1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત બંધનું એલાનઃ 25 કરોડથી વધુ શ્રમિકો વિરોધ-પ્રદર્શન કરશે, અનેક સેવાઓ ખોરવાશે

9 જુલાઈ (બુધવાર) ના રોજ દેશમાં એક મોટો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 25 કરોડથી વધુ કર્મચારીઓ અને કામદારો ભારત બંધમાં ભાગ લેશે. તેમનો આરોપ છે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છે. આ હડતાળની દેશભરમાં વ્યાપક અસર થવાની ધારણા છે. આર્થિક નુકસાનની સાથે, ઘણી મોટી […]

બિહારના પૂર્ણિયામાં અંધશ્રદ્ધામાં 5 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા

બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના તેતગામા ગામમાં 6 જુલાઈ 2025 ની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અંધશ્રદ્ધાને કારણે એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં બાબુલાલ ઓરાઓં, તેમની પત્ની, માતા, પુત્રવધૂ અને પુત્રનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે ગામના કેટલાક લોકોએ આ પરિવાર પર ડાકણ હોવાની […]

‘હમ કરકે દિખાતે હૈ સિરીઝ’ની ત્રીજી ફિલ્મ “સ્ટોરી ઓફ સૂરજ”નું અદાણી ગ્રુપે અનાવરણ કર્યું

અમદાવાદ : ભારતના વિરાટ અને સૌથી ઝડપથી વિકસતા સંકલિત માળખાગત અદાણી સમૂહે સમગ્ર દેશમાં માનવીય જીવનમાં ઉન્નતિનો ઉજાસ પાથરવાની સામાજીક જવાબદારી અદા કરવાની પ્રવૃત્તિને આગળ વધારી રહી છે. ભારતના ખૂણે ખૂણે  સૌર ઉર્જા પહોંચાડવા સાથે ટકાઉ માળખાગત સુવિધાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા અદાણી સમૂહે ’Hum Karke Dikhate Hain’ની તેની શ્રેણીની ત્રીજી ફિલ્મ સ્ટોરી ઓફ […]

પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સહિત 13 જેટલા કુખ્યાત આતંકવાદીઓ આશ્રય લઈ રહ્યાં છે…

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને ટેકો આપે છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલા 9/11ના હુમલાએ વિશ્વભરને હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત આતંકવાદી લાદેનને પણ અમેરિકી આર્મીએ પાકિસ્તાનમાં જ શોધીને ઠાર માર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ, લશ્કર અને ધાર્મિક નેતાઓ વચ્ચેના અયોગ્ય જોડાણે દેશમાં કટ્ટરપંથી ઇસ્લામને […]

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલાલ વૈષ્ણવનું નિધન, AIIMS માં લીધા અંતિમ શ્વાસ

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલતલાલ વૈષ્ણવનું મંગળવારે (08 જુલાઈ, 2025) સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમને જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત બગડતા, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોધપુર એઈમ્સે આજે એક મેડિકલ બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે […]

પંજાબ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતને બે પિસ્તોલ સાથે ઝડપી લીધો

નવી દિલ્હીઃ પંજાબમાં જાલંધર કાઉન્ટર ઇન્ટેલિજન્સ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા રચવામાં આવેલા હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવીને એક આરોપીને બે પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આરોપીની ઓળખ હિમાંશુ સૂદ તરીકે થઈ છે, જે કપૂરથલાના ફગવાડાનો રહેવાસી છે. તેની પાસેથી બે પિસ્તોલ અને સાત કારતૂસ મળી આવ્યા છે. તેમણે […]

ગોપાલ ખેમકા હત્યા કેસનું જેલ સાથે કનેક્શન, પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર પ્રશ્નાર્થમાં છે. પટનાના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 4 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખેમકા પોતાની કારમાંથી ઉતરીને ઘરમાં પ્રવેશવા જતો હતો ત્યારે અચાનક હેલ્મેટ પહેરેલો એક શૂટર તેની તરફ ધસી આવ્યો, તેના પર પિસ્તોલ તાકી અને નજીકથી ગોળી મારી દીધી. આ બધું થોડી જ સેકન્ડોમાં […]

ભારતીય નેવીની તાકાતમાં થશે વધારો, 17 યુદ્ધ જહાજો અને 9 સબમરીનને મળશે મંજૂરી

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે, લગભગ 17 નવા યુદ્ધ જહાજો અને 9 સબમરીન માટે ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવે તેવી શકયતા છે. હાલમાં, દેશમાં નૌકાદળના 61 યુદ્ધ જહાજો અને સબમરીનનું નિર્માણ વિવિધ તબક્કામાં ચાલી રહ્યું છે અને દેશમાં નવા જહાજો પણ બનાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ 17B હેઠળ 70 […]

સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત અંગે નીતિશ કુમારે મોટો નિર્ણય લીધો

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે (08 જુલાઈ, 2025) કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો કે હવે ફક્ત બિહારની મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત મળશે. એટલે કે હવે 35 ટકા અનામત માટે, મહિલા ઉમેદવાર માટે બિહારની રહેવાસી હોવી ફરજિયાત છે. આ અન્ય રાજ્યોની મહિલા ઉમેદવારો માટે એક આંચકો છે. તમને […]

ક્રિકેટર યશ દયાલ મુશ્કેલીમાં થયો વધારો, મહિલાની ફરિયાદ પર જાતીય સતામણીનો કેસ નોંધાયો

લખનૌઃ ભારતીય ક્રિકેટર યશ દયાલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગાઝિયાબાદ જિલ્લા પોલીસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ એક મહિલાનું જાતીય શોષણ કરવા બદલ FIR નોંધી છે. એક મહિલાએ 21 જૂને ઇન્ટિગ્રેટેડ ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ (IGRS) દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ મોકલી હતી કે ક્રિકેટરે તેનું જાતીય શોષણ કર્યું છે. મહિલાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code