ટ્રીટમેન્ટ કે યોગ્ય હેર કેર ન કરવા પરથી પણ વાળની કુદરતી ચમક ખોવાઈ જાય છે. […]

સાસણગીરના નેચરલપાર્કમાં વનરાજોને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓનો ધસારો, પ્રવાસીઓ વનરાજોને જાઈને ખૂશખૂશાલ બન્યા, ગીરની લીલોતરી અને વાતાવરણથી પ્રવાસીઓ પ્રભાવિત જુનાગઢઃ દિવાળીના તહેવારો અને વેકેશનને લીધે રાજ્યના તમામ પર્યટન અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વિશ્વવિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પણ હાલ પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. અને વનરાજોને નિહાળીને પ્રવાસીઓએ […]

જામનગર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનોના મોત

જામનગર નજીક ચેલા ગામ પાસે સર્જાયો અકસ્માત, ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી, જામનગરઃ દિવાળીના તહેવારોને લીધે હાઈવે પર ટ્રાફિકમાં વધારો થતાં સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જામનગર નજીક ચેલા ગામ પાસે એક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં બે યુવકોના […]

વાઘોડિયાના જરોદ પાસે કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ઝાડ પર ઊંધી લટકી

મુંબઈથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી કારને અકસ્માત નડ્યો, કારમાં સવાર એકનું મોત, ચારને ગંભીર ઈજા, સ્થાનિક લોકોએ કારમાંથી ઘવાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યાં વડોદરાઃ જિલ્લાના વાઘોડિયા તાલુકા નજીક જરોદ પાસે હાઈવે પર મુંબઈથી ઉત્તર પ્રદેશ તરફ જઈ રહેલી એક XUV કાર પૂરફાટ ઝડપે ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કાર ઉછળીને […]

અમદાવાદના ઈસરોમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાની નહીં

ઈસરો કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી, તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા, સર્વરોમાં મહત્વનો ડોટા ખાક થયાની આશંકા અમદાવાદઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આવેલા આઈટી સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.પણ આગને લીધે સર્વરને ભારે નુકસાન થયુ […]

દરરોજ 17 કરોડ સાયબર હુમલાઓનો સામનો કરે છે NSE ?

દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) પર દરરોજ સરેરાશ 150 થી 170 મિલિયન (15 થી 17 કરોડ) સાયબર હુમલાઓ થતા હોવાનું જાણવા મળે છે. આ ખતરાઓને પહોંચી વળવા માટે NSE પાસે 24 કલાક સક્રિય સાયબર વોરિયર્સની વિશેષ ટીમ તૈનાત છે, જે તરત જ આ હુમલાઓને ઓળખીને નિષ્ક્રિય કરી દે છે. NSEના એક […]

સુરતમાં ભાઈબીજના દિને નજીવી વાતે ઉશ્કેરાયેલા બનેવીએ સાળાની હત્યા કરી

હત્યા કર્યા બાદ બનેવી ફરાર થઈ ગયો, ભાણીને ન મારવા સાળાએ ઠપકો આપતા બનેવી ઉશ્કેરાયો, પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યાં સુરતઃ શહેરમાં આજે ભાઈબીજના દિને ઘરકંકાસને કારણે બનેવીએ સાળાની હત્યા કરી છે. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં બનેવીએ સાળાની હત્યા કરી ફરાર થઈ જતા પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. […]

પાટડીના આદરિયાણા ગામે ગોવાળો દ્વારા ગાયોને દોડાવવાની સ્પર્ધા યોજાઈ

માલધારી સમાજ દ્વારા 150 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત, ગોવાળોએ પરંપરાગત પોશાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવી, માલધારી સમાજની મહિલાઓએ દોડતી ગાયોના પગના નિશાનની રજને માથે ચઢાવીને ધન્યતા અનુભવી સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામે માલધારી સમાજ દ્વારા ગાયો દોડાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગોવાળોએ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code