1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માનસિક બિમાર પિતાને દીકરી અને દીકરાએ ઝાડ સાથે બાંધીને મારમારતા મોત નિપજ્યું

રાજકોટના કૂવાડવા નજીક સણોસરા ગામે બન્યો બનાવ, પોલીસે મૃતકના કાકાની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, મૃતક માનસિક બીમાર હતા અને ઘરે કહ્યા વગર અવારનવાર નીકળી જતા હતા રાજકોટઃ શહેરમાં કાળીચૌદશની રાત્રિથી શરૂ થયેલી હત્યાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત 21 ઓક્ટોબરના રોજ શહેરના કુવાડવા નજીક સણોસરા ગામે વધુ એક […]

અમેરિકાએ રશિયાની વધુ બે કંપની ઉપર ફરમાવ્યો પ્રતિબંધ

અમેરિકાએ રશિયાની બે મોટી તેલ કંપનીઓ રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. 22-23 ઓક્ટોબરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધોના અંતર્ગત આ કંપનીઓની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે અને અમેરિકન તેમજ અન્ય દેશોની કંપનીઓને તેમની સાથે વેપાર કરવા પ્રતિબંધિત કરવામાં આવી છે. યુરોપિયન […]

રાજકોટમાં નબીરાઓએ ચાલુ કારે સુતળી બોમ્બ સળગાવી બારીમાંથી ફેંક્યા

કારમાં સવાર અન્ય યુવાને ચાલુ કારે લોકો પર સુતળી બોમ્બ ફેંક્યા, માલવિયા નગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી, યુવાને સોશિયલ મીડિયામાં રિલ બનાવીને મુકતા વાયરલ થઈ રાજકોટઃ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનગર અન્ડર બ્રિજ નજીક જાહેર રોડ પર રાતના સમયે પુરફાટ ઝડપે કાર દોડાવીને કારની બારીમાંથી સુતળી બોમ્બ ફેંકીને કારમાં સવાર યુવાનો રિલ બનાવતા […]

અમદાવાદમાં જાહેર રોડ પર પાઈપમાં ફટાકડા ફોડતા પાઈપ વાગવાથી સગીરાનું મોત

અમદાવાદના ન્યુ રાણીપના ચેનપુર પાસે બન્યો બનાવ, ત્રણ સગીરો દ્વારા લોખંડની પાઈપમાં ફટાકડા મુકીને ફોડતા હતા, ફટાકડા ફુટતા પાઈપ ઉછળીને રોડ પર જઈ રહેલી યુવતીના કપાળમાં અથડાઈ અમદાવાદઃ શહેરમાં દિવાળી અને ભાઈબીજના દિને જાહેર રસ્તાઓ પર રાતભર ફટાકડા ફુટતા રહ્યા અને પોલીસ મુક પ્રેક્ષક બનીને બેઠી હતી. ત્યારે શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે પટેલ […]

ગુજરાતમાંથી છઠ્ઠના પૂજન માટે જતા પરપ્રાંતના લોકો માટે 65 એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાશે

પ્રવાસીઓના ધસારાને લીધે રેલવે દ્વારા કરાયુ ખાસ આયોજન, રેલવેના ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને સંભાળવા માટે ખાસ ધ્યાન અપાયુ, ગત વર્ષ કરતા આ વર્ષે 40 ટકા પ્રવાસીઓનો વધારો અમદાવાદઃ બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં છઠ્ઠના પર્વનું વિશેષ મહાત્મ્ય હોવાથી ગુજરાતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થઈને વસવાટ કરતા લોકો છઠ્ઠના પર્વની ઊજવણી માટે પોતાના માદરે વતન જતા હોય છે. […]

યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધુ, “પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર”

નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN)માં પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું, જે તે કદી ભૂલી નહીં શકે. ભારતના પ્રતિનિધિએ પાકિસ્તાનને “વૈશ્વિક આતંકવાદનું ઘર” ગણાવ્યું અને કહ્યું કે આતંકવાદના મુદ્દે પાકિસ્તાન હંમેશા બેવડુ વલણ અપનાવે છે. યુએનમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ રઘુ પુરીએ પાકિસ્તાની પ્રતિનિધિ મુહમ્મદ જવાદ અઝમલના નિવેદનનો કડક વિરોધ કરતાં કહ્યું કે, […]

અમદાવાદમાં ભાઈબીજના દિને ભાઈઓએ બનેવીને હત્યા કરીને બેનને વિધવા બનાવી

પારિવારિક ઝઘડામાં બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકતા મોત, શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે બન્યો બનાવ, પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડામાં ભાઈબીજના દિને જ ભાઈઓએ પોતાના બનેવીને પાંચમા માળેથી નીચે ફેકતા બનેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ આક્ષેપ […]

સુરતમાં દારૂની પાર્ટી પર રેડ પાડતા PSI સાથે ઝપાઝપી કરનારા નબીરાની ધરપકડ

પોલીસે અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી પર રેડ પાડી હતી, ઉદ્યોગપતિના પૂત્રએ પોલીસ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી, પોલીસે માફીનામુ લખાવીને આરોપીને છોડી મુક્યો, મીડિયાએ હોબાળો મચાવતા પોલીસે ધરપકડ કરી સુરતઃ શહેરના અલથાણા વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાય તે પહેલા જ પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા ઉદ્યોગપતિના પૂત્રએ પીએસઆઈ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી હતી. પોલીસે આરોપી […]

દેશની વસ્તીવિષયક વિશેષતાનો લાભ લેવા માટે મહિલાઓની સક્રિય ભાગીદારી જરૂરી છે: રાષ્ટ્રપતિ

ચેન્નાઈઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે કેરળના એર્નાકુલમમાં સેન્ટ ટેરેસા કોલેજના શતાબ્દી સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સેન્ટ ટેરેસા કોલેજ ભારતમાં આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. આ સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણમાં એક મહાન યોગદાન છે. આપણે આ સંસ્થાનું નિર્માણ […]

રોજગાર મેળોઃ લગભગ 51,000થી વધુ નવા નિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રવ્યાપી ‘રોજગાર મેળા’ પહેલના ભાગરૂપે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000થી વધુ નવા નિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. સવારે 10.30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તમામ યુવાનોને સંબોધિત કર્યા હતા અને તેમને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં કર્મયોગી તરીકેની ભૂમિકા નિભાવવા પ્રેરિત કર્યા હતા. રોજગાર મેળાની આ પહેલ રોજગાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code