1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું 4થી જુને પરિણામ, સવારે 8 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી

અમદાવાદ:  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી ગઈ તા. 7મી મેના રોજ યોજાઈ હતી. તેની મતગણતરી તા. 4થી જુનને મંગળવારે સવારે 8 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી માટેની તમામ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના 25 કેન્દ્રો પર મતગણતરી કરવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. […]

ગુજરાત સરકાર હવે ફાયર એક્ટમાં કરશે સુધારો, આગની દૂર્ઘટનાની જવાબદારી નિશ્વિત કરાશે

ગાંધીનગરઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર વધુ એલર્ટ બની છે. અને ભવિષ્યમાં આવા કોઈ બનાવો ન બને તે માટે પગલાં લઈ રહી છે. દરમિયાન સરકાર આગની દૂર્ધટનાની જવાબદારી નક્કી કરવા માટે  ‘ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટ’માં સુધારો કરશે.  એક્ટમાં એવી જોગવાઈ કરવામાં આવશે કે, જે સ્થળોએ વધુ લોકો ભેગાં થતાં હોય ત્યાં તે સ્થળના માલિકો […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક

અમદાવાદઃ ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પૂત્ર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.શિવભદ્રસિંહજી મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવ્યો છે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવી […]

ભારે પવનને લીધે દરિયામાં કરંટ, દાંડી અને ઉભરાટ બીચ પર્યટકો માટે 5 દિવસ બંધ

સુરતઃ  ઉનાળાના વેકેશનને લીધે ઉભરાટ અને દાંડીના સમુદ્રના બીચ પર પર્યટકો ફરવા માટે આવી રહ્યા છે. હાલ બંગાળના સમુદ્રમાં ચક્રવાત અને દક્ષિણ ભારતમાં વાજતે-ગાજતે મેઘરાજાનું આગમન થતાં તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે, બીજીબાજુ દરિયો તોફાની બની રહ્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દાંડી અને ઉભરાટનો બીચ પર્યટકો માટે 5 […]

સુરેન્દ્રનગર શહેરમાં અસહ્ય ગરમીથી લોકોને રાહત આપવા રોડ પર પાણીનો છંટકાવ કરાયો

સુરેન્દ્રનગરઃ શહેરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના ટાણે તો બજારો સુમસામ બની જાય છે. ત્યારે લોકોને ગરમીથી રાહત મળે તે માટે નગરપાલિકાના ફાયર વિભાગના વાહનોથી શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરી લોકોને ઠંડક મળે તે માટે પ્રયાસ કરાયો છે. પાણીના છંટકાવથી મુખ્ય રસ્તાઓ પરના દુકાનદારોને પણ રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે […]

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કર્મચારીઓને ગરમીથી રાહત આપવા 30 એરકૂલરો મુકાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. હવે તો 15મી જુનથી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થતાં ગરમીમાં ઘટાડો થશે. એટલે કે મે મહિનાની તુલનાએ જુનમાં ગરમીનો પ્રકોપ ઓછો સહન કરવો પડશે. ત્યા ગાંધીનગર જિલ્લા પંચાયતના સત્તાધિશોએ કર્મચારીઓને ગરમીથી રાહત મળે તે માટે જુન મહિનાથી 30 કુલર મુકવાનો નિર્ણય લીધો […]

વડોદરામાં પ્રિ-મોન્સુનની કામગીરી માત્ર કાગળ પર, ગટરોના તૂટેલા ઢાંકણા, રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં,

વડોદરાઃ ગુજરાતમાં જુન મહિનામાં મેઘરાજાનું વાજતે ગાજતે આગમન થઈ જશે. એટલે 15મીથી 25મી જુન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જશે. હાલ તમામ મહાનગરોમાં પ્રિ-મોન્સુનની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 85 ટકા પ્રિ-મોન્સુનની કામગીરી પૂર્ણ કરી દીધી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. શહેરના મુખ્ય માર્ગો […]

ગુજરાતમાં 8 ગ્રાન્ટેડ લો કોલેજોમાં BCIનું નિરીક્ષણ ન થાય ત્યાં સુધી પ્રવેશ પર પ્રતિબંધ

અમદાવાદઃ ગુજરાતની આઠ જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નિરીક્ષણની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના પ્રવેશ પર હાઈકોર્ટે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. લો કોલેજોએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, ગ્રાન્ટેડ લો કોલેજોમાં સરકાર દ્વારા ફેકલ્ટીની ભરતી કરતી નથી. કેટલીક લો કોલેજમાં 13 વર્ષથી પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી […]

અમદાવાદમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં GSTના દરોડા, લોખંડ અને સ્ક્રેપના વેપારીઓમાં ફફડાટ

અમદાવાદઃ શહેરના ઓઢવ અને નરોડા વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લોખંડ અને સ્ક્રેપના ધંધાર્થીઓ અને વેપારી વેપારીઓની 10 પેઢીઓ પર સેન્ટ્રલ GST વિભાગે દરોડા પાડતા અનેક અનિયમિતતા જોવા મળી હતી. વેપારીઓએ મોટા પ્રમાણમાં બિલ વગર માલની ખરીદી અને વેચાણ કર્યાના પુરાવા હાથ લાગ્યાનું કહેવાય છે. તપાસમાં આ 10 પેઢીઓ સાથે સંકળાયેલ અન્ય વેપારીઓ અને પેઢીઓ સુધી તપાસનો […]

ગુજરાતમાં મગફળીના વાવેતર પહેલા ખેડુતો માટે કૃષિ વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા

ગાંધીનગરઃ  ચોમાસાના આગમન બાદ રાજ્યમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા મગફળીમાં જમીનજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મગફળીમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માર્ગદર્શિકામાં શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા, ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code