1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાલિતાણામાં ગિરીરાજ શેત્રૂંજય પર છ ગાઉંની યાત્રામાં દેશ-વિદેશથી અનેક જૈનો ઉમટી પડ્યાં,

પાલિતાણાઃ જૈનોના તિર્થક્ષેત્ર એવા પાલીતાણા ખાતે ફાગણસુદ તેરસની પરંપરાગત છ ગાઉની યાત્રા-મેળો યોજાયો હતો. છ ગાઉંની યાત્રાનું જૈન સમાજમાં મહાત્મ્ય હોવાથી દેશ-વિદેશથી મોચી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાશ્વત ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રાનો  વહેલી સવારે તળેટીથી જય જય આદીનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો, પાલિતાણામાં ગિરીરાજ શેત્રુંજયની છ ગાઉની યાત્રામાં  મોટી સંખ્યમાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુભવંતો, […]

ઉપલેટામાં મોજ નદી પરના 100 વર્ષ જુના બ્રિજ પર હવે ભારે વાહનો માટે પ્રવેશબંધી

રાજકોટઃ  જિલ્લાના ઉપલેટા શહેરની મોજ નદી પર અંદાજિત 100 વર્ષ પહેલા એટલે કે અંગ્રેજોના સમયમાં પુલનું નિર્માણ કરાયું હતું અને આજે પણ પુલ અડિખમરીતે ઊભો છે. પરંતુ સદી વટાવી ગયેલા વર્ષો જુના આ પુલનો સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ પુલ પરથી ભારે વાહનોને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. સૂત્રોના જણાવ્યા […]

IPL 2024: રવિન્દ્ર જાડેજાએ ફટકારી સિક્સરની સદી, જાણો કોણ છે આ યાદીમાં ટોચ પર

બેંગ્લોરઃ IPL 2024 ની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાઈ હતી. CSK એ 6 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં જાડેજાએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે આઈપીએલમાં સિક્સરની સદી પૂરી કરી હતી. જો કે, જાડેજા સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીઓની યાદીમાં ઘણો નીચે છે. રવેન્દ્ર જાડેજાએ આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલી 227 […]

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે 18245 વિદ્યાર્થીઓની 7મી એપ્રિલે લેવાશે પરીક્ષા

અમદાવાદઃ રાજ્યમાં ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેરીટને આધારે પસંદગીની કોલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી શિક્ષણ વિભાગ દ્વારા ડિપ્લોમાંથી ડીગ્રીમાં પ્રવેશ માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. અને પ્રવેશ પરીક્ષા માટે ગઈ તા. 6 ફેબ્રુઆરીથી 22મી માર્ચ સુધી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 18,246 વિદ્યાર્થીએ ફી ભરીને પરીક્ષા […]

જૂની કારની વધારે રિસેલ વેલ્યુ માટે અપનાવો આ ટીપ્સ, આર્થિક ફાયદો થશે

ભારત સહિત સમગ્ર દુનિયામાં હવે મોટરકાર એક સામાન્ય વાત થઈ ગઈ છે. મોટાભાગના લોકો પાસે પોતાની મોટરકાર છે. જો કે, અનેક લોકો પોતાની મોટરકાર વેચાણ અર્થે જાય છે ત્યારે તેની યોગ્ય કિંમત નહીં મળતી હોવાની ફરિયાદો કરે છે. તેમજ અનેક વાહન માલિકો પોતાના વાહનની રિસેલ વેલ્યુને લઈને ચિંતામાં છે. પરંતુ આપ જો આપના વાહનની યોગ્ય […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો કરવા આડેધડ અપાતી નોટિસ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા માર્ચ મહિનાનો ટાર્ગેટ પુરો કરવા માટે પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટેની નોટિસો મોકલવામાં આવી રહી છે. જેમાં કેટલાક પ્રોપર્ટીધારકોને ચાલુ વર્ષનો જ ટેક્સ બાકી હોય અથવા અગાઉ ટેક્સ ભર્યો હોય એમાં નજીવી રકમ બાકી હોય એવા કરદાતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. એએમસીના પશ્ચિમ ઝોનના ટેક્સ […]

એઆઈના દુરુપયોગને અટકાવવા સંયુક્ત રાષ્ટ્રએ પ્રસ્તાવ પાસ કર્યો

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે “સલામત, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર” આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા પર એક સીમાચિહ્નરૂપ પ્રસ્તાવ અપનાવ્યો છે જે બધા માટે ટકાઉ વિકાસને પણ લાભ આપશે. યુ.એસ. દ્વારા પ્રસ્તાવિત અને 120 સભ્ય દેશોમાં ભારત દ્વારા સહ-પ્રાયોજિત બિન-બંધનકર્તા ઠરાવ સર્વસંમતિથી અપનાવવામાં આવ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે સામાન્ય સભાએ એઆઈના વિકાસને નિયંત્રિત […]

અમદાવાદમાં ધોળકા રૂટની ST બસમાં લાગી આગ, પ્રવાસીઓ બહાર નીકળી જતાં બચાવ

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં શનિવારે બપોરના ટાણે ધોળકા રૂટની એસટી બસમાં આકસ્મિક આગ લાગતા બસ બળીને ભસ્મીભૂત બની ગઈ હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો જોતા બસના ચાલકે સમયસૂચકતા દાખવીને બસને રોડ પર ઊભી રાખીને મુસાફરોને તાત્કાલિક ઉતરી જવા માટે બુમો પાડતા તમામ મુસાફરો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બસમાં આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ફાયર […]

ચીન-પાકિસ્તાનમાં માનવાધિકાર હનનનો મામલો UNમાં ગુંજ્યો, આયોજનબદ્ધ રીતે અત્યાચારનો આરોપ

નવી દિલ્હીઃ શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમો પર ચીન દ્વારા કરવામાં આવી રહેલી ક્રૂરતા અને પીઓકે તથા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા નાગરિક સંસાધનોના દુરુપયોગનો મુદ્દો ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55મા સામાન્ય સત્રની 38મી બેઠકમાં, માનવાધિકાર કાર્યકર્તા શુનીચી ફુજીકી દ્વારા ઉઇગરોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને UKPNPના માહિતી સચિવ સાજિદ હુસૈન દ્વારા […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ગરમીને લીધે શાળાઓનો સમય સવારનો કરવા શૈક્ષણિક સંઘની માગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને  પોરબંદર, ગીર-સોમનાથ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. ત્યારે  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે  શિક્ષણ સચિવને પત્ર લખીને બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાની માગણી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code