1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગર નજીક વાળુકડ ગામે બે બાળકો પર 4 શ્વાને કર્યો હુમલો, એક બાળકનું મોત

શ્રમજીવી પરિવારના બે બાળકો ઘર આંગણે રમતા હતા, 4 સ્વાન આવીને બન્ને બાળકોને ખેંચી ગયા હતા, બચાવવા ગયેલી બાળકની માતાને પણ કૂતારાએ બચકા ભર્યા ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ ગામની વાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બે બાળકો ઉપર ચાર જેટલા શ્વાને હુમલો કર્યો હતો. ઘર આંગણે રમી રહેલા બે બાળકોને શ્વાને ખેંચી વાડીમાં લઇ ગયા […]

રાજકોટમાં મ્યુનિના ફુડ વિભાગનું ચેકિંગ, 85 કિલો વાસી પનીરનો જથ્થો નાશ કરાયો

અગાઉ પણ પનીરના સેમ્પલ ફેલ થતાં કલેકટરે એક લાખનો દંડ ફટકાર્યો હતો, ફુડ વિભાગના દરોડામાં સોરઠીયાવાડી વિસ્તારના ડેરીમાં વાસી પનીરનો જથ્થો મળ્યો, ફુડ વિભાગે 20 વેપારીઓને ત્યા તપાસ કરીને 17 ખાદ્ય વસ્તુના નમુના લીધા રાજકોટઃ  શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગે સોરઠિયાવાડ વિસ્તારમાં આવેલી એક ડેરીમાં તપાસ કરતા […]

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડી રાતે નશાબાજ કારચાલકે ત્રણને અડફેટે લીધા

કાર ત્રણ રાહદારીઓને અડફેટે લીધા બાદ થાંભલા સાથે અથડાઈ, કારમાં ચાલક સહિત બે શખસો પીધેલી હાલતમાં હતા, પોલીસે બન્નેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં રાતના સમયે નશો કરેલી હાલતમાં બેફામ વાહનો ચલાવવાને લીધે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના […]

અમદાવાદમાં કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલપ કામગીરીને લીધે કેટલીક ટ્રેનોને શિફ્ટ કરાઈ

12 સપ્ટેમ્બર સુધી 4 ટ્રેન મણિનગર, વટવા, અસારવાથી દોડશે, અનેક ટ્રેનોને સાબરમતી ખાતે સ્ટોપેજ અપાયું, ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ અને ડબલડેકર એક્સપ્રેસ મણિનગરથી ઉપડશે અમદાવાદઃ શહેરના કાળુપુર રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે રિ-ડેવલપનું કામ ચાલી રહ્યું છે. જેમાં રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજ અને કોનકોર્સના બાંધકામ માટે પાઈલિંગ કામગીરી […]

અમદાવાદમાં હવે ઓન ઘ સ્પોટ ઈ-મેમો ક્યુઆર કોડથી ભરી શકાશે

વાહનચાલકો સ્થળ પર UPI પેમેન્ટ કરી શકશે, ટ્રાફિક પોલીસ હવે સ્થળ પર સાથે જ QR કોડ રાખશે, વાહનચાલકોને સ્થળ પર જ ફોટો પાડીને મેમો આપવામાં આવશે અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મેન્યુઅલ મેમો આપવામાં આવે છે. તેમજ સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ગુનામાં વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. […]

મહાઠગ નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવાની તૈયારીઓ શરૂ

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભાગેડુ જાહેર કરાયેલા નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન અધિકારીઓએ ભારત સરકારને માહિતી આપી છે કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીના ભાઈ નિહાલ મોદીની શુક્રવારે (4 જુલાઈ, 2025) અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ ભારતની બે મુખ્ય એજન્સીઓ, ED અને CBI દ્વારા કરવામાં આવેલી પ્રત્યાર્પણ વિનંતીના […]

મધ્યપ્રદેશના સાગરમાં એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થઈને આત્મહત્યા કરી

મધ્યપ્રદેશના સાગરના શાહપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ રાહુલ અહિરવાર તરીકે થઈ છે. આત્મહત્યા કરતા પહેલા, રાહુલે ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા એક વિડિઓમાં પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી હતી જેમાં તેણે કહ્યું હતું કે તે એક મહિલાના પ્રેમમાં હતો અને તેણીએ […]

દિલ્હીના રામપુરામાં સિગારેટના વિવાદમાં 20 વર્ષીય યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી

દિલ્હીથી ફરી એકવાર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના રામપુરા વિસ્તારમાં ધૂમ્રપાનને લઈને થયેલા નાના વિવાદનો ભયાનક અંત આવ્યો જ્યારે 20 વર્ષીય યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના 2 જુલાઈના રોજ મોડી રાત્રે બની હતી જ્યારે વિકાસ સાહુ નામના યુવકે તેના કાર્યસ્થળ નજીક એક વ્યક્તિને ધૂમ્રપાન કરતા અટકાવ્યો હતો. આ […]

ઉત્તર પ્રદેશના સંભલમાં જાનની ગાડી દિવાલ સાથે અથડાઈ, અકસ્માતમાં વરરાજા સહિત 8 લોકોના મોત

ઉત્તર પ્રદેશના સંભલમાં ગઈકાલે રાત્રે (4 જુલાઈ) એક દુ:ખદ અકસ્માત થયો. જાનની ઝડપી બોલેરો કાર કોલેજની દિવાલ સાથે અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતમાં વરરાજા સહિત 8 લોકોના મોત થયા. સંભલના જુનાવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેરઠ-બદાઉન રોડ પર લગ્નની સરઘસ સંભલથી બદાઉન જઈ રહી હતી, આ અકસ્માત થયો. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મેરઠ-બદૌન […]

આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં ભારતીય સમુદાયે PM મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં અલ્વીર પેલેસ હોટેલમાં આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયે ‘મોદી-મોદી’, ‘જય હિંદ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સ્વાગત સમારંભમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા પરંપરાગત ભારતીય શાસ્ત્રીય નૃત્યનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code