1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ધ્રોળમાં ભાજપના ઉમેદવાર પૂનમ માંડમના રોડ શોનો ક્ષત્રિયોએ કર્યો વિરોધ,100ની અટકાયત

જામનગરઃ  લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા ઉચ્ચરણો બાદ ત્રણવાર માફી માગી છતાંયે ક્ષત્રિય સમાજનો રોષ ઠંડો પડ્યો નથી. ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ધરાવતા ગામડાંઓમાં ભાજપ સામે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામજોધપુર, કાલાવડ બાદ ધ્રોલમાં પણ  ભાજપના ઉમેદવાર પૂનમ માડમની સભા-રેલીમાં ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. વિરોધને પગલે પોલીસ […]

રાજકોટ યાર્ડમાં ઘઉં, કપાસ, સહિત પાકની ધૂમ આવક, લીંબુના મણના ભાવ 1800થી 2700 બોલાયા

રાજકોટ: સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના ગણાતા રાજકોટના માર્કેટ યાર્ડમાં ઘઉં, કપાસ, ટામેટાં, બટાકા, ટાંમેટા સહિત પાકની ધૂમ આવક થઈ રહી છે. સોમવારે ઘઉંની મબલક આવક થઈ હતી. ઘઉંની સાથે સાથે કપાસ, મગફળી, બટાકા, ટામેટા સહિતના પાકની પણ સારી એવી આવક થઈ હતી. યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી ગઈ હતી. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા […]

ભારતીય આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલનારા આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી દબોચી લીધો

અમદાવાદઃ ગુજરાત એટીએસએ પાકિસ્તાનને ભારતીય આર્મીની માહિતી મોકલનારા એજન્ટને દિલ્હીથી દબોચી લીધો છે. પાકિસ્તાની આર્મી અથવા એજન્ટ સાથે મળીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી અને જમ્મુ-કાશ્મીર એરપોર્ટની માહિતી મોકલવાના કાવતરામાં મદદ કરનારા જામનગરના એક આરોપીની ગુજરાત એટીએસની ટીમે દિલ્હીથી ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલા આણંદના તારાપુર […]

ઉદ્યોગપતિઓનું દેવું માફ થઈ શકે તો ખેડુતોનું કેમ નહીં, રાહુલ ગાંધીએ ભાજપ સામે કર્યા પ્રહાર

પાટણઃ  લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકે છે, તો ખેડુતોનું દેવું કેમ માફ કરતી નથી ?  ભાજપ ફરીવાર સત્તામાં આવશે તો બંધારણને બદલી દેશે. ભાજપ અનામતના વિરુદ્ધમાં છે. અનામતનો અર્થ છે ગરીબો, […]

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપીને ભૂપત ભાયાણી ફસાયા, કેન્દ્રિય પંચને રિપોર્ટ સબમિટ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ભાષણ દરમિયાન નેતાઓની જીપ લપસી જતી હોય છે. અને આક્ષેપો-પ્રતિ આક્ષેપોમાં નેતાઓ ન બોલવાનું બોલી જતાં હોય છે. દરમિયાન આમ આદમી પાર્ટી છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ચૂંટણી સભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અસંસદીય ભાષામાં પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આ અંગે ચૂંટણી પંચને કરેલી […]

નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, પરિક્રમા સ્થગિત

રાજપીપળાઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભર ઉનાળે નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વીજળીની માગને પહોંચી વળવા માટે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ કરાતાં નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા છે. આથી નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે. ઉપરાંત નર્મદા પરિક્રમા […]

સરકારી યુનિવર્સિટીઓ બાદ હવે શાળાઓમાં પણ 9મી મેથી 12મી જુન સુધી ઉનાળું વેકેશન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લીધે યુનિવર્સિટીના કર્મચારીઓ, અધ્યાપકો તેમજ શાળાઓના શિક્ષકોને મતદાન કેન્દ્રો પર જવાબદારી સોંપવામાં આવી છે. આથી અધ્યાપકો અને શિક્ષકોને ઉનાળું વેકેશનમાં પણ કામગીરી કરવાની નોબત આવી હતી. તેથી પ્રથમ અધ્યાપક મંડળે શિક્ષણ વિભાગમાં રજુઆતો કરતા તમામ સરકારી યુનિવર્સિટીઓમાં વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વેકેશનનો પ્રારંભ 9મીમેથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના લોક થયેલા દરવાજા ખૂલ્યા નહીં, પ્રવાસીઓ બન્યા પરેશાન

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનને ટ્રાફિક પણ સારોએવો મળી રહી છે. આ ટ્રેનના કોચના દરવાજા વેક્યુમ સાથે હાઈડ્રોલીક હોય છે. ટ્રેન ઉપડતાના સમયે દરવાજા લોક થઈ જાય છે. અને ટ્રેન જ્યારે સ્ટેશન પર ઊભી રહે ત્યારે જ દરવાજા ખૂલતા હોય છે. હવે બન્યું એવું કે, અમદાવાદથી મુંબઈ જતી […]

અમદાવાદ APMCમાં લીલા શાકભાજીના ભાવમાં થયો વધારો, લીંબુ ભાવ કિલોના 150થી 200 બોલાયા

અમદાવાદઃ ઉનાળા વધતા જતા તાપમાનને લીધે માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. અમદાવાદના એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રીંગણ, ફુલાવર, વાલોર, બટાકા, મરચા, દૂધી, ભીંડા, કારેલા, કોથમીર વગેરેના ભાવમાં વધારો થયો છે. યાર્ડમાં હરાજીમાં આદુ અને લીંબુના ભાવ પ્રતિ કિલો 150થી […]

અમદાવાદના એલિસબ્રિજ આવેલા મધુબન કોમ્પ્લેક્સમાં લાગી આગ, 45 લોકોને રેસ્ક્યુ કરાયાં

અમદાવાદઃ શહેરના ભર ઉનાળે આગના બનાવો વધતા જાય છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં માદલપુર ગરનાળા પાસે આવેલા મધુબન કોમ્પ્લેક્સના ત્રીજા માળે આગ લાગ્યાની જાણ થતાં  ફાયર બ્રિગેડનો સ્ટાફ 10થી વધુ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ઓફિસની બારીઓના કાચ તોડી અને જે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાયેલો હતો, તેને દૂર કરી પાણીનો મારો ચલાવી અને આગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code