1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલનારા આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી દબોચી લીધો
ભારતીય આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલનારા આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી દબોચી લીધો

ભારતીય આર્મીની માહિતી પાકિસ્તાનને મોકલનારા આરોપીને ગુજરાત ATSએ દિલ્હીથી દબોચી લીધો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત એટીએસએ પાકિસ્તાનને ભારતીય આર્મીની માહિતી મોકલનારા એજન્ટને દિલ્હીથી દબોચી લીધો છે. પાકિસ્તાની આર્મી અથવા એજન્ટ સાથે મળીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી અને જમ્મુ-કાશ્મીર એરપોર્ટની માહિતી મોકલવાના કાવતરામાં મદદ કરનારા જામનગરના એક આરોપીની ગુજરાત એટીએસની ટીમે દિલ્હીથી ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ દ્વારા થોડા સમય પહેલા આણંદના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરીની જાસૂસીના કેસમાં ધરપકડ કરી હતી. ત્યારબાદ આ ગુનામાં સામેલ મૂળ જામનગરના આરોપી સકલૈન ઉમર દાઉદની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતા સકલૈન ઉમર દાઉદની સમગ્ર કૌભાંડમાં મુખ્ય ભૂમિકા હતી. કહેવાય છે કે, આરોપી સકલૈનએ જે સીમકાર્ડ ખરીદ્યુ હતું તે પાકિસ્તાન પહોંચ્યું હતું. સકલૈને સિમકાર્ડ ખરીદ્યા બાદ જામનગરના અસગર આજીને આપ્યું હતું. અસગરે સિમકાર્ડ તેના ફોનમાં એક્ટિવેટ કર્યું હતું. આ સિમમાં વોટ્સ એપ અપડેટ કરવા માટે આરોપીઓએ આણંદના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરીને મોકલી આપ્યું હતું. સીમકાર્ડમાં વોટ્સએપ એક્ટિવેટ કરવા માટેનો ઓટીપી તેની પાસેથી પાકિસ્તાનમાં બેઠેલા વ્યક્તિને મોકલ્યો હતો. સકલૈન ઉમર દાઉદનો સિમકાર્ડ ખરીદવામાં રોલ હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સીમકાર્ડમાં વોટ્સએપ અપડેટ કર્યા બાદ પાકિસ્તાની એજન્ટને મોકલવામાં આવ્યું હતું. આ સીમકાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સે કર્યો હતો.અને જમ્મુ-કાશ્મિર ખાતે આવેલા એરફોર્સ સ્ટેશન ખાતે સિપાહી તરીકે ફરજ બજાવતા સંતોષકુમાર ઉર્ફે સિન્ટુ સિતારામ ભાટીયા જવાનને એકઝામ અપડેટ 2022-23 ના મેસેજની આડમાં માલવેર વાયરસ મોકલ્યો હતો. એરફોર્સ, જવાને મેસેજને ઓપન કરતા જ તેના ફોનના એકસેસ પાકિસ્તાનમાં બેઠેલા શખસ પાસે આવી ગયો હતો. જે સીમકાર્ડ ના વોટ્સએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા આર્મી જવાન, જાસૂસ કે આમીના એજન્ટ દ્વારા એરફોર્સ જવાનના ફોનનો એકસેસ મેળવવા માટે થયો હતો. એરફોર્સ જવાનના ફોનના એક્સેસ મેળવી આરોપીઓએ અનઅધિકૃત રીતે કમ્પ્યુટર રિસોર્સમાં પ્રવેશ મેળવી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમ સુરક્ષાને જોખમમાં નાંખવાના ઇરાદાથી થયેલા ગંભીર ગુના અંગે ગુજરાત એટીએસએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અસગર, લાભશંકર અને મો.સકલૈન સહિત ત્રણ આરોપી પકડાયા છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે એટીએસ દ્વારા પૂછતાછ કરવામાં આવી રહી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code