1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન અમદાવાદમાંઅદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતની ચૂંટણી માત્ર દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં નહીં પરંતુ તે વિવિધતામાં એકતાના એક ઉલ્લેખનીય પ્રદર્શન કરે છે. જ્યાં દરેક વોટનું […]

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયાં હતા. તેમજ પોતાની સાથે કોંગ્રેસમાં થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડાએ ભાજપનો કેસરિયા ધારણ કર્યો છે. રાધિકા ખેડાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાધિકા […]

દક્ષિણ બ્રાઝિલમાં વરસાદથી મૃત્યુઆંક વધીને 78 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં પૂરના કારણે ભારે વરસાદથી મૃત્યુઆંક 78 થયો છે, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે 115,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સ્થાનિક સત્તાવાળાઓ સાથે બચાવ અને પુનઃનિર્માણના પ્રયાસોની ચર્ચા કરવા માટે તેમના મંત્રીમંડળના મોટાભાગના સભ્યો સાથે રવિવારે સવારે રિયો ગ્રાન્ડે દો […]

જસ્ટિસ સંજય કુમાર મિશ્રાએ GST એપેલેટ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે શપથગ્રહણ કર્યાં

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) ના પ્રમુખ તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ સંજય કુમાર મિશ્રાને અખંડિતતા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ મિશ્રાની નિમણૂક GSTAT, GST સંબંધિત વિવાદોના નિરાકરણ માટે એક નિર્ણાયક સંસ્થાના સંચાલનની શરૂઆત દર્શાવે છે. GSTAT એ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ હેઠળ વિવિધ અપીલોની સુનાવણી માટે […]

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આગળ વધી રહ્યું છે અને […]

કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ  કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર […]

લોકસભા ચૂંટણીઃ શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુ ખડગે સહિતના નેતાઓએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશનાં સિહોરમાં વિદિશા લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે નર્મદા નદી પર પૂજા કરી ત્યાર પછી મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશાથી ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “મેં મારો મત આપ્યો છે. મતદાન એ લોકશાહીનો આત્મા છે, લોકશાહી પ્રત્યેની વફાદારીનું પ્રતીક છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઈએ. આજે […]

શું સૌરાષ્ટ્રની આ બેઠકો પર નડશે ભાજપને ક્ષત્રિય ફેક્ટર, કઇ બેઠકો પર ભાજપનું પલડું ભારે ?

પોરબંદર લોકસભા બેઠક પોરબંદર લોકસભા બેઠક ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તેમની સામે ઉભા રહ્યા છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ માટે અર્જુન મોઢવાડિયાનું પાસું મજબૂત સાબિત થઈ શકે છે. ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ માંડવીયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કર્યો હોય, પરંતુ […]

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code