1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો પ્રગટાવવાની મદ્રાસ હાઈકોર્ટે આપી મંજૂરી

બેંગ્લોર, 6 જાન્યુઆરી 2025: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે આજે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપથૂન તરીકે દાવો કરાયેલ દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ જી. જયચંદ્રન અને કેકે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દીપથૂન જે સ્થળે સ્થિત છે તે સ્થાન ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિરનું છે. બેન્ચે કહ્યું કે, […]

શેરબજારમાં મંદી, જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે બંધ રહ્યાં હતા. જ્યારે બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મેટલ શેરોમાં સારી તેજી જોવા મળી હતી, જ્યારે ઓઈલ અને […]

દાંતીવાડા: રીંછની પજવણી કરનારા બે શખ્સો ઝડપાયાં

પાલનપુર, 6 જાન્યુઆરી 2026 : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં અબોલ વન્યપ્રાણીની પજવણી કરવાની એક શરમજનક ઘટના સામે આવી છે. મનોરંજનના નામે રીંછને હેરાન કરતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વન વિભાગે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં […]

ચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારત બન્યું નંબર-1

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: કૃષિ ક્ષેત્રે ભારત માટે આજે ગર્વ લેવા જેવો દિવસ છે. ખાદ્ય સુરક્ષાના મામલે ભારતે એક મોટી છલાંગ લગાવી છે. પાડોશી દેશ ચીનને પાછળ છોડીને ભારત હવે વિશ્વમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત […]

ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ વતી રમીને શાનદાર વાપસી કરી

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતી વખતે શાનદાર વાપસી કરી. હિમાચલ પ્રદેશ સામે રમાઈ રહેલી મેચમાં તેણે 53 બોલમાં 82 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ સાથે, ઐયરે પોતાની ફિટનેસ અને બેટિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે, […]

મમતા બેનર્જીના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળની નીતિ સામે NHRCની લાલ આંખ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026 : વર્ષ 2010માં જ્યારે મમતા બેનર્જી દેશના રેલ મંત્રી હતા, તે સમયની રેલવે કેટરિંગ નીતિ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. આ નીતિમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને રેલવેના ખાન-પાનના સ્ટોલ અને કેન્ટીનના ટેન્ડરોમાં કથિત રીતે 9.5 ટકા અનામત આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ રેલવે બોર્ડને નોટિસ […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે, ચીનાબ નદી પરના 4 મેગા પ્રોજેક્ટ્સ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા ભારતે હવે ‘જળ સ્ટ્રાઈક’ની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર બની રહેલા ચાર મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના કડક આદેશ આપ્યા છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વીજળી જ […]

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયાં

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: સોનિયા ગાંધીની તબિયત લથડી રહી હોવાના અહેવાલ છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને અહીંની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ મંગળવારે સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત હાલમાં સારી છે અને તેઓ છાતીના નિષ્ણાતની દેખરેખ હેઠળ છે. હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે સોનિયા ગાંધીને નિયમિત […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું બીમારી બાદ નિધન

નવી દિલ્હી 06 જાન્યુઆરી 2026: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું લાંબી બીમારી બાદ નિધન થયું. તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પાર્થિવ શરીરને પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસમાં રાખવામાં આવશે અને અંતિમ સંસ્કાર પુણેના નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં બપોરે 3.30 વાગ્યે કરવામાં આવશે. સુરેશ કલમાડી કોણ […]

UP: મતદાર યાદીમાંથી 2.88 કરોડના નામ કપાતા ખળભળાટ

લખનૌ, 6 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મંગળવારે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી આવતાની સાથે જ યુપીના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ પ્રક્રિયામાં અધધ 2 કરોડ 88 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code