1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વઢવાણમાં ત્રણ વાહનોને ટક્કર મારી નાસી રહેલા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો

સ્થાનિક લોકોનો આક્ષેપ કારચાલક નશાની હાલતમાં હતો, કારચાલક સામે નશો કરેલી હાલતમાં હોવાનો ગુનો નોંધતા પોલીસ સામે સવાલો ઉઠ્યાં, અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા સુરેન્દ્રનગરઃ શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે રાતના સમયે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા.આ બનાવ બાદ કારચાલક ભાગવા જતાં  લોકોના ટોળાએ કારચાલકને ઝડપી […]

ટ્રેનોમાં પ્રવાસીઓના સામાનની ચોરી કરાવવામાં સગીર વયના બાળકોનો કરાતો ઉપયોગ

વડોદરા રેલવે સ્ટેશન પરથી પોલીસે કિશોરને ચોરી કરતા પકડ્યો, આરોપી પાસેથી 14000નો મુદ્દામાલ મળ્યો, રિઢા ગુનેગારો પ્રવાસીઓનો માલ સામાન ચોરવા માટે બાળકોનો કરતા ઉપયોગ વડોદરાઃ ટ્રેનોમાં પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો વધાતો રેલવે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર એક કિશોરની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકીને પૂછતાછ કરતા જવાબ આપી શક્યો નહતો […]

વિજાપુરમાં માત્ર બે કલાકમાં પડ્યો 6.5 ઈંચ વરસાદ, નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને લીધે ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, ટીબી રોડ, હાઈસ્કૂલ સહિત વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સતલાસણા-દાંતા રોડ પર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી મહેસાણાઃ ગુજરાતમાં વરસાદી માહોસ જામ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતની ધરાને મેહુલિયે તરબોળ કરી દીધી છે. આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે.  બુધવારથી શરૂ થયેલા ભારે વરસાદથી મહેસાણા શહેરમાં […]

ગાંધીનગરના કોબા સર્કલ કમલમ્ પાસે હીટ એન્ડ રન, ઈજાગ્રસ્ત યુવતીનું મોત

એક્ટિવા સ્કૂટર સ્લીપ થતાં યુવતી રોડ પર પટકાઈ, રોડ પર પટકાયેલી યુવતીને પાછળ આવી રહેલા વાહને અડફેટે લીધી, અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે જ નાસી ગયો ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા સર્કલ કમલમ્ નજીક એક અકસ્માત સર્જાયો હતો, એક યુવતી એક્ટિવા લઈને આવી રહી હતી. […]

ગુજરાતમાં ફાયર સહિત એજન્સીઓ લોકોને રેસ્ક્યુ કર્યાનો ચાર્જ માગી શકશે નહીં

ફાયર કર્મચારીએ મૃતદેહ કાઢવા માટે રૂપિયા માગતા વિવાદ સર્જાયો હતો. મુખ્યમંત્રીનો તમામ પાલિકાઓને રેસ્ક્યુના ચાર્જ વસૂલવા ઠરાવોને રદ કરવા આદેશ, ફાયર બ્રિગેડે મૃતકના સગા પાસેથી 8 હજાર રૂપિયા ચાર્જ વસૂલતા વિવાદ થયો હતો ગાંધીનગર: શહેર નજીક મહાનગરપાલિકા કે પાલિકાની હદ બહાર કોઈ અઘટિત બનાવ બને ત્યારે ફાયર વિભાગની મદદ લેવામાં આવતી હોય છે. ફાયર વિભાગે […]

ગાંધીનગરની સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, 12 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

પનીરનું શાક ખાધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ, મ્યુનિના આરોગ્ય વિભાગે 200 વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કર્યું ગાંધીનગરઃ ચોમાસાની ઋતુમાં ફુડ પોઈઝનિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થિનીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી […]

વરસાદને લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

શાકભાજીના ભાવ વધ્યા પણ લીંબુના ભાવમાં 56%નો ઘટાડો, શાકભાજીના ભાવમાં 50થી 250% સુધીનો વધારો, રીંગણાના મણનો ભાવ રૂ.300 હતો જે વધીને રૂ.1050 બોલાયો અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. […]

સોનપ્રયાગ ભૂસ્ખલન વિસ્તારમાંથી કેદારનાથ ધામથી પરત ફરી રહેલા લગભગ 40 શ્રદ્ધાળુઓને બચાવ્યા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે, મોટા પાયે કાટમાળ અને પથ્થર પડતાં કેદારનાથ યાત્રા ફરી એકવાર ખોરવાઈ ગઈ છે. સલામતીને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે સોનપ્રયાગથી કેદારનાથ ધામ યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. રુદ્રપ્રયાગના મુંકટિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલન બાદ, પર્વત પરથી કાટમાળ અને પથ્થરો આખા રસ્તા પર આવી ગયા. રુદ્રપ્રયાગના મુંકટિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલન બાદ, પર્વત પરથી કાટમાળ […]

ભારતીય સેના, ડ્રોન અને 33 નવી ટેકનોલોજીથી સજ્જ હશે: લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર શર્મા

નવી દિલ્હીઃ ભારતીય સેના હવે ભવિષ્યના પડકારો અનુસાર પોતાનું આધુનિકીકરણ કરી રહી છે. યુદ્ધના બદલાતા સ્વભાવને ધ્યાનમાં રાખીને, આર્મી ટ્રેનિંગ કમાન્ડ (આરટ્રેક) વર્ષ 2027 સુધીમાં ડ્રોન સહિત 33 નવી ટેકનોલોજીમાં સૈનિકોને તાલીમ આપશે. આ માહિતી આર્મી ટ્રેનિંગ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (જીઓસી-ઇન-સી), લેફ્ટનન્ટ જનરલ દેવેન્દ્ર શર્મા, પીવીએસએમ, એવીએસએમ, એસએમ દ્વારા ગુરુવારે શિમલામાં આયોજિત આરટ્રેક ઇન્વેસ્ટિચર સેરેમની […]

તાપી નદીનો જન્મોત્સવ મનાવાયો, 1300 મીટર લાંબી ચૂંદડી નદીમાતાને અર્પણ

સુરતઃ નદીને લોક માતાનું સ્થાન આપવામાં આવેલું છે. માતા જેમ બાળકોનું પાલન પોષણ કરે તે રીતે નદીઓ પણ લાખો જીવોની જીવાદોરી સમાન હોય છે. સુરતમાં દર વર્ષેની જેમ આ વર્ષે તાપી નદીનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. તાપી નદીના જુદા જુદા ઘાટો ઉપર વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code