1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભુજ-અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેનનો સફળ ટ્રાયલ રન

5 કલાકમાં ભૂજથી અમદાવાદ પહોંચાશે, વંદે મેટ્રો ટ્રેન 110 કિમીની ઝડપે દૈનિક ધારણે દોડાવાશે, વંદે મેટ્રો ટ્રેન ક્યારથી શરૂ થશે તેની હવે જાહેરાત કરાશે ભૂજઃ   અમદાવાદ ડિવિઝન હેઠળ અમદાવાદ ભુજ વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ત્રણ યુનિટના કુલ 12 એસી કોચ સાથેની વંદે મેટ્રો ટ્રેન બપોરે 12.59 મિનિટે પહોંચી હતી અને બપોરે […]

અંબાજીના ગબ્બરમાં વન વિભાગે 6 કલાકની જહેમત બાદ રીંછને પકડવામાં સફળતા મળી

યાત્રિકોની સુરક્ષાને લીધે વન વિભાગે જહેમત ઉઠાવી, વન વિભાગના સ્ટાફે સતત વોચ રાખીને રીંછનું લોકોશન મેળવ્યું, ગન વડે રિંછને બેભાન કરીને રેસ્ક્યુ કરાયું, પાલનપુરઃ  બનાસકાંઠાના અંબાજી નજીક ગબ્બરના પહાડી વિસ્તારમાં રિંછ આટાંફેરા મારતું હોવાથી વન વિભાગ એલર્ટ બન્યું હતું. અંબાજીમાં હાલ બે-ત્રણ દિવસ બાદ ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ થશે. પદયાત્રિકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા […]

અમરેલીનો રાયડી ડેમ બન્યો ઓવરફ્લો, ડેમનો એક દરવાજો ખોલાયો

ખાંભા અને જાફરાબાદ તાલુકાના 5 ગામોને એલર્ટ કરાયા, સારા વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયા, સિંચાઈનો પ્રશ્ન ઉકેલાતા ખેડુતોમાં હર્ષની લાગણી અમરેલીઃ  જિલ્લામાં સતત અવિરત વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયો ઓવરફલો થઈ રહ્યા છે. ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલો રાયડી ડેમ 100 ટકા ભરાઈ જતા ઓવરફ્લો થતાં […]

ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમમાં જળસપાટી વધીને 613.69 ફુટે પહોંચી

ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઈ ડેમ 70 ટકા ભરાયો, ડેમની જળસપાટી 621 ફુટે પહોંચતા સાબરમતી નદીમાં પાણી છોડાશે, ડેમમાં સતત પાણીની આવકમાં થયો વધારો અમદાવાદઃ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો ગણાતો ધરોઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. અને તેની જળસપાટી 613.69 ફુટને વટાવી ગઈ છે. […]

વૈશ્નોદેવીથી અડાલજ સુધી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ સામે પોલીસનો એક્શન પ્લાન

એસજી હાઈવે પર વૈશ્નોદેવીથી બેથી 5 કિમી સુધી વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે, ટ્રાફિક જામની સમસ્યા નિવારવા પોલીસે બનાવ્યો એક્શન પ્લાન, ખોરજ પાસે કન્ટેનર ખસેડવા ક્રેઇન સ્ટેન્ડબાય રખાશે ગાંધીનગરઃ એસજી હાઈવે પર વૈશ્નોદેવીથી અડાલજ સુધી વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે. આથી ગાંધીનગર પોલીસે ટ્રાફિક જામની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. […]

ગાંધીનગરના ખોરજ વિસ્તારના એક પાન પાર્લરમાં એક કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો

ગાંધીનગર એસઓજીએ ગાંજાના જથ્થા સાથે વેપારીની કરી ધરપકડ, ગાંજાની લત લાગતા યુવાનોની ગલ્લા પર ભીડ રહેતી હતી, ગાંજો સપ્લાય કરનારા શખસની શોધખોળ ગાંધીનગરઃ મહાનગરોમાં ડ્રગ્સની દૂષણ વધી રહ્યું છે. નવી પેઢી ખાસ કરીને યુવાનો ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે. ત્યારે ગાંધીનગર એસઓજીએ ડ્રગ્સનું વેચાણ કરતા પાર્લરો પર વોચ રાખી હતી દરમિયાન ખોરજના એક પાન પાર્લરમાં […]

કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટને લીધે ટ્રેનો નજીકના સ્ટેશનોથી દોડાવાશે

કાળુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1થી 9 ચાર તબક્કામાં બંધ કરાશે, કેટલીક ટ્રેનો સાબરમતી અને ગાંધીનગરથી દોડાવાશે, અમુક ટ્રેનો અસારવા, મણિનગર અને વટવા શિફ્ટ કરાશે અમદાવાદઃ શહેરના 24 કલાક રેલ ટ્રાફિકથી વ્યસ્થ ગણાતા કાળુપુરના રેલવે સ્ટેશનની રિ-ડેવલપની કામગીરી ચાલી રહી છે. જેના લીધે  આગામી નવેમ્બર મહિનાથી પ્લેટફોર્મ નં. 1થી 9 ચાર તબક્કામાં બંધ કરાશે. જ્યારે ટ્રેનોને […]

પોલીસ કોઈની જાતિને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરતી નથીઃ ઉત્તરપ્રદેશ પોલીસ વડા

મંગેશ યાદવ એન્કાઉન્ટર કેસને લઈને રાજકારણ ગરમાયું પોલીસે જાતિ જોઈને કાર્યવાહી કર્યાંનો વિપક્ષનો આક્ષેપ પોલીસ વડાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં લખનઉ: ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક લૂંટ કેસના આરોપી મંગેશ યાદવના પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે તમામ આરોપીને નકારી જણાવ્યું હતું કે, પોલીસ કોઈની પણ જાતિ […]

બિહારમાં BJP નેતાની હત્યા, CCTV ફૂટેજ સામે આવ્યા

પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી પટનામાં વહેલી સવારે ગોળી મારીને કરાઈ હત્યા પટનાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ઉપદ્રવ વધ્યો છે. દરમિયાન આજે સવારે પટનામાં ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. બાઇક પર સવાર અજાણ્યા શખ્સોએ ભાજપના નેતાને માથામાં ગોળી મારી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ગુનેગારોએ પટનાના ચોક પોલીસ સ્ટેશન […]

ઉત્તરપ્રદેશઃ કાંલિંદી એક્સપ્રેસને LPG સિલિન્ડરથી ઉડાવી દેવાના કાવતરાનો પર્દાફાશ

ટ્રેન એલપીજી સિલિન્ડર સાથે અથડાઈ સદનસીબે મોટી દૂર્ઘટના ટળી રેલવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો નવી દિલ્હી: પ્રયાગરાજથી ભિવાની વાયા કાનપુર જતી ટ્રેન કાલિંદી એક્સપ્રેસ (14117)ને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ટ્રેન ટ્રેક પર રાખવામાં આવેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. આ દરમિયાન જોરદાર અવાજ પણ થયો હતો. જો કે, રાહતની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code