1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈરાન સાથે કારોબાર કરતી 3 ભારતીય કંપનીઓ પર અમેરિકાએ ફરમાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ વૉશિંગ્ટન ડીસી (અમેરિકા), 26 એપ્રિલ: અમેરિકાએએ ગુરુવારે ઈરાની સૈન્ય સાથે ગેરકાયદે વેપાર અને યુએવીના હસ્તાંતરણ કરવાના આરોપસર ભારતની ત્રણ સહિત ડઝનથી વધુ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજો પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ કંપનીઓ, વ્યક્તિઓ અને જહાજોએ યુક્રેનમાં રશિયાના યુદ્ધમાં ઈરાની માનવરહિત હવાઈ વાહનો (UAV) ના ગુપ્ત વેચાણને સુવિધાજનક […]

બેલેટ પેપર દ્વારા મતદાન સહિતની તમામ અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે 100 ટકા વોટ વેરિફિકેશનની માગણી કરતા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે VVPAT સ્લિપના મેચિંગ સંબંધિત તમામ અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર ઉમેદવાર ફરીથી ચકાસણીની માંગ કરી […]

લોકસભા ચૂંટણી: બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન કરવા PM મોદીની મતદારોને અપીલ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખતાં કહ્યું કે, “આજે, મારી લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની તમામ બેઠકોના મતદારોને વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા નમ્ર વિનંતી છે. જેટલું વધુ મતદાન થશે, […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર બે કલાકમાં 12 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 88 બેઠકો ઉપર સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન બે કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 10.39 ટકા, રાજસ્થાનમાં 11.77 ટકા, મધ્યપ્રદેશમાં 13.82 ટકા, મહારાષ્ટ્રમાં 7.46 ટકા, કર્ણાટકમાં 9.21 ટકા, ઉત્તરપ્રદેશમાં 11.67 ટકા, પશ્ચિમ બંગાળમાં 15.68, અસમમાં 9.71 ટકા, મણિપુરમાં 15.49 ટકા, ત્રિપુરામાં 16.65 ટકા, બિહારમાં 9.84 ટકા, છત્તીસગઢમાં 15.42 […]

પાકિસ્તાનમાં મહિનામાં જેટલી કાર વેચાય છે તેનાથી વધારે કાર માત્ર એક જ દિવસમાં ભારતમાં વેચાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો લોટ લેવા માટે પણ ફાંફામારી રહ્યાં છે. તેમ છતા ધનવાન લોકો પોતાના મોજશોખ પુરા કરવા માટે ખુલ્લા હાથે પૈસા ખર્ચે છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનમાં એક મહિનામાં જેટલી મોટરકાર વેચાય છે, તેનાથી વધારે મોટરકાર ભારતમાં માત્ર એક જ દિવસમાં વેચાય છે. […]

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીઓ રહે સાવધાન, 5 ખતરનાક રોગોનો ખતરો

નાઇટ શિફ્ટ કરનાર કર્મચારીએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આખી રાત જાગતા રહેવાથી તેમને પૂરતી ઊંઘ નથી મળતી અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જે ભવિષ્યમાં ગંભીર બની શકે છે. શું તમે પણ નાઇટ શિફ્ટ કરો છો, જો હા તો આજથી જ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરવાનું શરૂ કરો, કારણ કે રાત્રે કામ […]

બાળકોમાં પુસ્તકો વાંચવાની ટેવ કેવી રીતે કેળવવી તે જાણો, પછી પુસ્તક છોડશે નહીં

આજકાલ બાળકો તેમનો મોટાભાગનો સમય ફોન કે ટેબલેટ પર રમવામાં વિતાવે છે. પરંતુ પુસ્તકોનું વાંચન પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી તેમની વાંચન ક્ષમતા અને સમજ વધે છે. અહીં કેટલીક સરળ રીતો છે જેના દ્વારા તમે તમારા બાળકને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. તમારી જાતને પણ વાંચો: જો બાળકો તમને પુસ્તક […]

કાળી હળદરના આ ટોટકા, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમના માટે અત્યંત ચમત્કારી

ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનું પૂજામાં વિશેષ મહત્વ છે. ગુરૂવારના દિવસે ન્હાવાના પાણીમાં જો ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ અને માંગલિક કાર્યોમાં પણ હળદરનો ઉપયોગ કરવો જોઈએ. હળદર પણ બે પ્રકારની હોય છે એક પીળી જેનો ઉપયોગ સૌથી વધુ થાય […]

ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન સરેરાશ 42 ડિગ્રી રહેશેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો  સરેરાશ 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. દેશના ઉત્તરી વિભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. પરંતુ ગુજરાત પર તેની અસરો જોવા મળશે નહીં. એટલે ગુજરાતમાં ગરમીનું મોજુ યથાવત રહેશે. તેમ રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં […]

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની 1800 જગ્યાઓ ખાલી, સંચાલક મંડળની CMને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની 1800 જેટલી જગ્યાઓ ખાલી છે. મહત્વની જગ્યા ખાલી હોવાથી શિક્ષણ પર તેની અસર પડી રહી છે. શાળા સંચાલક મંડળ દ્વારા અગાઉ પણ શિક્ષણ વિભાગને શિક્ષકો અને આચાર્યોની ખાલી જગ્યાઓ ભરવા માટે રજુઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023માં ભરતી કરવામાં આવી હતી તેમ છતાં હજુ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 1800 જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code